પત્ની બાજુમાં ઉભી હતી એટલે મેં તેને ટિકિટ આપવાની મશ્કરી કરી હતી : મધુ શ્રીવાસ્તવ
વડોદરાનાં દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનાં સુર બદલાયા વાઘોડિયાનાં ભાજપનાં બાહુબલી ધારાસભ્યનું મોટું નિવેદન વિધાનસભા ચૂંટણી નહીં લડવાની મધુ શ્રીવાસ્તવની જાહેરાત ધર્મપત્નીને ચૂંટણી લડાવવાની મધુ શ્રીવાસ્તવે ઇચ્છા વ્યક્ત કરી હું લડું કે પત્ની લડે બંને એક જ વાત છે : મધુ શ્રીવાસ્તવ શરૂઆતથી ભાજપમાં છું અને ભાજપમાં જ રહેવાનો છું : મધુ શ્રીવાસ્તવ અગાઉ પોતાને જ ટિકિટ મળવાનો મધુ શ
- વડોદરાનાં દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનાં સુર બદલાયા
- વાઘોડિયાનાં ભાજપનાં બાહુબલી ધારાસભ્યનું મોટું નિવેદન
- વિધાનસભા ચૂંટણી નહીં લડવાની મધુ શ્રીવાસ્તવની જાહેરાત
- ધર્મપત્નીને ચૂંટણી લડાવવાની મધુ શ્રીવાસ્તવે ઇચ્છા વ્યક્ત કરી
- હું લડું કે પત્ની લડે બંને એક જ વાત છે : મધુ શ્રીવાસ્તવ
- શરૂઆતથી ભાજપમાં છું અને ભાજપમાં જ રહેવાનો છું : મધુ શ્રીવાસ્તવ
- અગાઉ પોતાને જ ટિકિટ મળવાનો મધુ શ્રીવાસ્તવે કર્યો હતો દાવો
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા ભાજપના બાહુબલી ધારાસભ્ય કહેવાતા મધુ શ્રીવાસ્તવને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા તેમણે આજે ચૂંટણી લડશે કે નહીં તે અંગે જાણકારી આપી હતી. વળી આ દરમિયાન તેમણે તેમના ધર્મપત્નીને ચૂંટણી લડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
હું ચૂંટણી લડું કે મારી પત્ની લડે એક જ વાત : મધુ શ્રીવાસ્તવ
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય અને દબંગ વ્યક્તિત્વ ધરાવતા મધુ શ્રીવાસ્તવ હર હંમેશા પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં બન્યા રહે છે. વળી આ વખતે વિધાનસભાની ચૂંટણી પૂર્વે પણ તેઓ પોતાના એક નિવેદનને લઇને ચર્ચામાં આવ્યા છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, વાઘોડિયાની બેઠક પરથી હું જ ચૂંટણી નથી લડવાનો. પરંતુ આ બેઠક પરથી મારી પત્ની ચૂંટણી લડશે. તેમણે આગળ કહ્યું કે, હું ચૂંટણી લડું કે મારી પત્ની લડે એક જ વાત છે. વળી આ સાથે તેમણે તે પણ કહ્યું કે, હુ શરૂઆતથી જ ભાજપમાં રહ્યો છું અને આગળ પણ હું પાર્ટી સાથે જ રહેવાનો છું. જોકે, આ પહેલા તેમણે પોતાને જ ટિકિટ મળવાની છે તેવો દાવો કર્યો હતો.
પત્નીને લડાવવાની વાત મજાક : મધુ શ્રીવાસ્તવ
મહત્વનું છે કે, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જે ગુપ્ત બેઠક કરી અને તેમાથી જે માહિતી બહાર આવી છે તે મુજહ મધુ શ્રીવાસ્તવનું પત્તુ કટ થઇ શકે છે. ત્યારબાદ મધુ શ્રીવાસ્તવના સુર બદલાયેલા જણાવી રહ્યા છે. પોતે બાહુબલી અને દબંગ હોવાની છાપ ધરાવતા અને પોતાના પર લાગેલા ટેગને પસંદ કરતા મધુ શ્રીવાસ્તવ હવે પાર્ટી સામે ઢીલા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી તેઓ જાહેર નિવેદનો દ્વારા અગાઉ ઘણીવાર તેઓ ટિકિટ જાહેર થાય તે પહેલા તેમને જ ટિકિટ મળશે તેવું નિવેદન આપતા રહ્યા છે. આવા નિવેદનો તેઓ જાહેરમાં પાર્ટી નેતાઓના ડર વિના કરતા આવ્યા છે. પરંતુ એક બેઠકે મધુ શ્રીવાસ્તવના સુર બદલી દીધા છે. મધુ શ્રીવાસ્તવે આજે એક નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે હું નહીં પણ મારી પત્ની ચૂંટણી લડશે. હું લડું કે મારી પત્ની લડે એક જ વાત છે. પાર્ટી ભલે ટિકિટ આપે કે ન આપે પણ હું મારી પત્નીને ટિકિટ આપું છું. આવું જ કઇંક નિવેદન મધુ શ્રીવાસ્તવે આપ્યું છે. જોકે, આ નિવેદનના થોડા જ સમયમાં તેના જે પણ પડઘા પડ્યા બાદ તેમના સુર બદલાઇ ગયા અને તેઓ ફરી એકવાર પલટી ગયા છે.
- વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો હુંકાર
- વાઘોડિયા બેઠક પરથી હું જ ચૂંટણી લડીશ - મધુ શ્રીવાસ્તવ
- પત્નીને લડાવવાની વાત મજાક - મધુ શ્રીવાસ્તવ
- પત્ની બાજુમાં ઉભી હતી એટલે મેં મશ્કરી કરી - મધુ શ્રીવાસ્તવ
- મીડિયાના લોકો ખોટી રીતે આવી વાતો ચગાવી રહ્યા છે
- ભાજપે સગા સંબંધીઓ ને ટિકિટ નહિ આપવાની જાહેરાત કરી છે તો પત્ની માટે ટિકિટ કેમ માંગુ
પોતાની વાતથી ફરી ગયા શ્રીવાસ્તવ
પહેલા પત્નીને ટિકિટ આપવાની વાત કરતા મધુ શ્રીવાસ્તવ પોતાની વાતથી પૂરી રીતે ફરી ગયા છે. તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીને લઇને પત્નીને ટિકિટ આપવાની વાત ખોટી છે. મીડિયામાં હાલમાં જે ચાલી રહ્યું છે તે ખોટું ચલાવવામાં આવી રહ્યું છે. મારા પત્ની બાજુમાં ઉભા હતા એટલે મે મશ્કરી કરતા અને મારી પત્નીને સારું લાગે તે માટે કહ્યું છે. મારી પત્ની ચૂંટણી લડવાની નથી. હું જે કઇં પણ બોલ્યો છું તે મશ્કરીમાં બોલ્યો છું અને મશ્કરીના અંદર તે લોકોએ ચકાવી દીધું છે. વાઘોડિયાની બેઠક ભાજપની છે અને આ બેઠક પર ભાજપ પાર્ટી જ જીતવાની છે. વળી તે સારા વોટથી જીતવાની છે તેમા શંકાને કોઇ સ્થાન નથી. તેમણે આગળ કહ્યું કે, હું ભાજપની સીટ પરથી આ વખતે લડવાનો છું અને પહેલા જેમ 10 હજાર વોટથી જીત્યો હતો આ વખતે 50 હજાર વોટથી હું આ બેઠક જીતવાનો છું.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement