Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલના શ્રમજીવી પરિવારની વહારે આવ્યા ધારાસભ્ય, બાળકની સારવારનો તમામ ખર્ચ ઉઠાવ્યા

ગોંડલના આશાપુરા સોસાયટીના નદીકાંઠાના વિસ્તારમાં રહેતા રાજેશભાઈ રમેશભાઈ ડાભી લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેના છ વર્ષ નું બાળક બીમાર પડતા  નાની મોટી સારવાર કરેલ જે ઘરમાં બચતની  રકમ હતી તે પણ પૂર્ણ થયેલ અને બાળકનું સચોટ નિદાન પણ થતું ન હતું અને બાળક ની એક દિવસ વધારે તબિયત બગડી હતી.આવી વિપરીત પરિસ્થિતિમાં રાજેશભાઈ દ્વારા યુવા નેતા ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા તથા નગરપાલિકાàª
ગોંડલના શ્રમજીવી પરિવારની વહારે આવ્યા ધારાસભ્ય  બાળકની સારવારનો તમામ ખર્ચ ઉઠાવ્યા
ગોંડલના આશાપુરા સોસાયટીના નદીકાંઠાના વિસ્તારમાં રહેતા રાજેશભાઈ રમેશભાઈ ડાભી લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેના છ વર્ષ નું બાળક બીમાર પડતા  નાની મોટી સારવાર કરેલ જે ઘરમાં બચતની  રકમ હતી તે પણ પૂર્ણ થયેલ અને બાળકનું સચોટ નિદાન પણ થતું ન હતું અને બાળક ની એક દિવસ વધારે તબિયત બગડી હતી.
આવી વિપરીત પરિસ્થિતિમાં રાજેશભાઈ દ્વારા યુવા નેતા ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા તથા નગરપાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા નો સંપર્ક સાધતા બાળકને  ગોંડલની રામ હોસ્પિટલમાં દાખલ કરેલ તે દરમિયાન ડો.શાહ દ્વારા તમામ રિપોર્ટ સોનોગ્રાફી કરી નિદાન થતા ખ્યાલ આવ્યો કે આ બાળકને એપેન્ડિક્સ ની ગાંઠનો પેટમાં બ્લાસ્ટ થયેલ છે તાત્કાલિક ૫ કલાકમાં ઓપરેશન કરવું પડે અને આ ઓપરેશન રાજકોટની કોઈ નામાંકિત ખાનગી હોસ્પિટલમાં જ શક્ય છે.તાત્કાલિક નગરપાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં  આવી  હતી. 
રાજકોટ ખાનગી હોસ્પિટલમાં પહોંચાડેલ પરંતુ શ્રમિક પરિવાર પાસે સરકારશ્રીનું આયુષ્યમાન કાર્ડ પણ હતું નહીં અને રાજકોટની સરકારી હોસ્પિટલમાં આ ઓપરેશન તાત્કાલિક શક્ય પણ હતું નહીં આવી પરિસ્થિતિમાં રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાનો સંપર્ક કરી તમામ સત્ય હકીકત જણાવતા ધારાસભ્યનું હૃદય દ્રવ્ય ઉઠ્યું હતું અને ખાનગી હોસ્પિટલનો તમામ ખર્ચ આપવા તૈયારી દર્શાવી અને ખાનગી હોસ્પિટલના દાક્તરોને ભલામણ પણ કરી અને એક છ વર્ષના નાનકડા ભૂલકાં  રોનકનું સફળતાપૂર્વક ઓપરેશન પાર પડતાં બાળકના માતા પિતામાં હર્ષની લાગણી પ્રગટ થઈ સાથે રોનક પણ આવી હતી. 
આ બાળકને હોસ્પિટલમાંથી રજા આપતા આપતા જ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તથા દંડક રાજેન્દ્રસિંહ જાડેજા અને તેમની સમગ્ર ટીમ આ પરિવારની રૂબરૂ મુલાકાત કરી બાળકના ખબર અંતર પૂછ્યા હતા.ધારાસભ્ય ગીતાબા  જાડેજા  અનેક સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા અગ્રસર હોય છે આ પ્રસંગે પણ ગોંડલની પ્રજાને સાચા અર્થમાં ગીતાબાએ માતૃત્વના દર્શન કરાવ્યા હતા.આ સત્કાર્યમાં રાજકોટ (વાવડી ) યુવા અગ્રણી કનકસિંહ જાડેજા તથા નગરપાલિકા એમ્બ્યુલન્સ ના ડ્રાઇવર ગૌરવભાઈ દુધરેજીયા તથા રાજેશભાઈ લુણાગરીયા એ પણ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.