Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad ફાયરિંગ કેસમાં પોલીસની કાર્યવાહી, બે આરોપીની કરાઈ ધરપકડ

Ahmedabad: અમદાવાદ (Ahmedabad) ના શહેર કોટડા વિસ્તારમાં 6 ફેબ્રુઆરીના રોજ ફાયરિંગની ઘટના બની હતી. જેમાં સોના-ચાંદીનો વેપાર કરતા વેપારીની ગાડી પર લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે દેશી તમંચા દ્વારા કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ મામલે ફાયરિંગ...
ahmedabad ફાયરિંગ કેસમાં પોલીસની કાર્યવાહી  બે આરોપીની કરાઈ ધરપકડ

Ahmedabad: અમદાવાદ (Ahmedabad) ના શહેર કોટડા વિસ્તારમાં 6 ફેબ્રુઆરીના રોજ ફાયરિંગની ઘટના બની હતી. જેમાં સોના-ચાંદીનો વેપાર કરતા વેપારીની ગાડી પર લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે દેશી તમંચા દ્વારા કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ મામલે ફાયરિંગ કરનારા તમામ આરોપીઓમાંથી એક આરોપી છેલ્લા 4 વર્ષોથી અમદાવાદ (Ahmedabad)  માં રહેતો હતો. આ આરોપીઓ દ્વારા એક અઠવાડિયા સુધી ફરિયાદીની રેકી કરવામાં આવી હતી.

Advertisement

આરોપીઓ છેલ્લા 1 મહિનાથી અમદાવાદ શહેરમાં હતા

આ આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયાના અંકિત શેરશાહના વીડિયો મોકલીને ખંડણી માંગવામાં આવી હતી. આ આરોપીઓએ 20 લાખની માંગણી કરી હતી. આ આરોપીઓ હથિયાર સાથે મધ્યપ્રદેશથી અમદાવાદ (Ahmedabad) આવ્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી પ્રદ્યુમ્ન હતો કે જેણે પ્લાન બનાવ્યો અને ફરિયાદીને ટારગેટ કર્યો હતા. તમામ આરોપીઓ છેલ્લા 1 મહિનાથી અમદાવાદ શહેરમાં હતા.

Advertisement

ફાયરિંગ કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરનારા બે આરોપીઓ ઝડપાયા

અમદાવાદનાં શહેર કોટડા વિસ્તારમાં સોના-ચાંદીનો વેપાર કરતા વેપારીની ગાડી પર બે રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરનારા બે આરોપીઓ ઝડપાયા છે. શહેર કોટડા પોલીસે આ કેસમાં સામેલ આરોપીઓની ધરપકડ કરી ગુનામાં વપરાયેલ હથિયાર કબ્જે કર્યા છે. નિકોલ વિસ્તારમાં માંગલિક ગોલ્ડના નામે સોના ચાંદીનો શો-રૂમ ધરાવતા નિલેશભાઇ દલાલ નામનાં વેપારી નિકોલથી નારણપુરા ખાતે ઘરે જતા હતા.

શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ શરૂ

ઉલ્લેખનીય છે કે, રસ્તામાં ફોન આવતા તે અનિલસ્ટાર્ચ મિલ રોડથી પીકર્સની ચાલી પાસે ગાડી સાઇડમાં ઉભી રાખીને વાત કરતા હતા. ત્યારે એક શખ્સે આવીને દરવાજો ખખડાવીને એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. બાદમાં વેપારી ત્યાંથી ગાડી લઇને ભાગ્યા તો લૂંટારૂઓ તેમની પાછળ ભાગ્યા હતા અને રસ્તામાં ગાડીના ટાયર પાસે એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જે મામલે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ શરૂ કરી હતી.

Advertisement

મધ્યપ્રદેશના મુરેનાનાં આરોપીઓની ધરપકડ કરી

આ કેસમાં અંતે પોલીસે સીસીટીવી ફુટેજ અને અન્ય બાબતો તપાસ કર્યા બાદ શિવમ ઉર્ફે ગુલ્લી તોમર અને શૈલેન્દ્રસિંહ ઉર્ફે પિન્કુ તોમર નામનાં મધ્યપ્રદેશના મુરેનાનાં આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં માસ્ટર માઈન્ડ પ્રધ્યુમ્ન તોમર અને તેની સાથેના રવિન્દ્ર ગુર્જર અને એક આરોપી ફરાર છે. આરોપીઓ અગાઉ મધ્યપ્રદેશમાં અનેક ગુનાને અંજામ આપી ચુક્યા છે અને નિકોલના વેપારીની 7 દિવસ સુધી રેકી કરી હતી. તેઓનો પ્લાન વેપારીને રસ્તા વચ્ચે રોકી તેની પાસેની રોકડ લૂંટી લેવાનો હતો.

આ પ્રકારના ગુનાને અંજામ આપવાના ઈરાદે રોકાયા

આરોપીઓ છેલ્લાં ધણાં દિવસોથી અમદાવાદ (Ahmedabad) માં હથિયાર જોડે રાખીને આ પ્રકારના ગુનાને અંજામ આપવાના ઈરાદે રોકાયા હતા. આરોપીઓ મધ્યપ્રદેશમાંથી આ દેશી તમંચા લઈને આવ્યા હતા. જોકે ઘટના બની ત્યારે વેપારીએ કાર ન રોકતા બીજા દિવસે આરોપીઓએ વેપારીને ફોન કરીને 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી, જોકે પોલીસે ટેક્નીકલ એનાલીસિસ અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને દબોચી લીધા છે. આ કેસમાં હજુ પણ આરોપીઓ સામેલ હોવાની શંકાએ પકડાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો - Mahisagar: ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર, સરકારી અનાજની દુકાનના સંચાલક પર કાર્યવાહી

Tags :
Advertisement

.