ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Porbandar: ભાદર નદીના પાણી શહેરના 5 હજાર ઘરોમાં ઘૂસ્યા, બંદરની કુલ 7 થી 8 બોટોને પણ નુકસાન

5 હજાર ઘરોમાં પાણી ઘૂસ્યા બાદ પાણી બંદરમાં ફરી વળ્યા બંદરના પાર્કિગની વર્ષો જૂની સમસ્યાના લીધે પાર્કિગની વ્યવસ્થા મોટો અભા હજુ પણ પોરબંદર નજીક દરિયામાં 100થી વધુ બોટો એંકર પર લાગરેલી Porbandar: પોરબંદરમાં પણ ભારે વરસાદ થયો છે. ખાસ...
12:41 PM Aug 30, 2024 IST | VIMAL PRAJAPATI
Porbandar
  1. 5 હજાર ઘરોમાં પાણી ઘૂસ્યા બાદ પાણી બંદરમાં ફરી વળ્યા
  2. બંદરના પાર્કિગની વર્ષો જૂની સમસ્યાના લીધે પાર્કિગની વ્યવસ્થા મોટો અભા
  3. હજુ પણ પોરબંદર નજીક દરિયામાં 100થી વધુ બોટો એંકર પર લાગરેલી

Porbandar: પોરબંદરમાં પણ ભારે વરસાદ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે અનેક ઘરો પાણીમાં ગરકાવ હોવાનું સામે આવ્યું છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, પોરબંદરમાં (Porbandar) ભાદર નદીના પાણીએ બંદરમાં કહેર વર્તાવ્યો છે. એક બોટની જળ સમાધી અન્ય પિલાના સહિત કુલ 7 થી 8 બોટોને નુકસાન થયું હોવું સામે આવ્યું છે. ભાદર નદીના પાણીએ પોરબંદર (Porbandar) અને કુતિયાણા ઘમરોળી નાખ્યાં બાદ ભાદર નદીના પાણી પોરબંદર શહેરના ઘૂસ્યા છે.

આ પણ વાંચો: Bharuch: નેત્રંગ તાલુકાના વરખડી ગામે ચાર મહિના પહેલા તૈયાર થયેલું નાળું તણાઈ ગયું, ભ્રષ્ટાચારના આક્ષેપ

પોરબંદર અને કુતિયાણા ઘમરોળ્યા બાદ શહેરના ઘૂસ્યા

નોંધનીય છે કે, ભારે વરસાદને પગલે ભાદર નદીએ બંન્ને કાઠે વહેતી થઈ હતી જેના કારણે, 5 હજાર ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે ભાદર નદીના પાણી બંદરમાં ફરી વળ્યા હતી, જેથી બંદરમાં રહેલી બોટોને ભારે નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બંદરના પાર્કિગની વર્ષો જૂની સમસ્યાના લીધે પાર્કિગની વ્યવસ્થા મોટો અભાવ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Mehsana: કડી - દેત્રોજ રોડ બલાસર નર્મદા બ્રિજ થયો જર્જરિત, 3 કિમીનું ડાયવર્ઝન

વર્ષો જૂની સમસ્યાના લીધે પાર્કિગની વ્યવસ્થા મોટો અભાવ

એકબાજું ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે નદીએ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને બીજી બાજુ બોટ માટે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થાના અભાવે બોટોને હાલ રોડ રાખવી પડી રહી છે. એક તરફ વાવાઝોડાનો ખતરો તો બીજી દરિયામાં હજુ પણ પોરબંદર નજીક દરિયામાં 100 થી વધુ બોટો એંકર પર લાગરેલી જોવા મળી રહીં છે. તો આ માટે પ્રશાસને યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્યમાં વરસાદની આગાહીઓ થઈ રહીં છે તો તે માટે પૂર્વાયોજન હોવું અનિવાર્ય છે, જેનાથી ભાવિષ્યના મોટા નુકસાનથી બચી શકાય.

આ પણ વાંચો: Bharuch: નર્મદા નદીના પાણી ઓસરતાં ખેતરો જળબંબોળ, કરોડોનું નુકસાન

Tags :
Bhadar RiverGujaratGujarati NewsPorbandarporbandar Latest NewsPorbandar NewsVimal Prajapati
Next Article