Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંચમહાલ : ગોધરાના નારી સંરક્ષણ કેન્દ્રમાં શરણાઈના સુર રેલાયા

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ નારી સંરક્ષણ ગૃહમાં આજરોજ શરણાઈના સુર રેલાયા. ગોધરાના નારી સંરક્ષણ ગૃહમાં ભારતી નામની દીકરીનો નાનપણથી ઉછેર કરી તેને એક પરિવારની જેમ હૂંફ આપી તેનો આજે સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન...
પંચમહાલ   ગોધરાના નારી સંરક્ષણ કેન્દ્રમાં શરણાઈના સુર રેલાયા

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ નારી સંરક્ષણ ગૃહમાં આજરોજ શરણાઈના સુર રેલાયા. ગોધરાના નારી સંરક્ષણ ગૃહમાં ભારતી નામની દીકરીનો નાનપણથી ઉછેર કરી તેને એક પરિવારની જેમ હૂંફ આપી તેનો આજે સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા અને શિક્ષણમંત્રી કુબેર ડીંડોરની મુખ્ય ઉપસ્થિતિમાં ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા. નાનપણથી જ નારી કેન્દ્રમાં ઉછરેલ ભારતીના લગ્નનો તમામ ખર્ચ નારી સંરક્ષણ ગૃહના દાતા અને સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ લગ્ન પ્રસંગમાં દીકરીના કન્યાદાન અને ચાંદલા વિધિમાં આવેલ રકમને ફિક્સ ડિપોઝિટ કરવામાં આવશે. સાથે જ  સરકાર દ્વારા 1.50 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

Advertisement

નારી સંરક્ષણ ગૃહની દીકરીના કરાવ્યા ધામધૂમથી લગ્ન 

પંચમહાલ જિલ્લાના ગોધરા નારી સંરક્ષણ ગૃહની દીકરી ભારતીનો આજે લગ્ન પ્રસંગ યોજાયો હતો. ગોધરા સ્થિત મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે નવદંપતીને આશિષ આપવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા તથા પંચમહાલ પ્રભારી અને શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવતી સાથે વાતચીત કરી તેમના પરિવારનો હિસ્સો હોવાની અનુભૂતિ કરાવી હતી.

Advertisement

ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી રહ્યા હાજર 

ગોધરા નારી સરક્ષણ ગૃહની દીકરી ભારતીના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર સહિત ગોધરા શહેરના દાતાઓ અને અલગ અલગ લાઇન્સ ક્લબના સહયોગથી ધામધૂમ પૂર્વક લગ્ન કરવામાં આવ્યા છે. આ પ્રસંગે કેબિનેટ  શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા,ધારાસભ્ય સી.કે રાઉલજી અને નિમિષાબેન સુથાર સહિત કલેકટર, ડીડીઓ અને દાતાઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ લગ્નમાં દીકરીના માતા પિતા તરીકેની ભૂમિકા શ્રી સેવા ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર ચેરમેન યોગેશભાઈ અને પ્રીતિબેન જોષી બન્યા હતા.

Advertisement

ગોધરાના કિન્નર સમાજ દ્વારા દીકરીના લગ્નમાં હાજરી અપાઈ 

તેઓએ પોતાને દીકરી નહિ હોવાથી એક દીકરીના લગ્ન અને કન્યાદાન કરવાની મળેલી તકને પોતાનું સૌભાગ્ય માન્યું હતું. તેમજ ગોધરાના કિન્નર સમાજ દ્વારા દીકરીના લગ્નમાં હાજરી આપી દિકરિને કન્યાદાનમાં ભેટવસ્તુઓ આપી નવદંપતિને આશીર્વાદ આપી આવનાર સમયમાં આ જ રીતે યોજનાર દીકરીઓના લગ્નમાં કિન્નર સમાજ દ્વારા યથાશક્તિ કન્યાદાન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબારીયાએ લગ્ન પ્રસંગે જણાવ્યું હતું કે, આ લગ્ન પ્રસંગ માં આજે જે જાનૈયા આવ્યા છે એ તમામ અમારા મહેમાન બની આવ્યા છે.  ત્યારે નવદંપતીને આશીર્વાદ આપી આ નવદંપતિના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈશ્વર સામે ઈચ્છાઓ વ્યક્ત કરી હતી. સાથે સાથે આજે બન્ને આજે પોતાના નવ જીવનમાં પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે ત્યારે બન્નેનું જીવન સમાજમાં સારી રીતે વ્યતીત કરવા સાથે બન્ને જન સમાજ માટે એક પ્રેરણારૂપ બનો તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને આ બન્ને નવદંપતિ ને શુભકામનાઓ પાઠવી હતી.

સરકાર તરફથી કન્યાદાન સાથે સાથે દિકરીને તમામ પ્રાકરની સહાય આપવામાં આવી

બન્ને નવદંપતિને સરકાર તરફથી કન્યાદાન સાથે સાથે દિકરિને તમામ પ્રાકરની સહાય આપવામાં આવી હતી. આ લગ્નમાં દાતાઓ દ્વારા આપેલ ભેટ વસ્તુઓને લઈ ને દાતાઓના આભાર માન્યો હતો. અને વર પક્ષને જણાવ્યું હતું કે એ અમારી દીકરી છે તેનું ધ્યાન રાખજો અમારી આ દિકરિને ક્યારે દુઃખ આપતા નહિ. અને આગળ પણ અમે અમારી દીકરીનું ધ્યાન રાખીશું તેમ જણાવી આ નવદંપતિને શુભકામનાઓ પાઠવી શુભેચ્છાઓ આપી હતી.

જયારે શિક્ષણમંત્રી કુબેરભાઈએ ભારતીને તેના ભાઈ તરીકેની જવાબદારી સ્વીકારી સુખી દામ્પત્યજીવન વ્યતિત કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે કિન્નર સમાજે પણ ઉપસ્થિત રહી કન્યાદાન કરી સામાજીક ભૂમિકા અદા કરી હતી. ત્યારે ભારતીબેનના પતિએ આજ રોજ નારી કેન્દ્રની દીકરી ભારતી જોડે લગ્ન કર્યા છે ત્યારે તેઓએ પણ ગર્વની લાગણી અનુભવી હતી. આ લગ્ન પ્રસંગે કલાકારોએ સંગીત કાર્યક્રમમાં લગ્ન ગીતોની રમઝટ બોલાવી હતી. તેમજ આ દીકરીના લગ્ન અને કન્યાદાનનો તમામ ખર્ચ સરકાર અને દાતાઓએ ઉઠાવ્યો છે.

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તથા નારી સંરક્ષણ કેન્દ્રના સંયુક્ત પ્રયાસો થકી દીકરીના લગ્ન કરાયા છે.ગોધરા ખાતે આવેલા આ નારી સંરક્ષણ ગૃહે આ દીકરીને નાનપણથી પોતાની દીકરીની જેમ સાચવી છે અને એક પરિવાર જેવી હુંફ આપી છે. લગ્નમાં કરિયાવર તરીકે જીવન જરૂરી દરેક વસ્તુઓ દાતાઓ દ્વારા ભેટ કરાઈ છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો -- SURAT : અંત્રોલી ખાતે સરદાર ધામનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો

Tags :
Advertisement

.