Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Porbandar: ગુજરાતમાં નકલીની ભરમાર! પોરબંદરમાંથી ઝડપાયો 12 પાસ બોગસ ડૉક્ટર

Porbandar: ગુજરાતમાં અત્યારે નકલી કંપની, નકલી ડેરી, નકલી કચેરીઓ ઝડપાઈ છે. ત્યારે હવે બોગસ ડૉક્ટર ઝડપાયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પોરબંદર (Porbandar)માં બોગસ ડૉક્ટર ઝડપાયો છે. આ બોગસ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાનું પણ સામે આવ્યું...
porbandar  ગુજરાતમાં નકલીની ભરમાર  પોરબંદરમાંથી ઝડપાયો 12 પાસ બોગસ ડૉક્ટર

Porbandar: ગુજરાતમાં અત્યારે નકલી કંપની, નકલી ડેરી, નકલી કચેરીઓ ઝડપાઈ છે. ત્યારે હવે બોગસ ડૉક્ટર ઝડપાયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પોરબંદર (Porbandar)માં બોગસ ડૉક્ટર ઝડપાયો છે. આ બોગસ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાનું પણ સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે કુતિયાણામાંથી માત્ર ધોરણ 12 અભ્યાસ કરેલો બોગસ ડોકટર ઝડપાયો છે. પોરબંદર એસઓજી (Porbandar SOG)એ બાતમીના આધારે આ ડૉક્ટરને પકડી પાડ્યો છે. ઘટનાની તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે, એ વ્યક્તિ માત્ર 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને ડૉક્ટર બની લોકોની સારવાર કરી રહ્યો હતો.

Advertisement

કુતિયાણા ગામમાંથી બોગસ નકલી ડૉક્ટર ઝડપાયો

નોંધનીય છે કે, કુતિયાણા ગામેથી કોઇપણ જાતની મેડિકલ ડિગ્રી વગર મેડિકલ પ્રેકટીસ કરતો બોગસ નકલી ડૉક્ટર ઝડપાયો છે. એટલું જ નહીં પરંતુ આ નકલી ડૉક્ટરને કુલ રૂપિયા 21,043 મુદામાલ સાથે પોરબંદર એસ.ઓ.જી.પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. નોંધનીય છે કે, નકલી ડૉક્ટર કોઈ પણ પ્રકારના અનુભવ કે ડિગ્રી વગર જ પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો.

કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર કરતો હતો મેડિકલ પ્રેક્ટિસ

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે એસઓજીના પોલીસ હેડ કૉન્સ્ટેબલ રવિનાભાઈ ચાઉ તથા પોલીસ હેડ કૉન્સ્ટેબલ મોહિતભાઈ ગોરાણીયાને બાતમી મળી હતી કે, કુતીયાણા ગામમા થેપડાઝાપા પાસે રાધાકૃષ્ણ મકાનમાં એક વ્યક્તિ કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છે. જેથી પોલીસ દ્વારા આ જગ્યા પર રેડ પાડવામાં આવી હતી અને ત્યાંથી બોગલ ડૉક્ટરને ઝડપી પાડ્યો હતો.

Advertisement

બોગસ ડોક્ટર તરૂણસિહ ચૌહાણની કરાઈ ધરપકડ

મળતી વિગતો પ્રમાણે છેલ્લા 6 થી 7 વર્ષથી કામ કરતો બોગસ ડોક્ટર તરૂણસિહ પ્રતાપસિંહ ચૌહાણને ઝડપી લેવાયો છે. આ નકલી અને બોગલ ડૉક્ટર લોકોના આરોગ્યા સાથે છેડા કરી રહ્યો હતો. જેને હવે પોરબંદર એસઓજી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અત્યારે પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: Janmashtami નિમિતે પશ્ચિમ રેલવે અમદાવાદ અને ઓખા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે

આ પણ વાંચો: Gujarat: આજે સવારે 6 વાગ્યા સુધી 523.89 મિમિ વરસાદ નોંધાયો, નર્મદા ડેમ 53.88 ટકા ભરાયો

Advertisement
Tags :
Advertisement

.