Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે પર મહિલાઓ પાણી મુદ્દે બની રણચંડી, રસ્તા પર કર્યો ચક્કાજામ

સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર મહિલાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અહીં મહિલાઓ પાણી મુદ્દે રણચંડી બની છે. મહિલાઓનું કહેવું છે કે, આંકેવાળીયા ગામમાં પાણી મળતું નથી જેને કારણે તેઓ ખૂબ જ...
03:51 PM May 10, 2023 IST | Hardik Shah

સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર મહિલાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અહીં મહિલાઓ પાણી મુદ્દે રણચંડી બની છે. મહિલાઓનું કહેવું છે કે, આંકેવાળીયા ગામમાં પાણી મળતું નથી જેને કારણે તેઓ ખૂબ જ પરેશાન થઇ ગયા છે. છેલ્લા ઘણા સમયથી આ મહિલાઓ પાણીની માંગ કરી રહી હતી તેમની માંગ નહીં સંતોષાતા આખરે તેઓ રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે ઉપર મહિલાઓએ રસ્તા ઉપર ચક્કાજામ કર્યો છે અને રસ્તો બ્લોક કરી દીધો છે. મળી રહેલી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યા એ વિકટ સમસ્યા બની છે. ગામડાઓમાં પીવાના પાણીનો મોટો પ્રશ્ન સર્જાયો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના નાના આંકેવાળીયા સહિતના આજુબાજુના ગામડાઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જણાવી દઇએ કે, તંત્રને આ મુદ્દે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ પાણી સમસ્યાનો નિવેડો આવતો નથી. છેલ્લા એક મહિનાથી સુરેન્દ્રનગર જિલ્લાના નાના આંકેવાળીયામાં પાણીનું વિતરણ કરવામાં આવ્યું નથી, ત્યારે પાણી આપવામાં ન આવતા આજે મહિલાઓની ધીરજ ખૂટી છે. ત્યારે લીંબડી હાઇવે ઉપર બહાર રોડ ઉપર બેસી જઈ અને મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું છે. બેડા અને વેલણ લઈ અને સૂત્રોચાર કરવામાં આવ્યા છે અને તંત્ર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

આ મામલે લીમડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયું છે. મહિલાઓએ છાજીયા લીધા છે અને પાણી આપવાની માંગણી કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાની નર્મદાની કેનાલો બંધ કરવામાં આવી છે જેને લઇને પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. ત્યારે આંકેવાળીયા ગામે પણ આ સમસ્યા ઉદ્ભવતા હાલમાં મહિલાઓ રણચંડી બની છે. આ મામલે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા છે. ગ્રામ પંચાયત ખાતે બેઠક યોજવામાં આવી છે અને પીવાના પાણી અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી છે કે છેલ્લા એક મહિનાથી નાના આંગેવાળીયા તથા આજુબાજુના ગામના વિસ્તારોમાં પીવાનું પાણી પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું નથી. તંત્ર સામે મહિલાઓએ રોષ જરૂરથી ઠાલવ્યો છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ ઘટના સ્થળે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દોડી ગયા છે અને મામલો શાંત પાડી અને પાણી આપવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો - પાટનગરમાં બિનવારસી કારમાંથી મળ્યો હથિયારનો જથ્થો, સુરક્ષા સામે મોટો સવાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Limbadi Highwayroad blockedSurendranagar districtwater issuewomen protest
Next Article