રાજસ્થાનની ગેહલોત સરકાર પાણીના નામ પર રમી રહી છે રાજકારણ
રાજસ્થાનમાં ઉદયપુરથી ગુજરાત ફર્સ્ટનો સુપર એક્સલુસિવ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટરાજસ્થાનની અશોક ગેહલોત સરકારની ગંદી રાજનીતિનો પર્દાફાશગેહલોત સરકાર પાણીના નામ પર ગંદી રાજરમત રમવાની ફિરાકમાંગેહલોત સરકારના નિર્ણય બાદ ગુજરાત- રાજસ્થાન સરહદ પર આક્રોશગેહલોત સરકાર નિર્ણય બાદ સરહદ પાર વસવાટ કરતા આદિવાસી સમાજમાં આક્રોશરાજસ્થાન (Rajasthan)ની અશોક ગેહલોત સરકાર (Ashok Gehlot Government)ના બે નવા ડેમ બનાવવાàª
Advertisement
- રાજસ્થાનમાં ઉદયપુરથી ગુજરાત ફર્સ્ટનો સુપર એક્સલુસિવ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
- રાજસ્થાનની અશોક ગેહલોત સરકારની ગંદી રાજનીતિનો પર્દાફાશ
- ગેહલોત સરકાર પાણીના નામ પર ગંદી રાજરમત રમવાની ફિરાકમાં
- ગેહલોત સરકારના નિર્ણય બાદ ગુજરાત- રાજસ્થાન સરહદ પર આક્રોશ
- ગેહલોત સરકાર નિર્ણય બાદ સરહદ પાર વસવાટ કરતા આદિવાસી સમાજમાં આક્રોશ
રાજસ્થાન (Rajasthan)ની અશોક ગેહલોત સરકાર (Ashok Gehlot Government)ના બે નવા ડેમ બનાવવાની જાહેરાત બાદ વિવાદનો મધપૂડો છછેડાઈ ગયો છે. રાજસ્થાન અને ગુજરાત સરહદ ખાતે વસવાટ કરતા આદિવાસી અને અન્ય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના નાગરિકો ગેહલોત સરકારને ચીમકી આપી કહી રહ્યા છે કે, જાન જતી રહે કે ગળા કપાવવા પડે પણ રાજસ્થાનના ઉદેપુર ખાતે 2 ડેમ નહિ બનવા દઈએ. શું છે આ વિવાદ જુઓ ગુજરાત ફર્સ્ટના ડેપ્યુટી એડિટર અમિત રાજપૂતનો સુપર એક્સલુસિવ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ રાજસ્થાનથી નિહાળો.....
સાબરમતી નદી પર 50 મીટર અને સેઈ નદી પર 40 મીટર ડેમને મંજૂરી
ગુજરાતના સાબરકાંઠા નજીક ગુજરાત અને રાજસ્થાન સરહદ પર રાજસ્થાનમાં ઉદયપુર ખાતે આવેલા ચક સાંડમારીયા અને બુજા ગામ ખાતે રાજસ્થાન સરકાર દવારા સાબરમતી નદી પર 50 મીટર અને સેઈ નદી પર 40 મીટર ઊંચા બે સૂચિત ડેમ માટે આશરે 25 હજાર કરોડ રૂપિયાનો બજેટ ફાળવી દેવાતા બંનેએ રાજ્યના આદિવાસી અને અન્ય સમાજમાં આક્રોશની અગનજ્વાળા ભભુકી ઉઠી છે. રાજસ્થાનમાં ઉદયપુર ખાતે આવેલા બુજા અને ચક સાંડમારીયા ગામ ખાતે કઈ જગ્યા પર ડેમ બનાવવાની ગેહલોત સરકારની યોજના છે તેને જાણવા અને આદિવાસી સમાજના પ્રશ્નને વાચા આપવા માટે ગુજરાત ફર્સ્ટના ડેપ્યુટી એડિટર અમિત રાજપૂત સીધા જ રાજસ્થાનના ઉદયપુર ખાતે આવેલા ચક સાંડમારીયા અને બુજા ગામ ખાતે પહોંચ્યા.
લોકોને ખોટી માહિતી અપાઇ
સહુથી પહેલા ગુજરાત ફર્સ્ટની ટીમ રાજસ્થાનના ઉદયપુર ખાતે આવેલા ચક સાંડમારીયા ગામ ખાતે પહોંચી, ચક સાંડમારીયા ગામ ખાતે વસતા આદિવાસી સમાજમાં નાગરિકો સાથે વાતચીત કરી તો, આદિવાસી સમાજના નાગરિકોએ કહયું કે, સરકારી અધિકારીઓ તેમને અંધારામાં રાખીને સર્વે કરીને ગયા છે, આદિવાસી સમાજના નાગરિકો કે વધુમાં કહ્યું કે, અહીંયા વીજળીના થાંભલા લાગવાના છે અને ડ્રોન તેમજ જમીનનો ટેસ્ટ કરીને ગયા છે. પછી અમને પાછળથી ખબર પડી કે, અહીંયા ગેહલોત સરકાર દ્વારા ડેમ બનાવવાની જાહેરાત કરવામાં આવી તેનો સર્વે કરવામાં આવ્યું છે. સાંભળો સહુથી પહેલા ચક સાંડમારીયા ગામના નાગરિકોના આરોપ અને આક્રોશને....
