Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Palitana Jain Tirth : શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સહિત જૈન આગેવાનને બદનામ કરનાર સામે ફરિયાદ

પાલિતાણા અને અમદાવાદમાં પોલીસ ફરિયાદ એક જ દિવસે બંને ગુના નોંધાયા મના રાઠોડ અને ભરત રાઠોડ કાનૂની ભીંસમાં Palitana Jain Tirth : શત્રુંજય ગિરિરાજની પવિત્રતા તથા સુરક્ષાના મુદ્દાઓને લઈને નારાજ જૈન સમાજે (Jain Community) ગુજરાત સહિત દેશભરમાં દોઢેક વર્ષ...
palitana jain tirth   શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સહિત જૈન આગેવાનને બદનામ કરનાર સામે ફરિયાદ
  • પાલિતાણા અને અમદાવાદમાં પોલીસ ફરિયાદ
  • એક જ દિવસે બંને ગુના નોંધાયા
  • મના રાઠોડ અને ભરત રાઠોડ કાનૂની ભીંસમાં

Palitana Jain Tirth : શત્રુંજય ગિરિરાજની પવિત્રતા તથા સુરક્ષાના મુદ્દાઓને લઈને નારાજ જૈન સમાજે (Jain Community) ગુજરાત સહિત દેશભરમાં દોઢેક વર્ષ અગાઉ દેખાવો કર્યા હતા. પાલિતાણા જૈન તીર્થ ખાતે માથાભારે શખસોનો ત્રાસ, ગિરીરાજ પર વધી રહેલા ગેરકાયદેસર દબાણો-મકાનો અટકાવવા અને તળેટીમાં દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવા જૈન સમાજે માગ કરી હતી. અઢી વર્ષ બાદ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન (Palitana Police Station) માં લેન્ડ ગ્રેબિંગી ફરિયાદ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં પણ એક જ દિવસે જૈન આગેવાનને બદનામ કરવાની ફરિયાદને લઈને જૈન સમાજમાં આશા જાગી છે. તંત્ર હરકતમાં આવતા જૈન સમાજના અગ્રણીઓએ ગુજરાત સરકાર (Gujarat Government) નો આભાર માન્યો છે. પાલિતાણા જૈન તીર્થ (Palitana Jain Tirth) ખાતે કોણે કર્યું હતું દબાણ અને કોની હતી દાદાગીરી. વાંચો આ અહેવાલમાં...

Advertisement

306 ચો.મી. જમીન પચાવનારા પિતા-પુત્ર સામે ફરિયાદ

અમદાવાદમાં રહેતા જૈન અગ્રણી વિરેશ શેઠે પાલીતાણા તળેટીમાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામની વર્ષ 2021ના અંતમાં તંત્રને ફરિયાદ આપી હતી. પાલીતાણા જૈન તીર્થ (Palitana Jain Tirth) ની તળેટીમાં મના ભોપાભાઇ રાઠોડ અને તેમના પુત્ર ધર્મેશ રાઠોડે લાખો રૂપિયાની સરકારી જમીન પર એક મકાન તાણી દીધું હતું. રાઠોડ પરિવારે કરેલા ગેરકાયદેસર બાંધકામ અંગે અરજી થતાં આક્ષેપિત મના રાઠોડે હાઇકોર્ટ (Gujarat High Court) નું શરણ લીધું હતું. ગત મે-2024માં અદાલતનો મનાઈ હુકમ હટી જતાં ભાવનગર કલેક્ટરે (Collector Bhavnagar) આક્ષેપિતો સામે ગુનો નોંધવા હુકમ કર્યો હતો. જે હુકમ આધારે પાલિતાણા સર્કલ ઑફિસરે (Palitana Circle Officer) પોલીસ સ્ટેશન પાલિતાણા ટાઉનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabbing Act) હેઠળ મના રાઠોડ અને તેના પુત્ર ધર્મેશ રાઠોડ સામે FIR નોંધાવી છે.

