Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RAJKOT : લગ્નમાં સપ્તપદીના સ્થાને લેવાયા બંધારણના સોગંધ, ભૂત પ્રેતે કર્યું જાનૈયાઓનું સ્વાગત

RAJKOT : રાજકોટનાં ( RAJKOT ) કોટડાસાંગાણી તાલુકાનાં રામોદમાં આજે રામનવમીનાં રોજ અનોખા લગ્ન યોજાયા. જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું કોટડા સાંગાણી તાલુકાના, રામોદ ગામમાં રાઠોડ પરિવારને ત્યાં યોજાયો અનોખો પ્રસંગ RAJKOT ના કોટડાસાંગાણી તાલુકાનાં રામોદમાં અનોખા લગ્ન...
rajkot   લગ્નમાં સપ્તપદીના સ્થાને લેવાયા બંધારણના સોગંધ  ભૂત પ્રેતે કર્યું જાનૈયાઓનું સ્વાગત

RAJKOT : રાજકોટનાં ( RAJKOT ) કોટડાસાંગાણી તાલુકાનાં રામોદમાં આજે રામનવમીનાં રોજ અનોખા લગ્ન યોજાયા. જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું કોટડા સાંગાણી તાલુકાના, રામોદ ગામમાં રાઠોડ પરિવારને ત્યાં યોજાયો અનોખો પ્રસંગ

Advertisement

RAJKOT ના કોટડાસાંગાણી તાલુકાનાં રામોદમાં અનોખા લગ્ન

રાજકોટના ( RAJKOT ) કોટડાસાંગાણી તાલુકાનાં રામોદમાં આગામી આજે એટલે કે રામનવમીનાં રોજ અનોખા લગ્ન યોજાયા. જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.રામોદ ગામના વતની મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા તમેજ જાનેયા સહિત પરિવારનેઉતારો આપી, કુરિવાજોને તિલાંજલિ આપવાનો ઐતહાસિક લગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં કન્યા પક્ષના મોભીઓ કાળા વેશ પરિધાનમાં જાનૈયાનું સ્વાગત કરી ઉતારો અપ્યો. બૌધ્ધ સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો હતો.

જાનને કોઈ વાડીમાં નહીં પણ સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો

Advertisement

રામોદ ગામની પાયલ મનસુખભાઈ રાઠોડના લગ્ન જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે થશે. જેમાં કમર કોરડાગામથી આજે રામોદ ખાતે જાનનું આગમન થયું હતું. આ જાનને કોઈ વાડીમાં નહીં પણ સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો આ લગ્ન મુહૂર્ત અને ચોઘડિયા વગર ઊંધા ફેરા સાથે કરવામાં આવ્યા અને લગ્ન દરમિયાન વરરાજાનું સ્વાગત કન્યાઓ ભૂત પ્રેત બની કાળા વસ્ત્રો ધારણ કરીને કરવામાં આવ્યા. સાથે વર કન્યા લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણનાં સોગંદ લીધા. આમ જૂની પુરાણી માન્યતાઓનું ખંડન કરીને અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ લગ્ન સમજણ પૂર્વક લગ્ન સમારોહ યોજીને અંધશ્રદ્ધાનાને નેસ્ત નાબૂદ કરવા અને સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અનોખો પ્રયાસ કરાયો હતો.

મુર્હુત-ચોઘડીયાને ફગાવી ઊંઘા ફેરા લેવાયા

Advertisement

વરરાજાની જાન કમર કોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરિવારની આવી હતી જેમા વરરાજા જયેશભાઇનું સ્‍વાગત રામોદની કન્‍યા પાયલબેન કાળી સાડીના વેશ પરિધાનમાં ભૂત-પ્રેતના સરઘસ તેમજ ડીજે નાં તાલે સામૈયું કરાયું હતું.વર-કન્‍યાની લગ્ન વિધિ બૌધ્‍ધ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુરૂપ યોજાયો. મુર્હુત-ચોઘડીયાને ફગાવી ઊંઘા ફેરા રાખી બંધારણના સોગંદ બોલી શપથ ગ્રહણ કરાયા હતા.

દેશમાં સૌને માનવા ન માનવાની બંધારણે અધિકાર આપ્યો છે

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયા જણાવે આજે જાથાની ટીમ રામોદ ગામમાં સવારે 8 કલાકે પહોંચી ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કરાયું હતું. પ્રારંભમાં સવારે 9 થી 10 એક કલાક સુધી સદીઓ જુની માન્યતાને ખંડન કરી સામૈયું, સ્મશાનમાં ઉતારો સાથે વર્ષો જુની માન્યતાને ફગાવવામાં આવી હતી સાથે. સમજણપૂર્વકનો લગ્ન સમારોહ સાથે અંધશ્રદ્ધાને નેસ્તનાબુદ કરવામાં આવેલ. કન્યા પાયલ અને વરરાજા જયેશને લગ્નનું હાર્દ સમજાવી વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી હકિકત મુકવામાં આવશે. કાળી વસ્તુ, કાળું વસ્ત્ર જ જે અશુભ માનવામાં આવે છે તે છિન્ન મનોવૃત્તિ છે, હકિકત નથી દ્રઢ મનોબળ કેળવાય તે સંબંધી આયોજન રાખવામાં આવ્યું છે. મુર્હુત-ચોઘડીયા માનવીએ બનાવેલ છે. કુદરત-પ્રાકૃતિક નિયમ સાથે કશી લેવા-દેવા નથી. લગ્ન સમારોહ આદર્શ દાંપત્યજીવન સાથે દ્રઢ મનોબળ કેળવાય સાથે લગ્નવિધિ સાચી હકિકત-તર્કદ્રષ્ટિ મુકવાનો કાર્યક્રમ છે. દેશમાં સૌને માનવા ન માનવાની બંધારણે અધિકાર આપ્યો છે. તે મુજબ સમગ્ર આયોજન કરાયું હતુ.

માન્યતાઓનું ખંડન કરવાનાં પ્રયાસ અંતર્ગત આ રીતે લગ્ન કરાયું

યુવતીના પિતાના કહેવા મુજબ કે માન્યતાઓનું ખંડન કરવાનાં પ્રયાસ અંતર્ગત આ લગ્નનું આયોજન સ્મશાનમાં કરવામાં આવ્યું છે. સમાજમાં રહેલા કુરિવાજને દૂર કરવા માટે અનોખો પ્રયાસ છે. ત્યારે આ લગ્ન અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો : VADODARA : પોલીસ કમિશનરે ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં જ માથાભારે સામે કાર્યવાહી શરૂ

Tags :
Advertisement

.