તેલંગાણા ભાજપના ધારાસભ્ય અંબાજીના દર્શને, ભારત હિન્દુ રાષ્ટ્ર બને તેવું નિવેદન
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી (Ambaji) મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી ગબ્બર ખાતે હાલમાàª
Advertisement
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી (Ambaji) મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી ગબ્બર ખાતે હાલમાં પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં વિવિધ નેતાઓ, વીઆઈપી લોકો આવી રહ્યા છે. અંબાજી ખાતે આજે તેલંગાણા ભાજપના ધારાસભ્ય ટાઈગર રાજાસિંહ અંબાજી મંદિરના દર્શન કર્યા હતા.
તેલંગાણા ભાજપના ધારાસભ્ય અંબાજી ખાતે પહોંચ્યા
આજે ગબ્બર પરિક્રમા મહોત્સવનો અંતિમ દિવસ છે ત્યારે અંબાજી ખાતે ગુરુવારે રાત્રે તેલંગાણા ભાજપના ધારાસભ્ય અંબાજી ખાતે પહોંચ્યા હતા અને તેમને અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. તેમની સાથે વાવ સ્ટેટ ગજેન્દ્રસિંહજી રાજવી પણ અંબાજી આવ્યા હતા.અંબાજી મંદિરના દર્શન કર્યા અને ગબ્બર પરિક્રમા મહોત્સવમાં હાજરી આપી હતી.અંબાજી ખાતે આવેલા ઇસ્કોન અંબે વેલીમા માતાજીના મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા.ટાઈગર રાજાસિંહ હૈદરાબાદ વિસ્તારનાં ગોસામહલના ભાજપના ધારાસભ્ય છે.અંબાજી ખાતે આવીને તેમને હિન્દુ રાષ્ટ્ર બને તેવું નિવેદન આપ્યું.
તેલંગાણાના ભાજપના ધારાસભ્યે અંબાજી ખાતે મોટું નિવેદન આપ્યું, ભારત અખંડ રાષ્ટ્ર બને
અંબાજી ખાતે ગુજરાત ફર્સ્ટ સાથેની વિષેશ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે દુનિયામાં 50 થી વધુ રાષ્ટ્ર ઇસ્લામિક બની શકે, 150 થી વધુ રાષ્ટ્ર ક્રિશ્ચીયન શકે તો ભારત અખંડ હિન્દુ રાષ્ટ્ર કેમ ના બની શકે તેવું નિવેદન આપ્યું હતું. અંબાજી બ્રાહ્મણ સમાજ દ્વારા તેમને ભગવાનની તસ્વીર પણ આપવામાં આવી હતી. તેલંગાણાના ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું કે હું અંબાજી મંદિરમાં દર્શન કરવા ગયો ત્યારે અંબાજી મંદિરના મહારાજે જણાવ્યું કે આ મંદિરમાં જે પણ માંગો તે મનોકામના માતાજી જરૂર પૂરી કરે છે,એટલે મેં મારા માટે કંઈ નથી માગ્યું પણ ભારત અખંડ હિન્દુ રાષ્ટ્ર બને તેવું મેં માતાજી સમક્ષ માંગ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