Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dahod: આ પરિવાર સાથે PM Modi નો છે ખાસ ઘરોબો, પરિવારે વડાપ્રધાનને પાઠવી શુભેચ્છાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લુહાણા પરિવાર સાથેની ખાસ યાદો નરેન્દ્ર મોદી સાથે સ્મરણોને વાગોળી જન્મ દિવસની પાઠવી શુભેચ્છાઓ મુખ્યમંત્રી બન્યા પછી પણ આ પરિવાર સાથે પત્રવ્યવહાર ચાલુ રાખ્યો હતો Dahod: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સંઘના પ્રચારક હતા તે દરમિયાન દાહોદના...
dahod  આ પરિવાર સાથે pm modi નો છે ખાસ ઘરોબો  પરિવારે વડાપ્રધાનને પાઠવી શુભેચ્છાઓ
  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લુહાણા પરિવાર સાથેની ખાસ યાદો
  2. નરેન્દ્ર મોદી સાથે સ્મરણોને વાગોળી જન્મ દિવસની પાઠવી શુભેચ્છાઓ
  3. મુખ્યમંત્રી બન્યા પછી પણ આ પરિવાર સાથે પત્રવ્યવહાર ચાલુ રાખ્યો હતો

Dahod: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સંઘના પ્રચારક હતા તે દરમિયાન દાહોદના લોહાણા પરિવાર સાથે ઘરોબો રહ્યો હતો. આજે પણ તે પરિવાર નરેન્દ્ર મોદી સાથે સ્મરણોને વાગોળી જન્મ દિવસ નીમિત્તે તેમના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે, ત્યારે દાહોદ સાથે તેમના જૂના સંબંધો રહેલા છે. નરેન્દ્ર મોદી જ્યારે સંઘ ના પ્રચારક હતા ત્યારે સંઘના પ્રચાર માટે અવાર નવાર દાહોદ આવવાનું થતું. દાહોદ આસપાસના વિસ્તારોમાં કેટલાય દિવસો રોકાતા હતા. કેટલાય પરિવારો સાથે તેમણે ઘરોબો હતો એવો જ એક દાહોદનો લુહાણા પરિવાર છે.

Advertisement

 આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવી અવતરણ દિવસની શુભેચ્છાઓ

મુખ્યમંત્રી બન્યા પછી પણ પત્રવ્યવહાર ચાલુ રાખ્યો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સ્વ. જેઠાનંદ લુહાણા પણ સંઘ માટે કામ કરતાં હતા. જેથી નરેન્દ્ર મોદી સાથે તેમને વધારે નિકટતા હતી અને જ્યારે દાહોદ આવવાનું થાય ત્યારે તેમના ઘરે રોકાતા હતા. દેશમાં જ્યારે કટોકટી લાગી હતી અને નરેન્દ્ર મોદીનું ધરપકડ વોરંટ નિકળ્યું ત્યારે પણ નરેન્દ્ર મોદી વેશપલટો કરી જેઠાનંદ લુહાણાના ઘરે રોકાયા હતા. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી પણ લુહાણા પરિવાર સાથે પત્રવ્યવહાર ચાલુ રાખ્યો હતો. મુખ્યમંત્રી બન્યા પછી જેઠાનંદને લકવાના કારણે પથારીવસ થયા હતા અને દાહોદ આવેલા નરેન્દ્ર મોદી તેમના ઘરે પહોચ્યા ખબર અંતર પૂછી પરિવારજનોને મળ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: PM Modi ની અધ્યક્ષતામાં મળી શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક, મંદિરના માસ્ટર પ્લાન અંગે થઈ ચર્ચા

મોહનદાસ લુહાણા અને તેમનો પરિવાર નરેન્દ્ર મોદી સાથેની યાદો

નોંધનીય છે કે, દાહોદ (Dahod)માં કોઈપણ સભા થાય ત્યારે ભાષણમાં અવશ્ય લુહાણા પરિવારને યાદ કરતાં હોય છે. જ્યારે જેઠાનંદ અને તેમના પત્નીના મૃત્યુના સમાચાર સાંભળી બંને વખતે તેમને પરિવાર શોક સંદેશ પાઠવ્યો હતો. આજે જેઠાનંદ નથી પરંતુ તેમના પુત્ર મોહનદાસ લુહાણા અને તેમનો પરિવાર નરેન્દ્ર મોદી સાથેની યાદોને વાગોળે છે અને તેમના જન્મ દિવસની શુભેચ્છા પાઠવી દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરી દેશને હજુ આગળ લઈ જાય તેવી શુભકામનાઓ પાઠવે છે.

Advertisement

અહેવાલઃ સાબીર ભાભોર, દાહોદ

આ પણ વાંચો: Amit Shah: આઝાદી પછી પહેલીવાર દુનિયાએ કરોડરજ્જુ ધરાવતી વિદેશ નીતિ જોઈ

Tags :
Advertisement

.