શું રાજ્યમાં જોવા મળશે સત્તા પરિવર્તન? AAP અને કોંગ્રેસ કરી શકશે કોઇ મોટો ફેરફાર
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની આજે જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. જે વર્ષના અંતિમ મહિના એટલે કે ડિસેમ્બરમાં યોજાશે, અને આ મતદાનનું પરિણામ પણ આ જ મહિનામાં જાહેર થશે. રાજ્યમાં હાલમાં ત્રણ પક્ષ સૌથી મજબૂત જોવા મળી રહ્યા છે. જેમા સત્તારૂઢ પાર્ટી ભાજપ કે જે છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં સત્તા પર છે. જેને આ વર્ષે નવો પક્ષ આમ આદમી પાર્ટી (AAP) પડકાર આપતો હોય તà«
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની આજે જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. જે વર્ષના અંતિમ મહિના એટલે કે ડિસેમ્બરમાં યોજાશે, અને આ મતદાનનું પરિણામ પણ આ જ મહિનામાં જાહેર થશે. રાજ્યમાં હાલમાં ત્રણ પક્ષ સૌથી મજબૂત જોવા મળી રહ્યા છે. જેમા સત્તારૂઢ પાર્ટી ભાજપ કે જે છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં સત્તા પર છે. જેને આ વર્ષે નવો પક્ષ આમ આદમી પાર્ટી (AAP) પડકાર આપતો હોય તેવી જનતામાં ચર્ચાઓ ખૂબ વહેતી થઇ છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી કે જે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત ટક્કર આપી 77 બેઠકો પર જીત મેળવી હતી તે હાલમાં થોડી નરમ બની હોય તેવું પણ જનમુખે ચર્ચાઇ રહ્યું છે.
ભાજપને હરાવવું મુશ્કિલ
રાજ્યમાં છેલ્લા 27 વર્ષષથી ભાજપની સરકાર છે. જેના પર રાજ્યની જનતાને ખૂબ જ ભરોસો છે. ત્યારે આ વર્ષે પણ જનતા તેમના પક્ષમાં જ મતદાન કરશે તેવો પાર્ટીના તમામ નેતાઓને વિશ્વાસ છે. વળી આટલા સમયથી રાજ્યમાં સત્તા પર રહ્યા બાદ હવે અન્ય પક્ષ દ્વારા ભાજપને સત્તા પરથી હટાવવું ઘણું મુશ્કિલ સાબિત થાય તો નવાઇ નથી. જોકે, તેને હાલમાં આમ આદમી પાર્ટી તરફથી ચોક્કસ ટક્કર મળી રહી છે. પરંતુ તે કેટલું ભાજપને નુકસાન કરી શકશે તે કહેવું થોડી ઉતાવળ ગણાશે. ગુજરાતમાં વર્ષ 1992માં પ્રથમ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જે 1960મા મહારાષ્ટ્રથી અલગ થયા બાદ અસ્તિત્વમાં આવી હતી. કોંગ્રેસ રાજ્યમાં ત્યારથી લઈને 1995 સુધી સત્તામાં હતી, પરંતુ ભાજપ 1995ની ચૂંટણી જીતીને સત્તામાં આવી અને હજુ પણ સત્તામાં છે.
AAP પૂરા જોશ સાથે ગુજરાતમાં
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તેને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીએ પહેલાથી જ તૈયારીઓ કરી રાખી હોય તેવું તેમની હાલની ગતિવિધિઓથી આપણે સૌ સમજી શકીએ છીએ. જનતા સુધી પહોંચવું અને કેવા બોલ વચનો આપવા તે તો જાણે આમ આદમી પાર્ટીનો મૂળ મંત્ર જ બની ગયો છે. હાલમાં રાજ્યમાં ભાજપને જો કોઇ પાર્ટી ટક્કર આપતી જોવા મળે છે તો તે આમ આદમી પાર્ટી જ છે. પંજાબની તર્જ પર આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે અને અહીં પણ પંજાબની જેમ ચૂંટણીની રણનીતિ બનાવી રહી છે.
કોંગ્રેસ ચૂંટણી ટાણે જ તૂટી રહી છે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની સૌથી પહેલા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. પાર્ટી જનતાને રીઝવવાની કોઇ પણ તક છોડવા માંગતી નથી. જ્યારે બીજી તરફ ગત રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ પાર્ટીને જબરદસ્ત ટક્કર આપી તેને બે આંકડાઓમાં સંતોષ અપાવનારી કોંગ્રેસ પાર્ટી હાલમાં જાણે ગુમ જ થઇ ગઇ છે. પાર્ટીમાં આંતરિક ક્લેશ પણ સમયાંતરે સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી હતી, પરંતુ ભાજપ પોતાની સત્તા જાળવી રાખવામાં સફળ રહી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જ્યારે અન્યના ખાતામાં 6 બેઠકો ગઈ હતી. આ બે બેઠકો પર ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP), NCPને એક બેઠક પર સફળતા મળી હતી. ગુજરાત 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 50 ટકા અને કોંગ્રેસને કુલ 42 ટકા મતદાન થયું હતું. ત્યારબાદ ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.
ગુજરાતમાં આ વખતે ત્રિકોણીય હરીફાઈ?
રાજ્યની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થવાનો છે, પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પણ તનતોડ મહેનત કરી રહી છે. આથી રાજ્યમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં કોની બની શકે છે સરકાર?
ગુજરાતમાં સત્તા જાળવી રાખવા માટે ભાજપ સખત મહેનત કરી રહ્યું છે. આ વખતે ભાજપે 182 બેઠકોમાંથી 160 પ્લસનો લક્ષ્યાંક રાખ્યો છે. સાથે જ કોંગ્રેસ આ વખતે ભાજપને સત્તા પરથી હટાવવાનો પ્રયાસ કરી રહી છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી પણ નવા વિકલ્પ બનવાના તમામ વાયદાઓ સાથે બંનેને બદલવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં કઇ પાર્ટીની સરકાર બને છે તે જોવું રસપ્રદ રહેશે.
રાજ્યમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર થશે મતદાન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કામાં 89 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રના મોરબી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, જામનગર, બોટાદ, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, સુરત, નર્મદા, ભરૂચ, તાપી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.
રાજ્યમાં બીજા તબક્કામાં 93 બેઠકો પર થશે મતદાન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં મતદાન થશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાનું રણસીંગુ ફૂંકાઈ ગયું છે. આજ થી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં AMC દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં લાગેલા તમામ પક્ષના હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. પક્ષની જાહેરાત કરતા તમામ પોસ્ટરો હટાવી લેવામાં આવશે.
Advertisement