AMBAJI : શક્તિપીઠ અંબાજીમાં ભકતે 10,16,000 રૂપિયાનુ 181 ગ્રામ સોનુ દાન કર્યું
અહેવાલ - શક્તિસિંહ રાજપુત શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે. એટલે આ...
Advertisement
અહેવાલ - શક્તિસિંહ રાજપુત
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે. એટલે આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. અંબાજી મંદિરમાં ભક્તો દાન દિલ ખોલીને કરી રહ્યા છે અને આ કારણે જ ભક્તો અંબાજી મંદિરમાં સોનાનું પણ દાન આપી રહ્યા છે.
આજે રવિવાર ના દિવસેમાં અંબા ના ભક્ત દ્વારા 181 ગ્રામ સોનાનું દાન અંબાજી મંદિરમા આપવામા આવ્યું હતું. આજે સોનાની 1 નંગ લગડી જેનું વજન 181 ગ્રામ હતું અને જેની કિંમત 10,16,000 રૂપિયા છે. તે એક માઈભક્તે અંબાજી મંદિરમા દાન કર્યું છે. અનેકો ભક્તો મા અંબાના મંદિરને સુવર્ણમય બનાવવા માટે સોનાનુ દાન કરી રહ્યા છે,ત્યારે આજે પણ માં અંબા ના એક માઇ ભક્તે 181 ગ્રામ સોનાનું દાન કર્યું હતું અને પોતાનું નામ ગુપ્ત રાખવાનો આગ્રહ કર્યો હતો. આવનારા સમયમાં અંબાજી મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાશે.
છેલ્લા 15 દિવસમાં લાખો રૂપિયાનો સોનું દાન આવ્યું
અંબાજી મંદિરની વાત કરવામાં આવે તો અંબાજી મંદિરમાં ભક્તો દિલ ખોલીને દાન આપી રહ્યા છે,ત્યારે અંબાજી મંદિરમાં સુવર્ણ શિખર બન્યા બાદ નીચેનો ભાગ પણ મંદિરનો સોનાનો બનાવવા માટે માઈ ભક્તો સોનું દાન આપી રહ્યા છે. ત્યારે છેલ્લા 15 દિવસમાં અલગ અલગ ભક્તોએ સોનાનું દાન કર્યું છે.
આ પણ વાંચો -- ત્રણ રાજ્યોમાં BJP ની જીત થતા છોટાઉદેપુરમાં ખુશીનો માહોલ, કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો
Advertisement