Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેંગલુરુમાં આયોજિત જી-20ની નાણા અને કેન્દ્રીય બેન્કોના ઉપ પ્રમુખોની બેઠક સંપન્ન

ભારતની સિલિકોન વેલી બેંગલુરુમાં (Bengaluru),બુધવારે જી-20 (G-20 meeting)નાણા અને કેન્દ્રીય બેંકોના(Central banks)ઉપપ્રમુખો (FCBD)ની પહેલી બેઠક સંપન્ન થઇ હતી. બેઠક દરમિયાન ભારતે વૈશ્વિક અર્થવ્યવસ્થા સમક્ષ ઉભેલા પડકારોને દૂર કરવા માટે પોતાની પ્રાથમિકતાઓને રજૂ કરી, જેને સભ્ય દેશો તરફથી ભરપૂર સમર્થન પ્રાપ્ત થયું હતું. ભારતની જી-20 અધ્યક્ષતા અંતર્ગત ફાયનાન્સ ટ્રેક એજન્ડા પર કેન્દ્રિત બે દિવસીય બેઠક યોજવામાં
બેંગલુરુમાં આયોજિત જી 20ની નાણા અને કેન્દ્રીય બેન્કોના ઉપ પ્રમુખોની બેઠક સંપન્ન
ભારતની સિલિકોન વેલી બેંગલુરુમાં (Bengaluru),બુધવારે જી-20 (G-20 meeting)નાણા અને કેન્દ્રીય બેંકોના(Central banks)ઉપપ્રમુખો (FCBD)ની પહેલી બેઠક સંપન્ન થઇ હતી. બેઠક દરમિયાન ભારતે વૈશ્વિક અર્થવ્યવસ્થા સમક્ષ ઉભેલા પડકારોને દૂર કરવા માટે પોતાની પ્રાથમિકતાઓને રજૂ કરી, જેને સભ્ય દેશો તરફથી ભરપૂર સમર્થન પ્રાપ્ત થયું હતું. ભારતની જી-20 અધ્યક્ષતા અંતર્ગત ફાયનાન્સ ટ્રેક એજન્ડા પર કેન્દ્રિત બે દિવસીય બેઠક યોજવામાં આવી હતી જેમાં બુધવારે કુલ ત્રણ સત્રમાં મુખ્યત્વે ત્રણ એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય કરવેરા, વૈશ્વિક સ્વાસ્થ્ય અને નાણાકીય સમાવેશન જેવા ત્રણ મહત્વપૂર્ણ એજન્ડા પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી.  


આંતરરાષ્ટ્રીય કરવેરા એજન્ડાને આગળ વધારવા જેવા મુદ્દા સામેલ રહ્યા હતા
બેઠકમાં થયેલા તમામ વિચાર-વિમર્શ, ભારતની જી-20 અધ્યક્ષતા અંતર્ગત વિત્ત ટ્રેકના એજન્ડા પર કેન્દ્રિત રહ્યું હતું. તેમાં સંયુક્ત રીતે 21મી સદીના પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાનોને ઉન્મુખ કરવા, નાણાકીય સમાવેશ અને ઉત્પાદકતાનો લાભ આગળ વધારવો, આબોહવા કાર્યવાહી અને એસીડીજી માટે ધિરાણ અને આંતરરાષ્ટ્રીય કરવેરા એજન્ડાને આગળ વધારવા જેવા મુદ્દા સામેલ રહ્યા હતા. આ દરમિયાન ‘હરિત ધિરાણમાં કેન્દ્રીય બેન્કોની ભૂમિકા’ વિષય પર એક સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ભારતની અધ્યક્ષતા દરમિયાન નાણા મંત્રાલય અને રિઝર્વ બેન્ક જી-20 ફાયનાન્સ ટ્રેક એજન્ડાને સમાવેશી રીતે આગળ વધારશે, જેનો ઉદ્દેશ્ય આજની વૈશ્વિક આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે વધુ સારા ભવિષ્યની તૈયારી કરવાનો છે. 
ભારતની પ્રાથમિકતાઓને સભ્ય દેશો દ્વારા ભરપૂર સમર્થન મળ્યું છે
દિવસનું સાતમુ સત્ર સમાપ્ત થયા બાદ નાણા મંત્રાલયમાં આર્થિક મામલાના વિભાગના સચિવ અજય સેઠએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ભારતની પ્રાથમિકતાઓને સભ્ય દેશો દ્વારા ભરપૂર સમર્થન મળ્યું છે અને દરેક પ્રાથમિકતાઓ પર સહમતિ બની ગઇ છે. આ સત્રમાં નક્કી થયું કે વૈશ્વિક સ્તરે મોંઘવારી, ખાદ્ય તેમજ ઇંધણના સંકટની સમસ્યાનો સામનો દરેક સભ્ય દેશો સમન્યવ કરીને કરીશું. 
બેંગલુરુના અન્ય સ્થળોની પણ મુલાકાતે લઇ જવામાં આવશે. 
બુધવારે સંપન્ન થયેલી બેઠક બાદ નાણા મંત્રીઓ અને કેન્દ્રીય  બેંકોના ગવર્નરની પ્રથમ બેઠક 23-25 ફેબ્રુઆરી, 2023 દરમિયાન બેંગલુરુમાં જ આયોજિત કરવામાં આવશે. કાર્યક્રમના ત્રીજા દિવસે ગુરુવારે વિદેશી પ્રતિનિધિમંડળને ભારતીય વિજ્ઞાન સંસ્થાન (IISc)ની મુલાકાત કરાવવામાં આવશે. તે સિવાય ગુરુવારે તેમને  બેંગલુરુના અન્ય સ્થળોની પણ મુલાકાતે લઇ જવામાં આવશે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.