હજારો પરિવાર વિસ્થાપિત થશે
ગુજરાત ફર્સ્ટની ટિમ અહીંયા જ રોકાઈ નહિ, ચક સાંડમારીયા ગામના નાગરિકો સાથે આગળ નિર્જન અને ઊંચા ડુંગરો પર ડેમ બનવાના બીજા માર્કિંગ સ્થળ પર સાબરમતી નદી ખાતે જીવના જોખમે પહોંચવા આગળ વધ્યા. જેમ -જેમ ડુંગર પર આગળ વધી રહ્યા હતા તેમ તેમ ખતરો વધી રહ્યો હતો પણ પ્રજાના પ્રશ્નો ને વાચા આપવાની અને આદિવાસી સમાજનાં હિત માટે ગુજરાત ફર્સ્ટની ન્યુઝ ટિમ જીવના જોખમે આગળ વધતી રહી અને આખરે સાબરમતી નદી પાસે બીજા માર્કિંગ સ્થળ પર પહોંચી ગઈ. સાબરમતી નદી પર ચક સાંડમારીયા ગામ ખાતે ગેહલોત સરકાર દ્વારા 50 મીટર ઊંચો અને મહાકાય ડેમ બનાવવાની યોજના છે, ડેમના લીધે સ્થાનિક આદિવાસી સમાજનો ગેહલોત સરકાર પર આરોપ છે કે, આશરે 12 જેટલા ગામ ડેમના કેચમેન્ટ વિસ્તાર એટલે જળઅધિગ્રહણ હેઠળ આવી જવાથી હજારો પરિવારોને વિસ્થપિત થવાનો વારો આવશે. સાથે જ ગુજરાતના આદિવાસી સમાજના અગ્રણી રૂમાલી ધ્રાંગીએ કહ્યું કે, ગેહલોત સરકારની યોજનાથી ગુજરાતના ધરોઈ ડેમમાં પાણીની આવક બંધ થઇ જશે અને ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓ પાણી ન મળવાના લીધે તબાહ થઇ જશે.
ગ્રામજનોને વિશ્વાસમાં ના લીધા
ચક સાંડમારીયા ગામ બાદ ગુજરાત ફર્સ્ટની ન્યુઝ ટિમ ગેહલોત સરકારના આંજણી પાસે બુજા ગામના સેઈ નદી પરના બીજા સૂચિત ડેમ સ્થળ ખાતે પહોંચી અને ત્યાં નદીના પટ પર હાજર આદિવાસી સમાજના અગ્રણીઓ પાસે જાણવાની કોશિશ કરી કે, અહીંયા તેમનો ગેહલોત સરકાર પર શું આરોપ છે ? સેઈ નદી ખાતે હાજર સરપંચો અને અગ્રણીઓ કહ્યું કે, ગેહલોત સરકારના અધિકારીઓએ કોઈ પણ રીતે ગ્રામ પંચાયત, ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર સીધા જ ડેમ બનાવવાનો નિણર્ય થોપી દીધો છે અને ડેમ બનવાથી અહીંયા પણ 12 જેટલા ગામના નાગરિકોનું જીવન તહસ - નહસ થઇ જશે.
ઉત્તર ગુજરાતના ગામડાઓને પણ અસર
રાજસ્થાનના ઉદયપુર ખાતે આવેલા ચક સાંડમારીયા અને બુજા ગામ ખાતે સૂચિત ડેમ બની જાય તો રાજસ્થાન બાદ તેની સીધી અસર ઉત્તર ગુજરાતના 5 ગામડાઓને થાય તેમ છે. ગેહલોત સરકારના નિર્ણયને લઈને ગુજરાતના આદિવાસી અને અન્ય સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતના સરહદી જિલ્લાઓના અગ્રણીઓ દ્વારા ગેહલોત સરકારના નિર્ણયના વિરોધમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને આ યોજના તાત્કાલિક ધોરણે રોકવા માંગ કરવામાં આવી છે અને ગેહલોત સરકાર જો યોજનાને પડતી નહિ મુકશે તો આંદોલન પણ કરવામાં આવશે તેની ચીમકી આપવામાં આવી છે.
લોકોમાં ભારે રોષ
ગુજરાતના સાબરકાંઠા નજીક ગુજરાત અને રાજસ્થાન સરહદ પર રાજસ્થાનમાં ઉદયપુર ખાતે આવેલા ચક સાંડમારીયા અને બુજા ગામ ખાતે ગેહલોત સરકાર દવારા સાબરમતી નદી પર 50 મીટર અને સેઈ નદી પર 40 મીટર ઊંચા બે સૂચિત ડેમ બનાવીને સીએમ અશોક ગેહલોત આખરે શું સાબિત કરવા માંગે છે ? ગહેલોત સરકારના નિર્ણય બાદ ગુજરાત-રાજસ્થાનના સરહદી વિસ્તારમાં ધીમે - ધીમે બે ડેમ બનવાનો મુદ્દો લોકમુખે છે. રાજસ્થાન સરકાર, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ડેમ મુદ્દે યોગ્ય ઉકેલ નહિ લાવશે તો ડેમનો વિષય અન્ય રાજ્યોના વિવાદોની જેમ ભભૂકી ઉઠશે.
આ પણ વાંચો--કોતરપુર વોટર વર્કસમાંથી વધુ એક કપાયેલો હાથ મળ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.