Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM MODI એ ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યું

21 જાન્યુઆરીના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યું હતું. તેમના સંબોધન દરમિયાન, પીએમ મોદીએ લોક કલ્યાણ માટે ટ્રસ્ટની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા ખોડલધામ અને તેના ભક્તો સાથે સંકળાયેલા હોવા બદલ સન્માન...
01:42 PM Jan 21, 2024 IST | Harsh Bhatt

21 જાન્યુઆરીના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યું હતું. તેમના સંબોધન દરમિયાન, પીએમ મોદીએ લોક કલ્યાણ માટે ટ્રસ્ટની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા ખોડલધામ અને તેના ભક્તો સાથે સંકળાયેલા હોવા બદલ સન્માન વ્યક્ત કર્યું હતું. કેન્સરના દર્દીઓને સારવાર દરમિયાન કોઈ અવરોધોનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા સરકારના સમર્પણ પર ભાર મૂકતા, અમરેલીમાં કેન્સર હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર માટે બાંધકામ શરૂ કરવાની જાહેરાત કરી.

ખોડલધામ

પીએમ મોદીએ છેલ્લા નવ વર્ષમાં 30 નવી કેન્સર હોસ્પિટલોની સ્થાપના પર પ્રકાશ પાડ્યો, જે માટે ચાલી રહેલા પ્રયાસો સાથે વધારાના 10, હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર સરકારનું ધ્યાન દર્શાવે છે.

ખોડલધામની આ પાવન ભૂમિ અને તેમના ભક્તો સાથે જોડાવવું એ મારા માટે સૌભાગ્યની વાત - વડાપ્રધાન મોદી 

પીએમ મોદીએ પોતાની માતૃભાષા ગુજરાતીમાં જ લોકોનું અભિવાદન શુરૂઆતમાં કર્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ લોકોનું  સંબોધન કરતાં જણાવ્યું હતું કે - આજના આ વિશેષ અવસર ઉપર ખોડલ ધામની આ પાવન ભૂમિ અને ખોડલ ધામના ભક્તો સાથે જોડાવવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. જન કલ્યાણ અને માનવ સેવના ક્ષેત્રમાં ખોડલ ધામે વધુ એક પગલું ભર્યું છે . આજથી અમરેલીમાં કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું કામ શૂરું થવા જય રહ્યું છે. વધુમાં આવનાર સમયમાં ખોડલ ધામ ટ્રસ્ટ કાગવડના 14 વર્ષ પણ પૂરા થઈ રહ્યા છે તેના અભિનંદન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવ્યા હતા.

ટ્રસ્ટ દ્વારા લાખો લોકોના સેવા માટે જ કાર્યો કરાયા - વડાપ્રધાન મોદી 

14 વર્ષ પહેલા સેવા, સંસ્કાર અને સમર્પણની ભાવના સાથે લેઉઆ પાટીદાર સમાજે ખોડલ ધામ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ત્યારથી જ આ ટ્રસ્ટ દ્વારા લાખો લોકોના સેવા માટે જ કાર્યો કરાયા છે. શિક્ષાની ક્ષેત્ર હોય, સેવાનું ક્ષેત્ર હોય કે સ્વાથ્યનું ક્ષેત્ર હોય આ ટ્રસ્ટે સારા કર્યો કરવાનો પ્રયાસ કર્યો છે.

250 કરોડના ખર્ચે 200 બેડની ખોડલધામ કેન્સર હોસ્પિટલ બનશે

ગુજરાતના લેઉઆ પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર એટલે કાગવડનું ખોડલધામ મંદિર. આજ રોજ ખોડલધામ મંદિરને 7 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં 3 સંકલ્પ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક સંકલ્પ એટલે આરોગ્ય હતો. જે અંતર્ગત રાજકોટના અમરેલી પાસે ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન આજ રોજ 7 દીકરીઓના હસ્તે  કરવામાં આવ્યું હતું.

45 એકરમાં 250 કરોડના ખર્ચે 200 બેડની ખોડલ ધામ કેન્સર હોસ્પિટલ બનશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ 11 કલાકે વર્ચ્યુઅલ જોડાયા હતા. આ સાથે કાગવડ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ, મંત્રી ભાનુ બેન બાબરીયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતાં.

આ પણ વાંચો -- Kagawad Khodaldham Trust: ભૂમિ પૂજન કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ PM Modi ના કર્યા વખાણ

 

Tags :
bhumi pujancancer hospitalgreetHealthCareKhodaldhammansukh-mandaviaNaresh Patelpm modivirtual
Next Article