શું આવી રીતે ભણશે ગુજરાત ? Panchmahal ની ઢાકલિયા પ્રાથમિક શાળા પ્રાથમિક સુવિધાઓથી વંચીત
પંચમહાલ જિલ્લા શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી ઢાકલિયા પ્રાથમિક શાળાની જ્યાંના વર્ગોની અને પીવાના સ્વચ્છ પાણી માટે ભુલકાઓની હાલત જોઈ ને તમે પણ કહેશો કે, શું આવી રીતે ભણશે ગુજરાત ?? ઢાકલીયા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠમાં કુલ 110 નાના ભૂલકાઓ ચાર વર્ગખંડમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. એક તરફ ઓરડાની ઘટને લઈ બાળકોને શાળાના કેમ્પસમાં આવેલ મધ્યાહન ભોજન રૂમની સામે પતરા નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા બાળકોને સ્વચ્છ પાણી પીવા માટે RO મશીનની સુવિધા કરવામાં આવી છે.
પીવાના પાણીની તકલીફ
શાળાનું RO મશીન શોભાના ગાઠીયા સમાન બની ગયું છે. શાળામાં પાણનીના અન્ય કોઈ સ્ત્રોત નહી હોવાના કારણે બાળકો પીવાના સ્વચ્છ પાણી માટે તરસી રહ્યા છે. વળી અહીં અન્ય ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પંખાની સુવિધા હેઠળ અભ્યાસ કરતા હોય ત્યારે લોખંડના પતરા નીચે અભ્યાસ કરતા અન્ય બાળકો ગરમી વચ્ચે પુસ્તકોના સહારે બફારામાંથી રાહત મેળવતા જોવા મળ્યા હતા.
બાળકો પાણી ઘરેથી લાવે છે
પંચમહાલ જીલ્લાના શહેરામાં આવેલી ઢાકલીયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પીવાનું પાણી ઘરેથી લાવી અથવા શિક્ષકો દ્વારા શાળા થી દુર આવેલા હેન્ડપમ્પમાંથી લાવી ભરેલા જગમાંથી મેળવી ઉપયોગ કરવા મજબુર બન્યા છે. શાળામાં એક બોર હતો જે પુરાઈ ગયો હતો આ ઉપરાંત હેન્ડપમ્પ જમીન દોસ્ત હાલતમાં ફેરવાઈ ગયા બાદ સરકાર દ્વારા શાળા કમ્પાઉન્ડમાં હેન્ડ પમ્પ કે બોર મુકવાની તસ્દી લેવામાં આવી નથી. ઉલ્લેખનીય છેકે શાળા પરિસરમાં એક આંગણવાડી આવેલી જેમાં પણ આંગણા હેન્ડપમ્પ શોભાના ગાંઠિયા સમાન છે એવી જ રીતે મધ્યાહન ભોજન માં પણ રસોઈ બનાવવા માટે પાણી અન્યત્ર સ્થળેથી લાવી ઉપયોગ કરવા મજબુર બન્યા છે.
પાણીના સ્ત્રોતનો અભાવ
વળી અહીં ધોરણ એકથી આઠ માં 110 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેના માટે ચાર ઓરડાની વ્યવસ્થા છે જેથી એક ઓરડાની હાલ ઘટ છે જેથી હાલ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનના પતરા વાળા શેડ નીચે બેસાડી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પાણી માટેની સુવિધા શાળા કમ્પાઉન્ડમાં કરી આપવા ઉપરાંત નવીન ઓરડો બનાવી આપવા માંગ ઉઠી છે. નોંધનીય છે કે સરકારે અહીં વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં લઈ આર ઓ સિસ્ટમ ફાળવી છે પરંતુ પાણીનો સ્તોત્ર નહિ હોવાના કારણે આ સિસ્ટમ અને વોટર કુલર એક ખૂણામાં ઉપયોગ વિહોણા થઈ પડી રહ્યા છે.
શું છે વાલીઓની માંગ, શું કહે છે શાળાના આચાર્ય?
બીજી તરફ વિદ્યાર્થીઓ અને મધ્યાહન ભોજન માટે પાણી નજીકમાં આવેલા રહેણાંક મકાનોમાંથી મેળવી અથવા ત્યાં જઈ ઉપયોગમાં લેવા મજબુર બન્યા છે. ઉલ્લેખનીય છે કે ઢાકલીયા ગામના દરેક ઘર આંગણે બોર મોટર અને હેડપંપ કરી દેવામાં આવ્યા છે પરંતુ પ્રાથમિક શાળામાં પાણીના સ્ત્રોત માટે આજદિન સુધી બોર કે અન્ય કોઈ પણ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી નથી ત્યારે બાળકોને પડતી મુશ્કેલીને લઈ શાળામાં તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે તેવી માંગ હાલ વાલીઓ કરી રહ્યા છે. જોકે શાળાના આચાર્ય જણાવી રહ્યા છે કે આગામી ડિસેમ્બર માસમાં પાણીની સગવડ કરવા સંલગ્ન વિભાગે ખાતરી આપી છે પરંતુ અહીં સમસ્યા તો લાંબા સમયથી છે.
અહેવાલ : નામદેવ પાટિલ, પંચમહાલ
આ પણ વાંચો : CHIMER WATERFALL: ચિમેર ધોધ ફરી જીવંત થયો, ગુજરાત ટૂરિઝમે કર્યો TWEET, જુઓ VIDEO
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.