Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોરબંદરમાં યુવા મતદાન મથકે લોકોમાં આકર્ષણ જમાવ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) દરમિયાન પોરબંદર (Porbandar) જિલ્લામાં પોરબંદર અને કુતિયાણા વિધાનસભાની બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. પોરબંદર જિલ્લાના 494 મતદાન મથકો પર મતદાનની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લાના 246 મતદાન મથક પર વેબ કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. લોકો નિષ્પક્ષ અને નિર્ભય રીતે મતદાન કરી શકે અને ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર મતદાનની કામગીરી àª
પોરબંદરમાં યુવા મતદાન મથકે લોકોમાં આકર્ષણ જમાવ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) દરમિયાન પોરબંદર (Porbandar) જિલ્લામાં પોરબંદર અને કુતિયાણા વિધાનસભાની બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. પોરબંદર જિલ્લાના 494 મતદાન મથકો પર મતદાનની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લાના 246 મતદાન મથક પર વેબ કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. લોકો નિષ્પક્ષ અને નિર્ભય રીતે મતદાન કરી શકે અને ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર મતદાનની કામગીરી સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી.
૨૧ વિશિષ્ટ મતદાન મથકો પર મતદારોએ મતદાન કર્યુ 
પોરબંદર જિલ્લાનાં ૪૯૪ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જે પૈકી પોરબંદર જિલ્લામાં ૨૧ વિશિષ્ટ મતદાન મથકો ચૂંટણીપંચ દ્રારા ઉભા કરવામાં આવ્યા હતા. જેમા મતદારોએ મતદાન કર્યુ હતું. આ વિશિષ્ટ મતદાન મથકો પૈકી દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત ૨ મતદાન મથકો હતા. જેમા ૧ સુરૂચી બાલ મંદિર ખાપટ તથા ધરમપુર પ્રાથમીક શાળા તથા ૨ મોડેલ મતદાન મથકો જેમા ૧ કે.એચ. માધવાણી કોલેજ તથા રાંઘાવાવ પ્રાથમીક શાળા ખાતે, તેમજ ૨ ગ્રીન મતદાન મથકો જેમા ગવર્મેન્ટ પોલીટેકનીક પોરબંદર તથા બાલોચ ખાતે ગ્રીન મતદાન મથક ઉભુ કરાયુ હતુ. આ ઉપરાંત યુવા કર્મચારીઓ સંચાલિત એમ.ડી. સાયન્સ કોલેજ ખાતે ૧ યુવા મતદાન મથક બનાવાયુ હતુ. આ ઉપરાંત જિલ્લામાં જુદી-જુદી ૧૪ જગ્યાએ મહિલા કર્મચારીઓ સંચાલિત સખી મતદાન મથકો શરૂ કરાયા હતા. આમ પોરબંદર જિલ્લામાં કુલ ૨૧ વિશિષ્ટ મતદાન મથકો આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.
મતદાન મથક પર યુવા કર્મચારીઓએ ફરજ બજાવી 
ચૂંટણીપંચે શરૂ કરેલ યુવા મતદાન બુથમાં યુવા કર્મચારીઓમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. પોરબંદરની એમ.ડી. સાયન્સ કોલેજ ખાતે આવેલા યુવા મતદાન બુથ યુવા કર્મચારીઓ સંચાલિત હતુ. સરકારી હાઇસ્કુલ નાગકાના શિક્ષક અને પ્રિસાઇડીંગ ઓફિસર હમીરભાઇ મોઢવાડીયાએ કહ્યુ કે, અમે યુવા કર્મચારીઓ આપસમાં સહકારથી સારી રીતે ફરજ બજાવી હતી તથા મતદારોનો પણ ખુબ જ સારો સહકાર મળ્યો હતો.

પોલીસે મતદારોને મદદ કરી
 મતદાનના દિવસે મોટી ઉંમરના સિનીયર સિટીઝન તેમજ બિમાર નાગરીકોની મદદે પોરબંદર પોલીસ જવાનો આવ્યા હતા. પોરબંદર પોલીસ પ્રજાના મિત્ર બની મતદાનના દિવસે અલગ અલગ બુથ પર મતદાતાઓને મદદરૂપ થઇ પોલીસે એમની માનવતાને ઉજાગર કરી હતી. શહેરના વી. જે. મદ્રેસા ગર્લ્સ સ્કૂલ ખાતે બપોરના સમયે લીલાબેન નામના વૃદ્ધા મતદાન કરવા માટે આવ્યા હતા અને તેમની તબિયત લથડતા પોલીસ તથા બી.એસ.એફ.ના જવાનો મદદે આવ્યા હતા. ખુરશી ઉપર બેઠાડી વૃદ્ધાને પાણી પીવડાવ્યું હતું. પરંતુ તેમની તબિયત વધુ લથડતા તાત્કાલીક સ્થાનીક સહાયકોની મદદથી રીક્ષા બોલાવવામાં આવી હતી. પોલીસ જવાન તથા બી.એસ.એફ.ના જવાને વૃદ્ધાને રીક્ષા સુધી પહોંચાડી વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ તરફ રવાના કર્યા હતા. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.