Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરામાં વધુ એક બસ ચાલકની બેદરકારી, અનેક લોકોના જીવ જોખમમાં મુક્યાનો વીડિયો વાયરલ

વડોદરામાં બસ ડ્રાઇવરો જાણે કે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. હજુ બે દિવસ પહેલા જ એક સિટી બસના ડ્રાઇવર દ્વારા એક યુવતિને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. તેવામાં આજે ફરી અન્ય એક બસ ડ્રાઇવરની બેદરકારી સામે આવી છે. જેમાં બસ ડ્રાઇવર અનેક મુસાફરોનો જીવ જોખમમાં મુકી રહ્યો છે. આ ઘટનાનો વીીડિયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેના પરથી સ્પષ્ટ જોઇ શકાય છે કે વડોદરામાં બસ ચ
વડોદરામાં વધુ એક બસ ચાલકની બેદરકારી  અનેક લોકોના જીવ જોખમમાં મુક્યાનો વીડિયો વાયરલ
વડોદરામાં બસ ડ્રાઇવરો જાણે કે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. હજુ બે દિવસ પહેલા જ એક સિટી બસના ડ્રાઇવર દ્વારા એક યુવતિને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. તેવામાં આજે ફરી અન્ય એક બસ ડ્રાઇવરની બેદરકારી સામે આવી છે. જેમાં બસ ડ્રાઇવર અનેક મુસાફરોનો જીવ જોખમમાં મુકી રહ્યો છે. આ ઘટનાનો વીીડિયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેના પરથી સ્પષ્ટ જોઇ શકાય છે કે વડોદરામાં બસ ચાલકો મુસાફરોના જીવ જોખમમાં મુકી રહ્યા છે.
ચાલુ બસે ફોન પર વાત
વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્વિટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં એક પીળા રંગની બસ દેખાઇ રહી છે, જેની અંદર મોટી સંખ્યામાં મુસાફરો બેસેલા છે. તેવામાં આ બસનો જે ડ્રાઇવર છે, તે ફોન પર વાત કરી રહ્યો છે. તેણે એક હાથે બસનું સ્ટીયરીંગ પકડ્યું છે અને એક હાથે ફોન પકડીને વાતો કરી રહ્યો છે. જેના કારણે બસમાં સવાર મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. ઉલ્લેખનીય છે કે ચાલુ વાહને આ રીતે મોબાઇલ પર વાત કરવી એ ગુનહો હોવા છતા આ ડ્રાઇવર આવું કરી રહ્યો છે.
Advertisement

બસ ચાલકને પોલીસે કહ્યું બસ
આ વીડિયો ટ્વિટર પર શેર કરતાની સાથે વડોદરા પોલીસે તેને કેપ્શન આપ્યું છે કે બસ ચાલકને પોલીસે કહ્યું બસ. વીડિયોમાં આગળ જોઇ શકાય છે તેમ પોલીસ દ્વારા આ બસ ડ્રાઇવરને ઇ મેમો ઇશ્યુ કરવામાં આવ્યો છે. ચાલુ બસે ફોન પર વાત કરવા બદલ પોલીસે તેને દંડ ફટકાર્યો છે. સાથે જ લોકોની જાગૃતિ માટે આ વીડિયો ટ્વિટર પર શેર પણ કર્યો છે. વડોદરાનાં આજવા રોડ વિસ્તારનો આ વીડિયો હોવાનું સામે આવી રહ્યું છે.
Tags :
Advertisement

.