Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંચમહાલ - દરગાહ ખાતે માથું ટેકવી માનતા પૂરી કરવા ગયેલા પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

અહેવાલ - નામદેવ પાટિલ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુરેલી ગામનો યુવક તેના માતા-પિતા સાથે ગઈકાલે સોમવારના રોજ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર આવેલ હજરત સદનશાહ પીરની દરગાહ ખાતે માથુ ટેકવવા માટે અને દરગાહની માનતા પુરી કરવા માટે આવ્યો હતો. જેમાં...
પંચમહાલ   દરગાહ ખાતે માથું ટેકવી માનતા પૂરી કરવા ગયેલા પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

અહેવાલ - નામદેવ પાટિલ

Advertisement

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુરેલી ગામનો યુવક તેના માતા-પિતા સાથે ગઈકાલે સોમવારના રોજ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર આવેલ હજરત સદનશાહ પીરની દરગાહ ખાતે માથુ ટેકવવા માટે અને દરગાહની માનતા પુરી કરવા માટે આવ્યો હતો. જેમાં ડુંગર પર પહોંચી મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલ સદનશાહ પીરની દરગાહે યુવક સહિત તેઓના માતા-પિતાએ દરગાહ ખાતે માથું ટેકવી પોતાની માનતા પૂર્ણ કરી હતી.

જે બાદ યુવક પોતાના માતા-પિતા સાથે પાવાગઢની ડુંગર પરથી પગથીયાથી નીચે ઉતરી રહ્યા હતા તે વખતે યુવકને પેશાબ લાગતા તેઓ પાવાગઢ ખાતે આવેલ ભદ્રકાળી મંદિર તરફના રસ્તા પર આવેલ એક ખીણ નજીક ડુંગરની ધાર પર ઉભા રહીને પેશાબ કરી રહ્યો હતો, તે દરમિયાન અચાનક જ યુવકનો પગ લપસી જતા યુવક ડુંગરની ધાર પરથી હજારો ફૂટ જેટલી ઊંડી ભયાનક ખીણમાં જઈને પડ્યા હતો. માતા-પિતાની સામે જ યુવક ખીણમાં પડી જતા યુવકના માતા-પિતા આવાચક થઈ ગયા હતા અને અચાનક બનેલ બનાવથી તેઓ ડરી ગયા હતા અને બુમાબૂમ કરી હતી. આસપાસથી પસાર થતા યાત્રાળુઓ સહિત સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક સમગ્ર બનાવ અંગે પાવાગઢ પોલીસને જાણ કરી દેવામાં આવી હતી.

Advertisement

સમગ્ર ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ હાલ વરસાદી વાતાવરણ હોય સાંજનો સમય હોવાથી ધુમ્મસભર્યું વાતાવરણના કારણે સમગ્ર વાતાવરણમાં અંધારપટ જેવો માહોલ સર્જાતા અને ઊંડી ભયાનક જોખમી ખીણ હોઈ યુવકની શોધખોળ અટકાઈ હતી અને પોલીસે બીજા દિવસે એટલે કે આજે વહેલી સવારે હાલોલ ફાયર ફાઈટરની ટીમની મદદ લઈ તેઓને સાથે રાખી હજારો ફૂટ જેટલી જોખમી ઊંડી ખીણમાં યુવકની શોધખોળ આરંભી હતી. જેમાં હાલોલ ફાયર ફાઈટરની ટીમ, પાવાગઢ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓએ કલાકોની ભારે જહમત બાદ જોખમી અને ભયાનક લપસણી ઢોળાવવાળી ખીણમાંથી યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

મૃત યુવકના મૃતદેહને દોરડાની મદદથી બાંધી ઊંચકીને ખીણમાંથી ભારે જોખમ ઉઠાવી ફાયર ફાયટર અને પોલીસના કર્મચારીઓએ બહાર કાઢી હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ખુશી ખુશી માતા-પિતા સાથે પાવાગઢ ખાતે સદનશાહ પીરની દરગાહે માનતા પૂરી કરવા માથું ટેકવવા આવેલ યુવાનનું ઊંડી ખીણમાં પડી જઈ અકાળે કરુણ મોત નીપજતા માતા-પિતા ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને તેઓએ કલ્પાંત કરી મુકતા સમગ્ર વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. સમગ્ર બનાવ અંગે પાવાગઢ પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Gondal : ગોંડલ પોલીસે પ્લાસ્ટિકના વેસ્ટ મટીરીયલની આડમાં લઇ જવાતો દારુ ઝડપ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.