Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્યએ ધર્યું રાજીનામું, ચૂંટણી પહેલાં ભંગાણ

એક તરફ ગુજરાતમાં ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે, ત્યારે આજે ફરી કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્યએ  રાજીનામું આપ્યું છે. આજે સૌરાષ્ટ્ર કોંગ્રેસના મોટા નેતા હર્ષદ રિબડીયાએ વિધાનસભા અધ્યક્ષ નીમાબહેન આચાર્યને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. ધારાસભ્ય હàª
કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્યએ ધર્યું રાજીનામું  ચૂંટણી પહેલાં ભંગાણ
એક તરફ ગુજરાતમાં ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે, ત્યારે આજે ફરી કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્યએ  રાજીનામું આપ્યું છે. આજે સૌરાષ્ટ્ર કોંગ્રેસના મોટા નેતા હર્ષદ રિબડીયાએ વિધાનસભા અધ્યક્ષ નીમાબહેન આચાર્યને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. 

ધારાસભ્ય હર્ષદ રિબડીયાનું રાજીનામું
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતાં કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ભારતીય જનતા પાર્ટી પર કોંગ્રેસને તોડવાનો આરોપ લગાવ્યો હતો, અને ચેતવણીના સૂરમાં કહ્યું કે કતલખાનામાં જતા પહેલા અટકો- કોંગ્રેસના પ્રવક્તા લલિત કગથરાએ સિદ્ધાંતની વાત કરવાવાળી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. જો કે સૌરાષ્ટ્ર કોંગ્રેસના મોટા નેતા હર્ષદ રિબડીયાએ રાજીનામું આપ્યું છે. વિસાવદર બેઠક પરથી હર્ષદ રિબડીયા કોંગ્રેસની ટિકિટથી લડ્યા હતા.
 

હંમેશા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા હતાં
વિસાવદર બેઠકના ધારાસભ્યએ આજે રાજીનામુ આપી દીધું છે.  આ એ જ ખેડૂત નેતા છે કે જેઓ વિધાનસભામાં હળ લઇને આવ્યાં હતાં ધારાસભ્ય હંમેશા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા હતાં. વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રિબડીયાનું રાજીનામું આજે પડતાં ગુજરાતની રાજનિતિમાં ગરમાવો આવ્યો છે. થોડા દિવસ ભાજપ નેતા સાથે ગરબા ગાતા જોવા મળ્યાં હતાં. 
 

સૌરાષ્ટ્રના  સૌથી મોટા નેતા
ગુજરાતની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડતાં વિસાદવરના ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે.  ખેડૂતોના મુદ્દાઓ સારી રીતે ઉઠાવતા હતા.  સૌરાષ્ટ્રના  સૌથી મોટા નેતાએ કોંગ્રેસી નેતાએ રાજીનામું ઘરી દીધું છે. 


ભાજપના આગેવાનો સાથે ગરબા રમતા જોવા મળ્યા
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે થોડા દિવસ પહેલા જ વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપના આગેવાનો સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, તેઓ પૂર્વ મંત્રી કનુભાઇ ભાલાળા સહિતના ભાજપના અગ્રણીઓ સાથે હર્ષદ રિબડીયા ગરબે રમતા પણ નજરે ચડ્યાં હતાં.
Advertisement
Tags :
Advertisement

.