ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : જન્માષ્ટમીના પાવન દીવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયુ અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલનો આ 163 મું અંગદાન 3 વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું એક લીવર અને બે કીડનીનું દાન મળ્યુ Ahmedabad:સુરેન્દ્રનગરના બાબુભાઇ(Babubhai) સારવાર દરમિયાન બ્રેઇન ડેડ (Brain dead)થતા પરિજનો (family members) એ અંગદાન (organ donation)નો નિર્ણય કરીને 3 વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું....
09:08 PM Aug 29, 2024 IST | Hiren Dave

Ahmedabad:સુરેન્દ્રનગરના બાબુભાઇ(Babubhai) સારવાર દરમિયાન બ્રેઇન ડેડ (Brain dead)થતા પરિજનો (family members) એ અંગદાન (organ donation)નો નિર્ણય કરીને 3 વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું. એક લીવર અને બે કીડનીનું દાન મળ્યુ.વરસાદ વરસી રહ્યો છે. આ ભારે વરસાદની વચ્ચે અમદાવાદ (Ahmedabad)સિવિલ હોસ્પિટલમાં જન્માષ્ટમી (Janmashtami) ના પાવન દિવસે અંગદાન થયું છે.

બાબુભાઇ સારવાર દરમિયાન મોત  થયું  હતું

અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલનો આ 163 મું અંગદાન છે. સિવિલ હોસ્પિટલ ખાતે 163 માં અંગદાનની વાત કરીએ તો ગામ પાણશીણા,જી. સુરેન્દ્રનગરના વતની એવા બાબુભાઇ પેથાભાઇ ચૌહાણને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત બાબુભાઇને સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ,અમદાવાદમાં તા. 25ઓગસ્ટના રોજ લાવવામાં આવ્યા હતા.

આ પણ  વાંચો - પોરબંદર-સોમનાથ હાઈવે છેલ્લા 36 કલાકથી પાણીમાં ગરકાવ

પરીવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો

Ahmedabad Civil Hospital માં સારવાર દરમિયાન તા.26 મી ઓગષ્ટે ડોક્ટરોએ બાબુભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. બાબુભાઇના પત્ની અરુણાબેન, પુત્ર વરુણ, પુત્રી ગોપીબેન, મોટાભાઇ માવજીભાઇ તથા લાલજીભાઇ, બનેવી મોહનભાઇ, સાળા દીલીપભાઇ, તેમજ ભત્રીજા વિસ્વજીત અને રમેશકુમાર સહિત તમામ પરીવારજનોએ મએકસાથે મળી સર્વસંમતિથી બાબુભાઇના અંગોનું દાન કરવાનો ખુબ જ ઉમદા નિર્ણય કર્યો.બાબુભાઇ અને તેમના પરીવારજનો સિવિલ હોસ્પિટલના પુર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.ગુણવંત રાઠોડના ઓળખાણ માં હોઇ સિવિલ હોસ્પિટલ દ્વારા ડો.રાઠોડ સાહેબને જાણ કરતા તેમની સમજાવટ થી પરીવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો.

આ પણ  વાંચો -Banaskantha : સાધ્વીજીની છેડતી મામલે સાંસદ Geniben Thakor ના પોલીસ પર ગંભીર આરોપ..!

સિવિલ હોસ્પિટલ  અત્યાર સુધીમાં કુલ163 અંગદાતા

અમદાવાદ(Ahmedabad)સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દીવસમાં ત્રણ અંગદાન સિવિલ હોસ્પિટલ ખાતે થયા છે જેમાં છેલ્લા બંને અંગદાન મા તમામ પરીવારજનો એ સાથે મળી અંગદાનનો નિર્ણય કર્યો છે. સરકાર અને અન્ય સંસ્થાઓ ના પ્રયાસો થકી સમાજ માં અંગદાન માટે આવેલ જાગ્રુતિનું આ પરીણામ છે.બાબુભાઈ ના અંગદાનથી મળેલ બે કીડની, એક લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.આમ આ અંગદાન થી કુલ ત્રણ લોકોની જીંદગી આપણે બચાવી શક્યા છીએ.સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ163 અંગદાતાઓ થકી કુલ 527 અંગોનું દાન મળ્યું છે. જેના થકી 511વ્યકિતઓને નવજીવન મળ્યુ છે.

અહેવાલ  -સંજય જોષી-અમદાવાદ 

Tags :
3 personsAhmedabadAhmedabad Civil HospitalBabubhaiBrain-deadfamily membersJanmashtamiorgan donationSurendrang
Next Article