Panchmahal: સર્જરીની માનતા પુરી કરવા પિતા વૈષ્ણોદેવી જવા રવાના
અહેવાલ- નામદેવ પાટીલ, પંચમહાલ
જ્યારે મનુષ્ય ઉપર કોઈપણ આપત્તિ અચાનક આવી પહોંચે ત્યારે તેને સૌથી પ્રથમ દવા સારવાર અને બીજો અતૂટ વિશ્વાસ ભગવાન ઉપર હોય છે. દવા સારવાર સાથે સૌ કોઈ ભગવાનને પોતાના ઉપર આવેલી આપત્તિમાંથી મુક્ત કરાવે એવી પ્રાર્થના કરવામાં આવતી હોય છે.
એમાં પણ ક્યારેક કોઈ ગરીબ પરિવાર ઉપર મોટી આપત્તિ આવી જાય અને તેનો કોઈ જ સહારો ન હોય એવી સ્થિતિમાં આવો વ્યક્તિ પોતાના મનોમન આપત્તિમાંથી મુક્ત થવા માટે ભગવાનની માનતા એટલે કે બાધા રાખતો હોય છે અને એ બધા ક્યારેક ખૂબ જ કઠોર તપશ્ચર્યા વાળી કે પીડાદાયક પણ હોય છે.
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના બડનેરા ગામના એક લુહાર પરિવાર નો પુત્ર પોતાના ઘરે ઉત્તરાયણ પર્વે પતંગ ચગાવી રહ્યો હતો દરમિયાન નજીક માંથી પસાર થતી વીજ વાયર સાથે સંપર્કમાં આવી જતાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. આ ઇજાગ્રસ્ત પુત્રને ગરીબ પરિવાર દવાખાને લઈ ગયો હતો.
દરમિયાન આ લુહાર પરિવારે માતાજીની રાખેલી માનતા અને આસ્થાનો જાણે ચમત્કાર થયો અને તેઓના પુત્રને પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી સાથે સાથે જ પુત્રનો આબાદ બચાવ થયો .માતાજીએ તેઓની માનતા નો સ્વીકાર કર્યો હોવાનું માની લુહાર પરિવારના આ સભ્ય ત્રણ વર્ષ અગાઉ પોતાના પુત્ર અને સાથે લઈ વૈષ્ણોદેવી જવા માટે ગબડતા ગબડતા નીકળ્યા હતા અને સફળતાપૂર્વક તેઓ વૈષ્ણોદેવી પહોંચી ગયા હતા.
ગરમીમાં ડામર માર્ગ ઉપર ચપ્પલ વિના માંડ સો ડગલાં પણ ચાલવું અઘરું બને છે એવી સ્થિતિમાં લુહાર પરિવારના સભ્ય પોતે ગબડતા ગબડતા જઈ રહ્યા છે જેની પીડા અને વેદના કદાચ કલ્પના પણ ન કરી શકાય એવી હોઈ શકે .પરંતુ અહીં તેઓના જણાવ્યા મુજબ તેઓને કોઈ પણ પ્રકારની પીડા નથી થતી જેને તેઓ માતાજી નો ચમત્કાર માને છે.
તેઓની આસ્થા અને માતાજીની કૃપા નિહાળી પ્રભાવિત થયેલા પાડોશી પણ હાલ સાથે જઈ રહ્યા છે .તેઓ સાયકલ લઈને જઈ રહ્યા છે પરંતુ મહત્વની વાત તો એ છે કે આ સાયકલને પેડલ પણ નથી રાખવામાં આવ્યા કે ચેઇન પણ નથી બેસાડવામાં આવી જેથી સાયકલનો ઉપયોગ માત્ર ને માત્ર તેઓ સામાન મૂકવા માટે જ કરી રહ્યા છે.
આ પણ વાંચો - Chhotaudepur: ખેડૂતો તંત્રની ઘોર ઉપેક્ષાનો ભોગ બન્યા