PM Modi એ કચ્છમાં BSF જવાનો સાથે ઉજવી દિવાળી, આ રહી તસવીરો
- PM મોદીએ મીઠાઈ વહેંચી જવાનોને આપી શુભેચ્છા
- કચ્છના લક્કી નાલા ખાતે જવાનો સંગ કરી ઉજવણી
- દર વર્ષે જવાનો સાથે દિવાળી ઉજવે છે PM મોદી
વડાપ્રધાન અત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા છે, પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાજંલિ પાઠવી હતી. ત્યારે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છમાં ગયાં હતા. અહીં કચ્છમાં BSF જવાનો સાથે PM મોદીએ દિવાળી ઉજવી કરી. નોંધનીય છે કે, PM મોદીએ મીઠાઈ વહેંચી જવાનોને શુભેચ્છા આપી.
આ પણ વાંચો: Statue of Unity ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી, સરદાર સાહેબની પ્રતિમાને PMનું નમન
Kutch : PM Modiએકરી સરહદ પર જવાનો સાથે દીપાવલીની ઉજવણી | Gujarat First#narendramodi #kutch #Gujaratfirst@narendramodi pic.twitter.com/EEwn9kQAe5
— Gujarat First (@GujaratFirst) October 31, 2024
કચ્છના લક્કી નાલા ખાતે જવાનો સંગ દીપાવલીની ઉજવણી
નોંધનીય છે કે, કચ્છના લક્કી નાલા ખાતે જવાનો સંગ દીપાવલીની ઉજવણી કરી હતી. મહત્વની વાત એ છે કે, વડાપ્રધાન મોદી દર વખતે દેશના જવાનો સાથે જ દિવાળીની ઉજવણી કરતા હોય છે. આ વખતે તેમણે ગુજરાતમાં કચ્છના જવાનો સાથે દિવાળીની ઉજવણીઓ કરી છે.
આ પણ વાંચો: One Nation One Election અને Uniform Civil Code ને લઈ PM Modi એ કરી આ ખાસ વાત
પીએમ ગયા વર્ષે 2023 માં હિમાચલ પ્રદેશ ગયા હતા
કેવડિયા ખાતે લોખંડી પુરૂષ સરદાર સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી સીધા કચ્છ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સૈનિકો સાથે સમય વિતાવી અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમની આ મુલાકાતને રાષ્ટ્રીય એકતા અને સૈનિકોના સન્માનના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. દિવાળીના અવસર પર પીએમ મોદી આ પહેલા પણ ઘણી વખત સૈનિકો સાથે જોવા મળ્યા છે. પીએમ ગયા વર્ષે (2023) હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા.
આ પણ વાંચો: Sardar Patel birthday: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો આજે જન્મદિવસ, દેશભરમાં થશે ભવ્ય ઉજવણી