Pahalgam Terrorist Attack : હિન્દુ ધર્મની પુષ્ટિ કરી પર્યટકોની નિર્દયતાથી હત્યા કરાઈ- C. R. Patil
- Pahalgam Terrorist Attack પર કેન્દ્રીય મંત્રી C. R. Patil ની તીખી પ્રતિક્રિયા
- હિન્દુ ધર્મની પુષ્ટિ કર્યા બાદ પર્યટકોની નિર્દયતાથી હત્યા કરાઈ - C. R. Patil
- આંતકી હુમલાની હું સખત શબ્દોમાં નિંદા કરું છું - C. R. Patil
- ગુજરાતના ત્રણ સહિત 28 ભારતીયોનું જીવ ગુમાવવું અત્યંત દુઃખદ - C. R. Patil
Pahalgam Terrorist Attack : મંગળવારે બૈસરન ખીણના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ અને નિઃશસ્ત્ર પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હીચકારા હુમલામાં 26 નિર્દોષોનો ભોગ લેવાયો છે. આ હુમલા પર કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ (C. R. Patil) એ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મની પુષ્ટિ કરી પર્યટકોની નિર્દયતાથી હત્યા કરાઈ હતી. આતંકી હુમલાનો બદલો જરૂર લેવાશે.
C. R. Patil ની તીખી પ્રતિક્રિયા
મંગળવારે બૈસરન ખીણના પહેલગામમાં આતંકવાદીઓએ કરેલ હુમલાની ચોમેર ટીકા થઈ રહી છે. આ હુમલાને કડક શબ્દોમાં આખા વિશ્વમાં વખોડવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી C. R. Patil એ પણ આ હુમલાને વખોડી કાઢ્યો છે. તેમણે કહ્યું કે, હિન્દુ ધર્મની પુષ્ટિ કરી પર્યટકોની નિર્દયતાથી હત્યા કરાઈ છે. હુમલાની હું સખત શબ્દોમાં નિંદા કરું છું. ગુજરાતના 3 નાગરિક સહિત 28 ભારતીયોની હત્યા અત્યંત દુઃખદ ઘટના છે.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : PM મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક શરૂ, ગૃહપ્રધાન-રક્ષમંત્રી અને NSA અજીત ડોભાલ હાજર
આતંકી હુમલાનો બદલો જરૂર લેવાશે - C. R. Patil
પહેલગામમાં આતંકવાદીઓએ કરેલ હુમલા પર કેન્દ્રીય મંત્રી C. R. Patil એ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પત્ની-બાળકોની સામે પર્યટકોની હત્યા કરવામાં આવી. આ આતંકી હુમલાથી સમગ્ર દેશને આઘાત લાગ્યો છે. આ સમાચાર સાંભળીને
વડાપ્રધાન મોદી (Prime Minister Modi) તરત જ ભારત પરત ફર્યા છે. હવે આતંકી હુમલાનો બદલો જરૂર લેવાશે. ભારત કડક કાર્યવાહી કરશે. જનતાને પૂરો વિશ્વાસ છે. દેશ એકતાથી જવાબ આપશે. આવી ઘટના ફરીથી ન બને તે માટેઆપણે દેશ તરીકે કટિબદ્ધ છીએ.
આ પણ વાંચોઃ Gandhinagar: જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં આતંકી હુમલા બાદ ગાંધીનગર કલેક્ટરે લીધો મોટો નિર્ણય