જૈન અગ્રણીને બદનામ કરનાર સામે નોંધાયો ગુનો

ડોળી કામદારો માટે સેવાકીય કાર્યો કરતા વિરેશ શેઠ (Viresh Sheth) ને બદનામ કરવા કાવતરૂં રચનારા ભરત રાઠોડ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) ગુનો નોંધ્યો છે. Palitana Jain Tirth ખાતે ડોળી કામદારોના બની બેસેલા પ્રમુખ ભરત રાઠોડે વિરેશ શેઠને બદનામ કરવા સમાચાર માધ્યમોનો દૂરઉપયોગ કર્યો હતો. વિરેશ શેઠ લાખો-કરોડોનો ફાળો ઉઘરાવી વહીવટી અધિકારી સામે ધાર્મિક ઉશ્કેરણી કરે છે તેવા સમાચાર સ્થાનિક અખબાર (Local Media) માં ભરત રાઠોડે પ્રસિદ્ધ કરાવ્યા હતા. આ ઉપરાંત એક અન્ય મીડિયાનો લોગોનો દુરઉપયોગ કરી ભરત રાઠોડે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી (Anandji Kalyanji Pedhi) અને વિરેશ શાહ વિરૂદ્ધ જૈન તથા હિન્દુ સમાજમાં વર્ગ વિગ્રહ (Class Discrimination) પેદા થાય તેવા સમાચાર બનાવી સોશિયલ મીડિયા પર ફરતા કર્યા હતા.

Advertisement

રાઠોડ બંધુઓ સામે કાનૂની સકંજો કસાયો

પાલિતાણા એસડીપીઓ મિહિર બારીયા (Mihir Bariya DySP) સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાતા રાઠોડ પિતા-પુત્ર ફરાર થઈ ગયા છે. પાલિતાણા જૈન તીર્થ (Palitana Jain Tirth) ખાતે ડોળી કામદારો પર પ્રભુત્વ ધરાવતા મના રાઠોડ ઉર્ફે મના ભરવાડ બે દસકાથી એસોસીએશનના પ્રમુખ હતા. મના રાઠોડની ડોળીના ધંધામાં પકડ હતી અને બે ખુરશીની ડોલીની મોનોપોલીના કારણે મોટાભાગની આવક તેમના હિસ્સે જતી હોવાની માહિતી સામે આવી છે. શત્રુંજય મહાતીર્થ (Shetrunjay Mahatirtha) ખાતે મના રાઠોડ પોતાની મનમાની ચલાવતા હોવાના પણ આરોપ લાગી ચૂક્યાં છે. મના રાઠોડે એસોસીએશનના નામ હેઠળ 1250થી વધુ ડોળી કામદારોને લાયસન્સના સ્થાને ઓળખપત્ર બનાવી આપ્યા હતા. મના રાઠોડ ઉર્ફે મના ભરવાડ (Mana Rathod alias Mana Bharwad) સામે દોઢેક વર્ષ અગાઉ ડોળી કામદારો પાસેથી ખંડણી વસૂલવાના ગુના (Extortion Case) નોંધાતા પાસા હેઠળ જેલવાસ પણ ભોગવ્યો હતો. જ્યારે મના રાઠોડ જેલમાં જતાં 2017 વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP) સાથે સંકળાયેલા ભરત રાઠોડ બળજબરીપૂર્વક ડોળી કામદારોના પ્રમુખ બની બેઠા હતા. અત્રે નોંધનીય છે કે, વર્ચસ્વની લડાઈમાં ડોળી કામદારો બે દસકાથી મામલતદાર પાસે પરવાનો રિન્યુ કરાવ્યો નથી.

આ પણ વાંચો:  Khanjan : બુકી બજારમાં ચર્ચા, કરોડપતિ ખંજનને CID એ કેમ ઉઠાવ્યો?

Advertisement

Tags :
Advertisement

.