Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રેલવે ડિવિઝને દસ મહિનામાં રૂ11.17 કરોડનો દંડ વસૂલ કર્યો

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા રેલવેમાં તમામ અધિકૃત મુસાફરોને મુશ્કેલી મુક્ત, આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે, ટિકિટ વિનાના અનિયમિત ટિકિટ ધારક મુસાફરોને અટકાવવા રાજકોટ ડિવિઝન દ્વારા વિવિધ મેલ/એક્સપ્રેસ, લોકલ અને હોલીડે સ્પેશિયલ ટ્રેનોમાં વારંવાર સઘન ટિકિટ ચેકિંગની ઝુંબેશ ચાલી રહી છે જેમાં આ સાથે ટ્રેનોમાં અનધિકૃત પ્રવેશને રોકવા માટે અવારનવાર ઓચિંતી ટ
રેલવે ડિવિઝને દસ મહિનામાં રૂ11 17 કરોડનો દંડ વસૂલ કર્યો
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા રેલવેમાં તમામ અધિકૃત મુસાફરોને મુશ્કેલી મુક્ત, આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે, ટિકિટ વિનાના અનિયમિત ટિકિટ ધારક મુસાફરોને અટકાવવા રાજકોટ ડિવિઝન દ્વારા વિવિધ મેલ/એક્સપ્રેસ, લોકલ અને હોલીડે સ્પેશિયલ ટ્રેનોમાં વારંવાર સઘન ટિકિટ ચેકિંગની ઝુંબેશ ચાલી રહી છે જેમાં આ સાથે ટ્રેનોમાં અનધિકૃત પ્રવેશને રોકવા માટે અવારનવાર ઓચિંતી ટિકિટ ચેકિંગ ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે.
જાન્યુઆરી ૨૦૨૩ ના મહિના દરમિયાન,બુકન કરાવેલા સામાનના કેસ સહિત, ૭૭૫૨ ટિકિટ વિનાના/અનિયમિત ટિકિટ મુસાફરોને શોધી કાઢવામાં આવ્યા હતા અને દંડ તરીકે રૂ. ૬૩,૫૧,૮૮૫/-ની રકમ વસૂલવામાં આવી હતી. નોંધનીય છે કે એપ્રિલ ૨૦૨૨ થી જાન્યુઆરી, ૨૦૨૩ના સમયગાળા દરમિયાન, ટિકિટ વિનાના/અનિયમિત ટિકિટવાળા મુસાફરો અને બુકન કરાવેલા સામાનના કુલ ૧.૪૨ લાખ કેસ મળી આવ્યા હતા, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૭૬૬૪૩ કેસ મળી આવ્યા હતા, જે ૮૫.૨૯% વધારે છે. આ મુસાફરો પાસેથી ₹૧૧.૧૭ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹૪.૩૮કરોડની સરખામણીએ ૧૫૪.૮૬ ટકા વધુ છે.
આ અંગે પશ્ચિમ રેલવેના રાજકોટ રેલ્વે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ ટિકિટ ચેકિંગ ઝુંબેશના પરિણામે, ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા એપ્રિલ, ૨૦૨૨થી જાન્યુઆરી, ૨૦૨૩ ના સમયગાળા દરમિયાન દંડ તરીકે ₹૧૧.૧૭ કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ વસૂલવામાં આવી હતી ત્યારે આ સાથે રેલવે પ્રશાસને સામાન્ય જનતાને હંમેશા યોગ્ય અને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવાની અપીલ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.