Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Parshottam Rupala સામે ફરી એકવાર રાજપૂત સમાજ આકરા પાણીએ, તમામ હોદ્દા પરથી મુક્ત કરવા માંગ

વાણી વિલાસનો કરવા બદલ Parshottam Rupala ક્ષત્રિય સમાજની માફી માંગ શ્રી રામ બાબતે કરેલી ટિપ્પણી મુદ્દે રાજપૂત સમાજમાં ફરી એક વાર નારાજગી રાજપૂત સમાજના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જાહેર કરી પ્રેસ નોટ Parshottam Rupala: રાજકોટના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના...
parshottam rupala સામે ફરી એકવાર રાજપૂત સમાજ આકરા પાણીએ  તમામ હોદ્દા પરથી મુક્ત કરવા માંગ
  1. વાણી વિલાસનો કરવા બદલ Parshottam Rupala ક્ષત્રિય સમાજની માફી માંગ
  2. શ્રી રામ બાબતે કરેલી ટિપ્પણી મુદ્દે રાજપૂત સમાજમાં ફરી એક વાર નારાજગી
  3. રાજપૂત સમાજના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જાહેર કરી પ્રેસ નોટ

Parshottam Rupala: રાજકોટના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પરશોત્તમ રૂપાલા દ્વારા એક સભામાં રામ અને વાલી વિશે વાત કરી હતી. તે બાબતને લઈને અત્યારે રાજપૂત સમાજે ફરી એકવાર પોતાનો વિરોધ નોંધાવ્યો છે. પરશોત્તમ રૂપાલા દ્વારા આરાધ્ય દેવ ભગવાન રામ ટિપ્પણી મુદ્દે રાજપૂત સમાજમાં ફરી એક વાર નારાજગી જોવા મળી રહીં છે. રાજપૂત સમાજે કહ્યું છે કે, આવા વાણી વિલાસનો પ્રયોગ કરવા બદલ ક્ષત્રિય સમાજની રૂપાલા માફી માગે તેવી માંગણીઓ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Talala Health Centre: હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીઓને ભારે હાલાકી, બાંકડા પર ચડી રહ્યાં છે બાટલા

Advertisement

કરણસિંહ ચાવડાએ મીડીયા પ્રેસ રિલીઝ મારફતે માંગ કરી

નોંધનીય છે કે, આવા નિવેદનો પર ભાજપના તમામ હોદ્દાઓ અને તમામ કક્ષાની જવાબદારીમાંથી રૂપાલાને મુક્ત કરવા માટે પણ માંગ કરાઈ છે. આ મામલે વધારે વિગતે વાત કરીએ તો, રાજપૂત સમાજના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ મીડીયા પ્રેસ રિલીઝ મારફતે માંગ કરી છે. પરશોત્તમ રૂપાલા દ્વારા શ્રી રામ વિશે વાણી વાલાસ કર્યો છે તે બાબતે રાજપૂત સમાજ આકરા પાણીઓ છે. આ પહેલા પણ પરશોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજે મોટું આંદોલન કર્યું હતું.

આ પણ વાંચો: Statue Of Unity નો એક Photo થયો Viral, હકીકત જાણવા માટે થયું fact Check! નોંધાઈ ફરિયાદ

Advertisement

ભાજપ રૂપાલાને તમામ કક્ષાની જવાબદારીમાંથી મુક્ત કરેઃ કરણસિંહ ચાવડા

રાજપૂત સમાજના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જાહેર કરેલી પ્રેસ નોટ કંઈક આ પ્રમાણે છે. ‘તાજેતરમાં રાજકોટ લોકસભાના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા પુરૂષોત્તમ રૂપાલા દ્વારા સનાતન ધર્મના આરાધ્ય ઇષ્ટદેવ અને પ્રજા વત્સલ રાજા ભગવાન શ્રી રામ વિશે વાણી વિલાસ કરવામાં આવેલ છે. આ નિવેદનને ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિ સખત શબ્દોમાં વખોડે છે. સંકલન સમિતી દ્વારા કેન્દ્ર સરકારને આવા વાણી વિલાસ કરનાર વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા માટે કાયદો બનાવવા પત્ર પાઠવવામાં આવેલ છે. રૂપાલા દ્વારા પુનઃ સનાતન ધર્મ અને ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવેલ છે. અમારી માગણી છે કે ભાજપનું સંગઠનમાંથી રૂપાલાને તમામ કક્ષાની જવાબદારીમાંથી મુક્ત કરે.’

આ પણ વાંચો: Gujarat High Court : GRT ચેરમેન મામલે મહત્ત્વનો ચુકાદો, સરકારને આપ્યા આ કડક નિર્દેશ!

ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાને મુક્ત કરવા માટે પણ માંગ

ગુજરાત રાજપૂત સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા દ્વારા આ પ્રેસ નોટ જાહેર કરવામાં આવ્યાં છે. પરશોત્તમ રૂપાલા દ્વારા એક સમાજમાં શ્રી રામ વિશે વાણી વિલાસ કરવામાં આવ્યો હતો. જેથી આવા નિવેદનો પર ભાજપના તમામ હોદ્દાઓ અને તમામ કક્ષાની જવાબદારીમાંથી રૂપાલાને મુક્ત કરવા માટે પણ માંગ કરાઈ છે.

Tags :
Advertisement

.