Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આકેસણ ગામમાં સુસેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિરોધમાં અપાયુ કલેકટરને આવેદનપત્ર

અહેવાલ---સચિન શેખલીયા, બનાસકાંઠા બનાસકાંઠાની  પાલનપુર નગર પાલિકાએ એસટીપી પ્લાન્ટ પાલનપુરથી નજીક આકેસણ ગામે બનાવવાનો તખ્તો ઘડતાં આકેસણના ગ્રામજનોમાં ભારે રોષ ભભુક્યો છે. આકેસણ ગામે આવેલા 2 હજાર જેટલાં વૃક્ષોનું નીકંદન કરી પાલિકા તે જગ્યા પર સુએજ પ્લાન્ટ તૈયાર કરનાર છે.જેને...
આકેસણ ગામમાં સુસેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિરોધમાં અપાયુ કલેકટરને આવેદનપત્ર
અહેવાલ---સચિન શેખલીયા, બનાસકાંઠા
બનાસકાંઠાની  પાલનપુર નગર પાલિકાએ એસટીપી પ્લાન્ટ પાલનપુરથી નજીક આકેસણ ગામે બનાવવાનો તખ્તો ઘડતાં આકેસણના ગ્રામજનોમાં ભારે રોષ ભભુક્યો છે. આકેસણ ગામે આવેલા 2 હજાર જેટલાં વૃક્ષોનું નીકંદન કરી પાલિકા તે જગ્યા પર સુએજ પ્લાન્ટ તૈયાર કરનાર છે.જેને લઇ રોષે ભરાયેલા ગ્રામજનો મોટી સંખ્યામાં પાલનપુર કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે અમે જીવ આપી દઈશું પણ જમીન નહિ આપીએ અને પાલિકાને એસટીપી પ્લાન્ટ નહિ બનાવવા દઈએ...
ગ્રામજનોનો રોષ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકાના  ભૂગર્ભ ગટરનું પાણી છેલ્લા કેટલાય સમયથી પાલનપુર નજીક આવેલા સદરપુર ગામે પહોંચતું હતું. હવે પાલિકાએ પાલિકાનો એસટીપી પ્લાન્ટ નવો બનવવા સરકાર પાસે જગ્યાની માંગણી કરી હતી.સરકાર દ્વારા પાલનપુરના આકેસણ ગામે થોડા સમય અગાઉ અરડૂસા સહીત 2 હજારથી વધુ વૃક્ષોનું જ્યાં પ્લાન્ટેશન કરાયું તે જગ્યા હવે શ્રી સરકાર કરી પાલિકાને એસટીપી પ્લાન્ટ માટે ફાળવી છે તે બાદ પાલિકાએ વન વિભાગ પાસે આકેસણ ગામે આ સ્થળ પર આવેલા વૃક્ષો કાપવાની પરવાનગી મંગાઈ હતી. તાજેતરમાં વન વિભાગે પાલિકાને આ વૃક્ષો કાપવા સામે 2600 વૃક્ષોનું વાવેતર કરવાની શરતે આ  વૃક્ષો કાપવાની પરવાનગી આપતાં જ આકેસણ ગામના સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.  રોષે ભરાયેલા સ્થાનિકો ધરણા ઉપર બેઠા બાદ આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચીને સુત્રોચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી આ જમીન જાય નહીં અને વૃક્ષો કપાય નહિ તે માટે રજુઆત કરી હતી.
અમે જીવ આપી દઈશું પરંતુ જમીન નહિ આપીએ
ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી કે ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધા વગર  કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે ગમે તે થાય અમે જીવ આપી દઈશું પરંતુ જમીન નહિ આપીએ અને વૃક્ષો પણ નહીં કાપવા દઈએ. આ બાબતે ગામના અગ્રણી જયંતીભાઈ ભાટિયાએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં ખોટી રીતે પાલિકા પ્લાન્ટ બનાવવા જઈ રહી છે અમે ધરણા ઉપર બેઠા બાદ આજે કલેક્ટરનર આવેદનપત્ર આપ્યું છે અમે જીવ આપી દઈશું પરંતુ જમીન નહિ આપીએ.
હું ગામનો પૂરતો અભ્યાસ કરીશ
મહત્વની વાત છે આકેસણ ગામના રોષે ભરાયેલા લોકો દ્વારા આક્ષેપ કરાયા કે આકેસણ ગામે પહેલેથી દુર્ગંધ યુક્ત પાણી છોડતા ગ્રામજનો ગંદકીમાં તો જીવી જ રહ્યા છે અને તેમાંય હવે જ્યાં શુદ્ધ પર્યાવરણ મળી શકે તેવી 2 હજાર જેટલા વૃક્ષોનો પ્લાન્ટેશન કરાયેલી જગ્યા કે જ્યાં અમારા માટે ઓક્સિજન પ્લાન્ટ બન્યો છે તે જગ્યા પર પાલિકા વધુ એક એસટીપી પ્લાન્ટ નાખી ગંદકી ઠાલવવાનો તખતો ઘડી રહી છે. જેથી એસટીપી પ્લાન્ટ મોકૂફ રહે અને આ જગ્યા પરથી એક પણ વૃક્ષ ન કપાય તેવી માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ છે ત્યારે જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર સ્વીકારી કહ્યું હતું કે અમે ગામલોકોની રજુઆત સાંભળી છે. જોકે પાલિકાની સ્થતિ જાણી બંને પક્ષોને નુકશાન નહિ થાય તેવો પ્રયત્ન કરાશે. આ અંગે જિલ્લા કલેકટર વરુણ બરનવાલએ જણાવ્યું હતું કે, મને આકેસણ ગામ લોકોની રજુઆત મળી છે આજે તેમની રજુઆત સાંભળી છે હું ગામનો પૂરતો અભ્યાસ કરીશ.
Advertisement
Tags :
Advertisement

.