Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal News : પ્રથમ વરસાદમાં જ ગોધરા તાલુકામાં 4 નાળાઓ પત્તાના મહેલની માફક ધોવાઈ ગયા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગોલ્લાવ, દહીંકોટ,શનિયાડા અને મેરપ સહિતના 12 થી 15 ગામોને જોડતાં માર્ગો ઉપર આવેલા ડીપ અને નાના પુલિયા પ્રથમ વરસાદમાં જ કાગળ ના મહેલ ની જેમ ધોવાણ થઈ તૂટી જતાં અવરજવર કરતાં નાના મોટા...
panchmahal news   પ્રથમ વરસાદમાં જ ગોધરા તાલુકામાં 4 નાળાઓ પત્તાના મહેલની માફક ધોવાઈ ગયા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગોલ્લાવ, દહીંકોટ,શનિયાડા અને મેરપ સહિતના 12 થી 15 ગામોને જોડતાં માર્ગો ઉપર આવેલા ડીપ અને નાના પુલિયા પ્રથમ વરસાદમાં જ કાગળ ના મહેલ ની જેમ ધોવાણ થઈ તૂટી જતાં અવરજવર કરતાં નાના મોટા વાહનો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માર્ગ મકાન વિભાગ દ્વારા હાલ હંગામી ધોરણે માટી નાંખી સમારકામ કરવા પ્રયાસ કરાયો છે પરંતુ જેમાં અકસ્માત થવાના સતત ભય વચ્ચે અહીંથી અવરજવર કરતાં સૌ પસાર થઈ રહ્યા છે, જેથી તૂટેલી રેલિંગ નવી નાંખવા ઉપરાંત તૂટેલા નાળા અને ગાબડા પાસે રેડિયમ વાળા સૂચક બોર્ડ મુકવા માંગ ઉઠી છે.

Advertisement

પંચમહાલ જિલ્લામાં થયેલ પ્રથમ ધોધમાર વરસાદ ના કારણે ગોધરા તાલુકાના છેવડાના વિસ્તારોને જોડતા નદી નાળાના પુલ દર ચોમાસે પત્તાના મહેલની માફક તૂટી જાય છે, ધોધમાર વરસેલા વરસાદે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા પુલિયામાં કોન્ટ્રકટર અને સંબધિત તંત્રની મિલિભગતનું કારસ્તાનનો પર્દાફાશ કરી દીધો છે, જેમાં ગામડાઓની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે, ગોધરા તાલુકાના સરસાવ, ભામૈયા, ગામડી, ઓરવાડા, ગોલ્લાવ, શનિયાડા અને દહીંકોટ સહિત 12 થી 15 ગામોને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ નદી નાળા પર બનાવમાં આવેલા પુલિયા પત્તાના મહેલ જેમ ધોવાઈ જતા અવર જવર કરતા નાના મોટા વાહનચાલકોને દરરોજ હાલાકી અનુભવવી પડી રહી છે.

Advertisement

પંચમહાલ જિલ્લામાં ચોમાસાની સીઝનનો પ્રથમ વરસાદ ધમાકેદાર એન્ટ્રી સાથે વરસ્યો હતો.આ વરસાદી માહોલ દરમિયાન ગોધરા અને ઘોઘંબા તાલુકાના આંતરિક માર્ગો ઉપર આવેલા કેટલાક માર્ગો અને નાળા ,કોઝ વેને ભારે નુકશાન થવા સાથે તૂટી ગયા હતા જેથી માર્ગો બંધ થઈ ગયા હતા.આ સ્થિતિ વચ્ચે અહીંથી રોજિંદી જરૂરિયાત માટે અવરજવર કરતાં રાહદારીઓ અને વાહનો જોખમી રીતે પસાર થયા હતા.દરમિયાન માર્ગ મકાન જીલ્લા પંચાયત વિભાગ દ્વારા જિલ્લામાં તૂટેલા કોઝ વે અને નાળા નું સરવે કરાવવામાં આવ્યું હતું.

Advertisement

આ સરવે દરમિયાન ગોધરા તાલુકાના પૂર્વ વિસ્તારમાં ચાર માર્ગો ઉપર નાળા તૂટી ગયા હોવાનું જણાય આવ્યું હતું જેથી સંલગ્ન વિભાગે તાત્કાલિક ધોરણે માટી પુરાણ કરી અવરજવર થઈ શકે એવું આયોજન કર્યુ હોવાનું માર્ગ મકાન વિભાગના અધિકારી જણાવી રહ્યા છે.જોકે તૂટેલા નાળાના સ્થળે સ્થિતિ કઈક અલગ જ જોવા મળી હતી.અહીંના સ્થાનિકો અને વાહન ચાલકો તૂટેલા નાળા તેમજ પડેલા ગાબડાના કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનું જણાવી રહ્યા છે.આ ઉપરાંત આ સ્થળોએ સતત અકસ્માતની દહેશત પણ વ્યક્ત કરી રહ્યા છે.તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય સમારકામ કરવામાં આવે એવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

ગોધરા તાલુકાના પૂર્વ વિસ્તારમાં પ્રથમ વરસાદે જ ભારે વેગીલું પાણી વહેતાં ડીપ નાળા તૂટી ગયા હતા .આ નાળાની ગુણવત્તા સામે પણ સ્થાનિક રહીશો સવાલ ઉઠાવી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે એક જ વરસાદમાં આ સ્થિતિ થઈ છે જેથી યોગ્ય કામગીરી કરવામાં આવે તો કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ આવી શકે એમ છે.બીજી તરફ ખેડૂતોને આ તૂટેલા નાળાના કારણે કોતર કે નદીના પેલે પાર આવેલા ખેતરોમાં અવરજવર કરવા માટે ખૂબ તકલીફ સહન કરવી પડતી હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો : Surat News : વૃદ્ધ બાની મદદે આવી સુરત પોલીસ, આશ્રમમાં આશરો અપાવ્યો

Tags :
Advertisement

.