Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં યુવકને નોકરીની લાલચ આપી છેતરપીંડી કરનાર ગેંગના આરોપીને સુરત પોલીસે દિલ્લી થી ઝડપી પાડ્યો

સુરતમાં યુવકને નોકરીની લાલચ આપી છેતરપીંડી કરનાર ગેંગના આરોપીને સુરત પોલીસે દિલ્લી થી ઝડપી પાડ્યો છે.  આરોપીએ કોલ લેટરના નામે કુરિયર કરી કુરિયર તેમજ કંપનીના ચાર્જ ના નામે અલગ અલગ રીતે રૂપિયા ટ્રાન્સફર કરાવી 4 લાખ થી વધુ ની છેતરપીંડી આચરી હતી સેમસંગ ઈલેક્ટ્રોનિકસ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીના નામે યુવકને સિલેક્શનનો મેસેજ આવ્યો સુરત માં રહેતા અને ડાંઈંગ અને પ્રિન્ટિંગ મીલમાà
સુરતમાં યુવકને નોકરીની લાલચ આપી છેતરપીંડી કરનાર ગેંગના આરોપીને સુરત પોલીસે દિલ્લી થી ઝડપી પાડ્યો
સુરતમાં યુવકને નોકરીની લાલચ આપી છેતરપીંડી કરનાર ગેંગના આરોપીને સુરત પોલીસે દિલ્લી થી ઝડપી પાડ્યો છે.  આરોપીએ કોલ લેટરના નામે કુરિયર કરી કુરિયર તેમજ કંપનીના ચાર્જ ના નામે અલગ અલગ રીતે રૂપિયા ટ્રાન્સફર કરાવી 4 લાખ થી વધુ ની છેતરપીંડી આચરી હતી 

સેમસંગ ઈલેક્ટ્રોનિકસ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીના નામે યુવકને સિલેક્શનનો મેસેજ આવ્યો 
સુરત માં રહેતા અને ડાંઈંગ અને પ્રિન્ટિંગ મીલમાં સુપરવાઈઝર નું કામ કરતા રાકેશ પાટીલ વધુ સારી નોકરીની શોધમા હતા. તેમણે સોશિયલ સાઇટ પર પોતાનો બાયોડેટા મુક્યો હતો.જે ઓનલાઇન દેખાતા એક કંપની એ તેમને નોકરી માટે સિલેક્ટ કર્યા હોવાનું જણાવી મેઈલ કરી ફોન કર્યો હતો..સેમસંગ ઈલેક્ટ્રોનિકસ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીના નામે યુવકને સિલેક્શનનો મેસેજ પણ આવ્યો હતો.ત્યારબાદ અલગ અલગ લોકો દ્વારા તેને ફોન કરાયો હતો..જેમાં એચ આર ના નામે પણ એક વ્યક્તિ નો ફોન આવ્યો હતો.જેમાં તેમને ઓનલાઇન ઇન્ટરવ્યૂ માટે કહેવામાં આવ્યું હતું.

વિશ્વાસમાં લઇ ત્રણ વાર કુરિયર મોકલી અલગ-અલગ ચાર્જના નામે પૈસા વસુલ્યા 
જોકે ત્યારબાદ ઓનલાઇન ઇન્ટરવ્યૂના લેવાઈ ને ઓફલાઇન ઇન્ટરવ્યૂ લેવા માં આવ્યું હતું..ત્યારબાદ તેમનું સિલેક્શન થઈ ગયું હોવાનું કહેવાયું હતું..અને તેમનો કોલ લેટર કુરિયર કરવામાં આવ્યો છે.જેનો ચાર્જ રાકેશ ને ભરવો પડશે જેથી તેમણે ચાર્જ ભરી કુરિયર રિસીવ કર્યું હતું.જોકે તેમાં કોઈ કોલ લેટર નહીં નીકળતા તેમણે ફરી કંપની ના નામે જે માંથી ફોન આવ્યો હતો તેને ફોન કરી જાણ કરી .તેમને જણાવ્યું કે કુરિયર મોકલવામાં ભૂલ થઈ ગઈ અને બીજી વખત મોકલ્યું.એમ વિશ્વાસમાં લઇ અલગ અલગ ત્રણ વાર કુરિયર મોકલી તેનો ચાર્જ વસુલ્યો.. ત્યારબાદ કંપની ના નામે એમ્પ્લોયનું બેન્ક ખાતું ખોલવાના નામે પણ રૂપિયા મંગાયા હતા.

4 લાખ 20 હજાર રૂપિયા પડાવી લઈ તમામ ના ફોન સ્વીચઓફ
આમ વિવિધ ચાર્જ ના નામે 4 લાખ 20 હજાર રૂપિયા પડાવી લઈ તમામ ના ફોન સ્વીચઓફ થઈ જતા 8 લોકો સામે ફરિયાદ કરાઈ હતી..જેમાં પોલીસે અગાઉ બે આરોપી ઝડપી પડ્યા છે.જેમાં વધુ એક મુખ્ય આરોપી જીતેન્દ્ર શાહુ ને દિલ્લી ખાતે થી ઝડપી પડાયો હતો.. ડીંડોલી પોલીસે આરોપી ની ધરપકડ કરી સુરત ખાતે લાવી અન્ય ફરાર આરોપી ક્યાં છે તે બાબતે વધુ પૂછપરછ હાથ ધરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.