Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Panchmahal: ગરીબોના કોળિયોમાં ગેરરીતિ આચરનારાઓ સામે મોટી કાર્યવાહી

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સસ્તું અને સારું અનાજ મળી રહે તે માટે રાજ્ય સરકાર રેશનિંગ પદ્ધતિ દ્વારા ગરીબોમાં અનાજ વિતરણ યોજના ચલાવી રહી છે. ગરીબોના હિસ્સાનો અનાજમાં ભારે ગોલમાલ પંચમહાલ જિલ્લામાં સસ્તા અનાજના દુકાનના...
05:12 PM Nov 28, 2023 IST | Maitri makwana

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સસ્તું અને સારું અનાજ મળી રહે તે માટે રાજ્ય સરકાર રેશનિંગ પદ્ધતિ દ્વારા ગરીબોમાં અનાજ વિતરણ યોજના ચલાવી રહી છે.

ગરીબોના હિસ્સાનો અનાજમાં ભારે ગોલમાલ

પંચમહાલ જિલ્લામાં સસ્તા અનાજના દુકાનના કેટલાક સંચાલકો ગરીબોના હિસ્સાનો અનાજમાં ભારે ગોલમાલ કરતાં હોય છે. અને જિલ્લાના ગરીબો માટેનું સરકારી અનાજ બારોબાર સગેવગે કરવાના કાળા કરતૂતનો અને કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે.

ગેરરીતિ આચનાર સામે પગલાં 

પંચમહાલ જિલ્લાના જિલ્લા પુરવઠા વિભાગના અધિકારી એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા જિલ્લાના અનેક સરકારી અનાજની દુકાન તેમજ ગોડાઉનની આકસ્મિક તપાસ કરી રહ્યા છે. અને ગેરરીતિ આચનાર સામે પગલાં લઈ રહ્યા છે.

આકસ્મિક ચેકીંગ યથાવત જોવા મળી 

આકસ્મિક ચેકીંગ યથાવત જોવા મળી રહી છે. સાથે જ સસ્તા અનાજના સંચાલકો સરકારી અનાજમાં ગેરરીતિ આચરતા હોય તે પણ સામે આવતા ખલબળાટ મચી જવા પામી હતી.

સરકારી સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક ચેકીંગ

જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા અને તેઓની ટીમ દ્વારા છેલ્લા દોઢ માસ દરમ્યાન જિલ્લાના ગોધરા, કાલોલ, મોરવા હડફ, શહેરા અને ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક ચેકીંગ કરવામાં આવી હતી.

11 દુકાનોમાંથી ગંભીર ગેરરીતિઓ મળી આવી હતી

છેલ્લા દોઢ માસ દરમ્યાન કુલ 60 દુકાનોમાં ચેકીંગ દરમ્યાન 13 દુકાનોમાંથી ગેરરીતી અને 11 દુકાનોમાંથી ગંભીર ગેરરીતિઓ મળી આવી હતી. અને 8 ઈસમો દ્વારા અતિ ગંભીર ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું હતું.

11 સસ્તા અનાજની દુકાનોના પરવાના કાયમી રીતે રદ્દ

સરકારી અનાજમાં ગંભીર ગેરરીતિઓ આચરનાર 11 સસ્તા અનાજની દુકાનોના પરવાના કાયમી રીતે રદ્દ કરી દેવામાં આવ્યો છે. ત્યારે 13 સસ્તા અનાજની દુકાનોના પરવાના 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

34.45 લાખનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો 

સાથે જ સરકારી અનાજમાં અતિ ગંભીર ગેરરીતિ આચરનાર 8 ઈસમો સામે PBM મુજબ કાર્યવાહી કરવામાં માટેની દરખાસ્ત જિલ્લા કલેકટરને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મોકલવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી દરમ્યાન 34.45 લાખનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે.

90 દિવસ માટે પરવાના મોકૂફ

1. જે.સી .ચૌહાણ બેઢીયા કાલોલ
2. બી એ પટેલ ખટવા મોરવા હડફ
3. જીવનભાઈ બચુભાઈ વાવ જાબ ઘોઘંબા
4. સુજેલા કાસીમ અહેમદ હુસેન સામલી ગોધરા ગ્રામ્ય
5. પગી ગમીરસિંહ સોમાભાઈ ચોપડા મોરવા હડફ
6. મુકેશભાઈ નાનસિંહ પરવડી ગોધરા ગ્રામ્ય
7. ખોજા મનસુરઅલી ફિરોજ અલી ખાંડીવાવ જાંબુઘોડા
8. સંગીતાબેન પી રાઠોડ ધોળીકુઇ હાલોલ
9. ઉર્મિલાબેન કલ્પેશકુમાર ડામોર મેખર મોરવા હડફ
10. શારદાબેન ભરતકુમાર પટેલ ખાબડા મોરવા હડફ
11. કપિલાબેન પ્રતાપભાઈ બારીયા બીલીથા શહેરા
12. ધી આદિવાસી વી.સ. ગ્રા.ભ.લી, બિલવાણીયા મોરવા હડફ
13. કનુભાઈ આર રાઠવા રાણીપુરા ગોધરા ગ્રામ્ય

પરવાના કાયમી રદ

1. મીનાબેન રંગીતભાઈ ગણાવા કંકુ થાભલા ગોધરા ગ્રામ્ય
2. રફિકભાઈ કાદિરભાઈ ઘાંચી, જીતપુરા 2 ગોધરા ગ્રામ્ય
3. ખત્રી અબ્દુલભાઈ કરીમભાઈ ચાલવડ જાંબુઘોડા
4. નિશાર અહેમદ ઈબ્રાહીમ મન્સુર સારંગપુર ગોધરા ગ્રામ્ય
5. યાકુબ અલી આહીર અલી વોરા ચલાલી કાલોલ
6. વિરાંગ વિરેન્દ્રસિંહ ખેર કાલોલ કાલોલ
7. મિતેશ પરમાનંદ શાહ કસનપુર મોરવાહડફ
8. વી કે ગઢવી વેગનપુર ગોધરા ગ્રામ્ય
9. જય માતાજી પંચજી યુ શક્તિ મંડળ નાડા શહેરા
10. સલીહાબેન ઇદરીશભાઈ વોરા રીંછિયા ઘોઘંબા
11. મકરાણી મહંમદ રફીક મહેબૂબઅલી જોજ ઘોઘંબા

આ પણ વાંચો - ગુજરાતનું ભારતના સ્પેશિયાલીટી કેમિકલ્સમાં 40% યોગદાન આપવાનું લક્ષ્ય

Tags :
ActionGujaratGujarat Firstmaitri makwanapanchmahalpoorrightswrongdoers
Next Article