Bhavnagar: પાલીતાણામાં સ્કૂલ બસનાં ડ્રાઈવરે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલા, પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ
- માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો
- પાલીતાણામાં વિદ્યાર્થીની સાથે અડપલાં કરનાર શખ્સ ઝડપાયો
- ચ.મો. વિદ્યાલયની વિદ્યાર્થીની સાથે ડ્રાઈવરે કર્યા હતા અડપલા
માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાવનગરનાં પાલીતાણા શહેરમાં 13 વર્ષની વિદ્યાર્થીની પર સ્કૂલ વાહનનામં ડ્રાઈવરે અડપલા કર્યા હતા. 13 વર્ષની વિદ્યાર્થીની સાથે ગંદી હરકત કરી અડપલા કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી હતી. તળેટી ખાતે આવેલ ચ.મો. વિદ્યાલયની વિદ્યાર્થીની સાથે બનાવ બન્યો હતો. વાલીઓ દ્વારા સ્કૂલમાં જાણ કરવામાં આવી હતી.
સ્કૂલનાં ટ્રસ્ટ્રીઓ દ્વારા મામલો દબાવી દેવા જણાવ્યું
વિદ્યાર્થીનીના પિતા દ્વારા આ સમગ્ર મામલે સ્કૂલનાં સંચાલકોને જાણ કરવામાં આવતા સ્કૂલનાં ટ્રસ્ટીઓ દ્વારા મામલો દબાવી દેવા જણાવ્યું હતું. આ સમગ્ર બાબતે જૈન સમાજનાં આગેવાનો દ્વારા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ઈક્કો ચાલક ડ્રાઈવર જાહિદભાઈ ઈકબાલભાઈ કાજીએ અડપલા કરતા ગુનો દાખલ કરાયો હતો. પોલીસે વિધર્મી ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Bhavnagar ના પાલિતાણામાં વિદ્યાર્થિની સાથે બની છેડતીની ઘટના | Gujarat First
13 વર્ષની વિદ્યાર્થિની સાથે ડ્રાઈવરે અડપલા કર્યાનો આરોપ
ચત્રભૂજ મોતીલાલ વિદ્યાલયની વિદ્યાર્થીની સાથે બની ઘટના
જૈન સમાજના આગેવાનોએ ટાઉન પોલસ મથકમાં નોંધાઈ ફરિયાદ
સ્કૂલ બસ ડ્રાઈવર જાહિદ સામે પોલીસે ગુનો… pic.twitter.com/QWpkjoG7o8— Gujarat First (@GujaratFirst) March 23, 2025
આ પણ વાંચોઃ Surat: 'જનભાગીદારીથી જળસંચય' ના 27, 300 કામોનું ઈ-ખાતમૂહુર્ત કરતા કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલ
પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
આ સમગ્ર મામલે ટ્રસ્ટી સહિત સ્કૂલ સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્કૂલનાં ટ્ર્સ્ટીઓ ફરિયાદ કરવા મદદે પણ ના આવ્યાનો પીડિત પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જૈન નગરીમાં બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. બાળકીએ શાળામાં વાત કરી તો સ્કૂલે કઈ પગલા ન ભર્યા હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. બાળકીએ માતા-પિતાને વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જો કે આગેવાનો ઉપસ્થિત રહી ફરિયાદ દાખલ કરાવી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ IPS Ravindra Patel ના પત્ની, પૂર્વ આઈપીએસ પિતા સહિતના સંબંધીઓ કેમ ચઢ્યાં SEBI ના ચોપડે ?