Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambaji નજીક ત્રિશુલિયા ઘાટ પર ફરી એકવાર લક્ઝરી બસને નડ્યો અકસ્માત

Ambaji : અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર આજે એક મોટા દુર્ઘટના ઘટી છે. જેમાં લક્ઝરી બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે
ambaji નજીક ત્રિશુલિયા ઘાટ પર ફરી એકવાર લક્ઝરી બસને નડ્યો અકસ્માત
Advertisement
  1. અંબાજીથી દર્શન કરીને અંજારના ભક્તોને નડ્યો અકસ્માત
  2. ઘાયલોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
  3. લક્ઝરી બસની બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત

Ambaji: અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક લક્ઝરી બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર આજે એક મોટા દુર્ઘટના ઘટી છે. જેમાં લક્ઝરી બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ બસમાં 28 મુસાફરો સવાર હતા, જે અંબાજી દર્શન કરીને અંજાર પરત જઇ રહ્યા હતા. દુર્ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઘાયલોને દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસની બ્રેક ફેલ થઈ હોવાને કારણે આ દુર્ઘટના બની. હાલ ઘાયલોની સંખ્યા વધવાની શક્યતા છે, પરંતુ અત્યાર સુધીમાં કોઇ ગંભીર જાનહાનિના સમાચાર નથી મળ્યા.

ઘાયલોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

અંબાજી નજીક આવેલો આ ત્રિશુલિયા ઘાટ ભયજનક માર્ગ તરીકે ઓળખાય છે, જ્યાં આ પહેલા પણ અનેક અકસ્માતો ઘટી ચૂક્યા છે. આ જગ્યાએ અસામાન્ય રીતે સાવધાની જરૂરી છે, પરંતુ તે છતાં, આ માર્ગ પર અકસ્માતોની વારંવાર ઘટનાઓ સામે આવે છે. સ્થાનિકો અને મુસાફરો આ વિસ્તારમાં ગતિ નિયમો અને સાવચેત રહેવા અંગે વધારે માહિતગાર બનવા માટે સૂચના આપવામાં આવી છે. અહીં મુસાફરી કરતા પહેલા સાવધાની રાખવી ખુબ જ અનિવાર્ય છે. કારણે કે, આ ત્રિશુલિયા ઘાટ પર અનેક અકસ્માતો થયા છે અને ત્યા અનેક લોકોના મોત પણ થયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×