લઘુશંકા કરવા સ્કૂલમાંથી નદીએ ગયેલા બે માસુમો થઇ ગયા નદીમાં ગરકાવ, પ્રિન્સિપાલે કહ્યું શૌચાલયમાં પાણી નહોતું
ગીર ગઢડાના કણેરી ગામે ધોરણ 2માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના રૂપેણ નદીમાં ડૂબી જવાથી મોત થયા છે.આ બન્ને બાળકો સ્કૂલેથી લઘુશંકા કરવાનું કહી નિકળ્યા હતા. જે બાદ બન્નેની લાશ મળી આવી હતી. બાળકોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કણેરી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 2માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ કેવલભાઈ રમેશભાઈ વંશ અને નીતિનભાઈ બચુભાઇ બમભણીયાના ડૂબી જવાથી મોત થયા. શાળાનà
ગીર ગઢડાના કણેરી ગામે ધોરણ 2માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના રૂપેણ નદીમાં ડૂબી જવાથી મોત થયા છે.આ બન્ને બાળકો સ્કૂલેથી લઘુશંકા કરવાનું કહી નિકળ્યા હતા. જે બાદ બન્નેની લાશ મળી આવી હતી. બાળકોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કણેરી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 2માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ કેવલભાઈ રમેશભાઈ વંશ અને નીતિનભાઈ બચુભાઇ બમભણીયાના ડૂબી જવાથી મોત થયા.
શાળાના પ્રિન્સિપાલ જગદીશભાઈ ડોડીયા નું કહેવું છે કે ગઈકાલે વીજકાપ હતો જેના કારણે અમારી શાળાના શૌચાલયમાં પાણી ન હતું. આ બને વિદ્યાર્થીઓએ તેમની શિક્ષિકા પાસે લઘુ શંકા કરવા જવા માટે રજા માંગી હતી, અને રજા મળ્યા બાદ લઘુશંકા કરવા ગયા હતા. જો કે 30 મિનિટ સુધી બન્ને બાળકો ન આવતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જે બાદ બન્ને ની લાશ પાણી માંથી મળી આવી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement