મહિલા પોલીસે લીધી થર્ટી ફર્સ્ટ ચેકિંગ ડ્રાઈવની આગેવાની, ફૂટ પેટ્રોલિંગ સાથે હોટેલ્સમાં તપાસ
આગામી 31 ડિસેમ્બર અન્વયે બંગડી બજાર અને ચોપાટી સહિતના વિસ્તારમાં પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલીગ સાથે માર્ગેા પર વાહન ચેકિંગ અને હોટેલ તથા ગેસ્ટ હાઉસમાં સઘન તપાસણી કરવામાં આવી હતી.આગામી 31 ડિસેમ્બરને લઇને પોરબંદર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી તથા નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ. રાઠોડ તથ
આગામી 31 ડિસેમ્બર અન્વયે બંગડી બજાર અને ચોપાટી સહિતના વિસ્તારમાં પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલીગ સાથે માર્ગેા પર વાહન ચેકિંગ અને હોટેલ તથા ગેસ્ટ હાઉસમાં સઘન તપાસણી કરવામાં આવી હતી.
આગામી 31 ડિસેમ્બરને લઇને પોરબંદર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી તથા નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ. રાઠોડ તથા સ્ટાફે તા.29 ડિસેમ્બરના રોજ શહેરના બંગડી બજાર અને ચોપાટી સહિતના ભીડવાળા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલગ હાથ ધરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આગામી 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સતત પેટ્રોલગ અને ચેકિંગની કામગીરી સાથે સ્પેશ્યલ ડ્રાઈવ પર શરુ કરવામાં આવી છે. મહિલાઓને કોઈપણ પરેશાની માટે પોલીસ કંટ્રોલ રુમ (100 નંબર), 181 મહિલા હેલ્પલાઈન તથા મહિલા સી ટીમનો સંપર્ક કરવા જણાવાયું છે.
મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા શહેરમાં વિવિધ હોટેલ્સ અને ગેસ્ટ હાઉસમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ માહૌલમાં થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતા પગલાં લેવામાં આવી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement