Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat માં ફરી એકવાર વરસાદે ધબધબાટી બોલાવી, ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ ખાબક્યો

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફરી ધબધબાટી સુરતના ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ નર્મદાના સાગબારામાં ખાબક્યો સવા બે ઈંચ વરસાદ ડેડિયાપાડામા દોઢ ઈંચ અને બારડોલીમાં પણ સવા ઈંચ વરસાદ Gujarat Heavy Rain: ગુજરાતમાં અત્યારે આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં વરસાદ...
08:31 PM Sep 10, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad
  1. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફરી ધબધબાટી
  2. સુરતના ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ
  3. નર્મદાના સાગબારામાં ખાબક્યો સવા બે ઈંચ વરસાદ
  4. ડેડિયાપાડામા દોઢ ઈંચ અને બારડોલીમાં પણ સવા ઈંચ વરસાદ

Gujarat Heavy Rain: ગુજરાતમાં અત્યારે આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાદરવો મહિનો શરૂ થયો છે પરંતુ છતાં પણ વરસાદે બંધ થવાનું નામ નથી લીધું. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે Gujarat માં વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

સુરતના ઉમરપાડામાં બે કલાકમાં અતિભારે વરસાદ ખાબક્યો

વિગતે વાત કરવામાં આવે તો, સુરતમાં અત્યારે ભારે વરસાદ થયો છે. સુરતના ઉમરપાડામાં અતિભારે વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. અહીં ભારેથી અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. આગાહી પ્રમાણે અહીં દક્ષિણ ગુજરાતમાં હજી પણ 48 કલાક ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: સંબંધોને લાંછન લગાવતો કિસ્સો, પતિએ મિત્રો સાથે સંબંધ બાંધવા પત્નીને મજબૂર કરી અને...

ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે જોરદાર રાઉન્ડ લીધો છે. તલગાજરડા રતોલ ગામ અનરાધાર વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર ઘૂંટણ સમાં પાણી ભરાતા વાહન વ્યવહાર તેમજ રાહેદરી અવર જવરમાં તકલીફ થઈ રહીં છે. આ વિસ્તારોમાં અંદાજે ત્રણ કલાક વરસાદ થયો છે.ખેતર રોડ પર વરસાદી પાણી જોવા મળી રહ્યાં છે. સતત 2 કલ્લાક સુધી રત્તોલ ગામ પણ સંપર્ક વિહોણું રહ્યું હતું. મહુવા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતાં.

આ પણ વાંચો: Parshottam Rupala સામે ફરી એકવાર રાજપૂત સમાજ આકરા પાણીએ, તમામ હોદ્દા પરથી મુક્ત કરવા માંગ

અમરેલીના મોરંગી ગામે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

અમરેલીની વાત કરવામાં આવે તો, રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું છે. અમરેલીના મોરંગી ગામે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે. વરસાદના કારણે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતાં. માત્ર 20 મિનિટમાં પોણો ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અમરેલી સાથે સાથે મોરંગી, મસુદરા, મોભીયાણા સહિત પંથકમાં વરસાદ સામે આવ્યો છે.

આ પણ વાંચો: શું Statue Of Unity તૂટી પડશે? જાણો તિરાડ વાળી તસવીર પાછળની હકીકત

સામાન્ય વરસાદમાં અંબાજી હાઈવે પર પાણી ભરાયા

ઉત્તર ગુજરાત (North Gujarat)ની વાત કરવામાં આવે તો, પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાયા હતાં. સામાન્ય વરસાદમાં અંબાજી હાઈવે પર પાણી ભરાયા હતાં. નોંધનીય છે કે, ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા હતાં. નોંધનીય છે કે, ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થતા પહેલા માર્ગ પર પાણી ભરાયા છે. અહીંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ માર્ગ પરથી પસાર થાય છે. પાણી ભરાવવા છતા પણ તંત્રના આંખ આડા કાન કર્યા છે. પદયાત્રીઓને તમામ સુવિધાઓ પુરી પાડવાના તંત્રના દાવા માત્ર પોકળ સાબિત થયાં છે. માર્ગ પરથી વહેલી તકે પાણીનો નિકાલ થાય તેવી માંગણી કરવામાં આવી રહીં છે.

Tags :
Gujaratgujarat rainGujarati Heavy RainGujarati Newsheavy rainRains Update
Next Article