Navsari : કરોડોની કિંમતનો કોકેઈનનો જથ્થો લઈ જતી નાઈજિરિયન મહિલા ઝડપાઈ
- Navsari હાઈવે પરથી SMC એ કોકેઈનનો જથ્થો ઝડપ્યો
- મુંબઈથી અમદાવાદ તરફ જતો કોકેઇનનો જથ્થો પકડાયો
- કોકેઇનનો જથ્થો લઈ જતી નાઈજિરિયન મહિલાની ધરપકડ
નવસારી હાઇવે (Navsari) પર SMC એ મોટી કાર્યવાહી કરી છે. મુંબઈથી અમદાવાદ (Ahmedabad) તરફ લઈ જવામાં આવતો કરોડો રૂપિયાની કિંમતનો કોકેઇનનો મસમોટો જથ્થો સ્ટેટ મોનિટરિંગની ટીમે ઝડપી પાડ્યો છે. એસએમસીની ટીમે કોકેઇનનાં જથ્થો લઈ જતી નાઈજિરિયન મહિલા અને કારચાલકની ધરપકડ પણ કરી છે. આ કેસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે.
આ પણ વાંચો - Gujarat Hospital Scam : સગર્ભા મહિલાનાં ચેકઅપનાં CCTV ફૂટેજ વાઇરલ થવા મામલે હોસ્પિ. તંત્રે શું કહ્યું ?
નવસારી હાઈવે પરથી કરોડોની કિંમતનો કોકેઈનનો જથ્થો ઝડપાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે નવસારી હાઈવે (Navsari) પરથી કોકેઇનનાં મસમોટા જથ્થાની હેરાફેરી થવાની છે. આ બાતમીનાં આધારે એસએમસીની ટીમે નવસારી હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન, શંકાસ્પદ જણાતી એક કારને રોકી તપાસ હાથ ધરી હતી. દરમિયાન, કારમાંથી કોકેઇનનો (Cocaine) મસમોટો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત કરોડો રૂપિયામાં હોવાનો અંદાજ છે.
આ પણ વાંચો - સગર્ભા મહિલાઓનાં ચેકઅપનાં CCTV ફૂટેજ Rajkot ની હોસ્પિટલનાં! ચોંકાવનારો ઘટસ્ફોટ
નાઈજિરિયન મહિલા અને કારચાલકની ધરપકડ
આ કાર્યવાહીમાં SMC એ કોકેઇનનાં જથ્થા સાથે કારમાં સવાર એક નાઈજિરિયન મહિલા (Nigerian Woman) અને ચાલકની ધરપકડ કરી છે. બંને જણાં કારમાં કોકેઈન લઈને મુંબઈથી અમદાવાદ જઈ રહ્યા હતા. એસએમસીએ કાર અને કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો છે અને ઝડપાયેલ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - Breaking: Gandhinagar માં જૂના સચિવાલયની ગૌ સેવા-ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં લાગી આગ