Patan : HNGU માં સરકારે ફાળવેલી 20 કરોડની ગ્રાન્ટ પાંછી ખેંચી, જાણો શું કારણ
- HNGU માં ફાળવેલી ગ્રાન્ટ સરકાર પરત ખેંચી લેતા વિવાદ (Patan)
- સરકાર દ્વારા 20 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી
- ડિજિટલ લાઈબ્રેરી અને ગર્લ્સ હોસ્ટેલ માટે ફાળવી હતી ગ્રાન્ટ
- ગ્રાન્ટ મંજૂર થઈ હતી તે સમયે ખર્ચ ન થતા પાછી ખેંચી : કુલપતિ
Patan : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફાળવેલી ગ્રાન્ટ સરકાર દ્વારા પરત ખેંચી લેતા વિવાદ સર્જાયો છે. વડાલી કોલેજ કેમ્પસમાં ડિજિટલ લાઈબ્રેરી (Digital Library) અને યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલમાં આધુનિક ચીજ-વસ્તુઓ માટે સરકાર દ્વારા 20 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ, તેનો વર્ષ દરમિયાન ખર્ચ ન થતા ગ્રાન્ટ પરત ખેંચવામાં આવી છે.
આ પણ વાંચો - Chhota Udepur : નિયત સમય મર્યાદામાં CCC પરીક્ષા પાસ નહીં કરનારા 15 આરોગ્યકર્મી છૂટા કરાયાં
ડિજિટલ લાઈબ્રેરી અને ગર્લ્સ હોસ્ટેલ માટે 20 કરોડનીની ગ્રાન્ટ ફાળવી હતી
માહિતી અનુસાર, પાટણમાં (Patan) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને સરકાર દ્વારા 20 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે હેઠળ સાબરકાંઠાનાં (Sabarkantha) છેવાડાનાં પછાત વિદ્યાર્થીઓને સંશોધાત્મક અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં મદદરૂપ થાય તેવી ડિજિટલાઈઝેશન વાળી લાઇબ્રેરી માટે 13 કરોડ અને પાટણ યુનિવર્સિટીમાં (HNGU) ગર્લ્સ હોસ્ટેલમાં અત્યાધુનિક સુવિધાઓ મળી રહે તે માટે એક્સસ્ટેશનની 7 કરોડ મળી કુલ 20 કરોડની ગ્રાન્ટ નવેમ્બર, 2023માં આપવામાં આવી હતી. જો કે, તાજેતરમાં 31 ડિસેમ્બર-2024 સુધીમાં ગ્રાન્ટની શું સ્થિતિ છે ? અને કઈ જગ્યાએ ખર્ચ કરવામાં આવ્યા તે બાબતનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Surat : RTI કરી ખંડણી માંગતા પૂર્વ કોર્પોરેટરને પકડવા SOG ની ટીમનું 'દિલધડક ઓપરેશન'!
યુનિવર્સિટીનાં કુલપતિ કે.સી. પોરીયાનું નિવેદન
યુનિવર્સિટીનાં કુલપતિ કે.સી. પોરીયાએ (K.C. Poriya) જણાવ્યું હતું કે, જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી તે સમય દરમિયાન ખર્ચ ન થતાં માર્ચ મહિનો આવતા તે ગ્રાન્ટને આગળની ગ્રાન્ટમાં સરભર કરવા હેતું સરકાર દ્વારા પાછી લેવામાં આવે છે અને જો તે ગ્રાન્ટ આવતા સમયમાં નહીં આવે તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં જઈ રજૂઆત પણ કરવામાં આવશે. વધુમાં બાંધકામ કરનાર મેનેજમેન્ટ વ્યક્તિઓ દ્વારા પણ પૂછતાછ કરવામાં આવશે અને સમયસર ગ્રાન્ટ વાપરવામાં કેમ ન આવી ? તેનો રિપોર્ટ પણ લેવામાં આવશે.
આ પણ વાંચો - Anand : કથા વચ્ચે જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી