Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal: ચાલુ બસે ફોનમાં મશગુલ જોવા મળ્યો બસ ચાલક, જાગૃત મુસાફરે વાયરલ કર્યો વીડિયો

ST વિભાગની સલામત સવારીના ઉડ્યા લીરેલીરા ચાલુ બસે ST બસ ચાલક મોબાઈલ ફોનમાં મશગુલ ફોનમાં મશગુલ હોવાનો બસ ચાલકનો વીડિયો વાયરલ Panchmahal: ગુજરાતની એસટી બસો પાછળ લખેલું હોય છે ‘સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ’. પરંતુ અત્યારે જે વીડિયો વાયરલ થઈ...
panchmahal  ચાલુ બસે ફોનમાં મશગુલ જોવા મળ્યો બસ ચાલક  જાગૃત મુસાફરે વાયરલ કર્યો  વીડિયો
  1. ST વિભાગની સલામત સવારીના ઉડ્યા લીરેલીરા
  2. ચાલુ બસે ST બસ ચાલક મોબાઈલ ફોનમાં મશગુલ
  3. ફોનમાં મશગુલ હોવાનો બસ ચાલકનો વીડિયો વાયરલ

Panchmahal: ગુજરાતની એસટી બસો પાછળ લખેલું હોય છે ‘સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ’. પરંતુ અત્યારે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં ક્યાંય સલામતી જેવું લાગી નથી રહ્યું છે. જી હા, દાહોદથી અમદાવાદ તરફ જતી એસટી બસમાં ચાલક બિંદાસ મોબાઈલનો ઉપયોગ કરતો જોવા મળ્યો છે. એક્સપ્રેસ વે ઉપર સ્ટિયરિંગ ઊપર મોબાઈલ રાખી એસટી બસ ચાલક મેસેજ કરતો હોય એવો વીડિયો અત્યારે સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: એકવાર ફરી લોકોના આરોગ્ય સાથે ચેડા! ઝોમેટોમાંથી મંગાલેવી મીઠાઈમાં હતી ફૂગ

Advertisement

આખરે આવી રીતે લોકોની સલામતી રાખવામાં આવશે?

આ હાઇવે ઉપરથી પસાર થઈ રહેલા વાહનોની ઓવરટેક કરતી વેળાએ એસટી બસ ચાલક મોબાઈલનો ઉપયોગ કરતાં એક જાગૃત મુસાફરે વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો છે. એસટી બસ ચાલકની હરકત જોઈ કેટલાક મુસાફરોમાં ડર પણ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. આખરે આવી રીતે લોકોની સલામતી રાખવામાં આવશે? વાહન હંકારતી વેળાએ મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી ક્યારેક શરતચુકથી અકસ્માત થશે તો કોણ જવાબદાર રહેશે? શું લોકોના જીવની કોઈ કિંમત છે કે નહીં?

આ પણ વાંચો: Ankleshwar: બુટ પહેરતા પહેલા ચેતી જજો, નહીં તો અકાળે જવું પડશે હોસ્પિટલ

Advertisement

એસટી બસ ચાલકની હરકત જોઈ મુસાફરોમાં ડર ફેલાયો

ઉલ્લેખનીય છે કે, દાહોદથી અમદાવાદ તરફ જતી બસ ચાલકનો વીડિયો અત્યારે ખુબ વાયરલ થઈ રહ્યો છે. બસમાં સવાર એક જાગૃત મુસાફરે વીડિયો બનાવી વાયરલ કરી દીધો છે. હાઈવે વાહનોની ઓવરટેક વચ્ચે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હોવાનું દેખાઈ છે. એસટી બસ ચાલકની હરકત જોઈ મુસાફરોમાં ડર ફેલાયો છે. શું આવી રીતે બસ ચલાવવી યોગ્ય છે? એક બાજૂ સલામતીના સૂત્રો લખવામાં આવે છે અને બીજી બાજું સલામત સવારીના લીરેલીરા ઉડ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતનું મસૂરી અને સ્વર્ગનો અનુભવ કરાવતું સ્થળ એટલે સાબરકાંઠાનું Polo Forest

Tags :
Advertisement

.