Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતમાં AAP માત્ર માહૌલ બનાવવા પ્રયાસ કરે છે, કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી, ભાજપ સરકાર બનાવશે : સંબિત પાત્રા

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે દ્વિપક્ષીય ચૂંટણીકોંગ્રેસના નેતા પ્રચાર કરવા નથી આવતા, ફ્રસ્ટ્રેશનમાં છેગુજરાતની જનતા વિકાસમુખીને જ આશિર્વાદ આપે છેગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે એક સપ્તાહનો સમય બાકી છે. ભારતીય જનતા પાર્ટી પોતાના ગઢ પર સત્તા કાયમ રાખવા પુર જોશથી પ્રચાર-પ્રસાર કરી રહી છે. ભાજપ એક રણનીતિથી પ્રચાર પ્રસાર કરી રહ્યું છે ત્યારે ગુજરાત ફર્સ્ટ પર ભાજપના (BJP) à
ગુજરાતમાં aap માત્ર માહૌલ બનાવવા પ્રયાસ કરે છે  કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી  ભાજપ સરકાર બનાવશે   સંબિત પાત્રા
Advertisement
  • ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે દ્વિપક્ષીય ચૂંટણી
  • કોંગ્રેસના નેતા પ્રચાર કરવા નથી આવતા, ફ્રસ્ટ્રેશનમાં છે
  • ગુજરાતની જનતા વિકાસમુખીને જ આશિર્વાદ આપે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે એક સપ્તાહનો સમય બાકી છે. ભારતીય જનતા પાર્ટી પોતાના ગઢ પર સત્તા કાયમ રાખવા પુર જોશથી પ્રચાર-પ્રસાર કરી રહી છે. ભાજપ એક રણનીતિથી પ્રચાર પ્રસાર કરી રહ્યું છે ત્યારે ગુજરાત ફર્સ્ટ પર ભાજપના (BJP) રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી સંબિત પાત્રા (Sambit Patra) સાથે SUPER EXCLUSIVE ઇન્ટરવ્યૂ થયો. જેમાં તેઓએ કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) પર પોતાની આગવી છટાંથી ક્યાં બોલીવુડ ફિલ્મના ડાયલોગ  ટાંકીને તો ક્યાંક સંસ્કૃતના શ્લોક ટાંકીને કોંગ્રેસ અને  આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યાં.
સવાલ : તમે ગુજરાતમાં ફર્યાં માહોલ કેવો છે?
જવાબ : તમારા કાર્યક્રમનું નામ ટુ ધ પોઈન્ટ છે. તેથી મારો જવાબ પણ ટુ ધ પોઈન્ટ રહેશે, માહૌલ સારો છે. પ્રચંડ બહુમતિ સાથે જુના રેકોર્ડ તોડી ભાજપ સરકાર બનાવશે. આ એક મોટી વાત છે. અમારા હરિફ કોંગ્રેસ જ ગાયબ છે.
સવાલ : એક પ્રતિદ્વંદી અરવિંદ કેજરીવાલજી સરકાર બનેશે તેવી ગેરંટી આપે છે અને ગેરંટી કાર્ટ પણ વહેંચે છે
જવાબ : જુઓ મને લાગે છે કે જ્યાં સુધી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનો સવાલ છે તે હરિફ નથી તે માહોલ બનાવવાનનો પ્રયાસ કરે છે અને તે હરિફ નથી એટલે હું તેમનું નામ લઈ તે ઉચિત નથી અને તેઓ ઈચ્છે છે કે અમે તેનું નામ લઈએ જેથી તેમને મહત્વ મળે. અહીં દ્વિપક્ષીય ચૂંટણી છે. ભાજપ એક પક્ષ છે અને કોંગ્રેસ એક પક્ષ છે પણ બીજો પક્ષ નબળો છે અને તેથી રેકોર્ડ તુટવાનો છે અને સર્વે ભાજપને પ્રચંડ બહુમતિની વિજેતા દેખાડે છે.
સવાલ : સાઈલન્ટ વોટર મત આપશે, ભાજપની સરકાર નહી બને તેવું કોંગ્રેસ-AAP કહે છે.
જવાબ :  બંને પહેલા બેસીને નક્કી કરે કે કોને મત આપીશું તે બાદ અમને પુછશે.
સવાલ : રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર સાથે ચાલી રહ્યાં હતા લોકોમાં ગુસ્સો છે. શું કહેશો?
જવાબ : જ્યાં સુધી રાહુલ ગાંધીનો સવાલ છે મને તો આશ્ચર્ય લાગે છે કે, આટલી મોટી ગુજરાતની મહત્વપૂર્ણ ચૂંટણીમાં કોંગ્રેસનું બધુ દાવ પર લાગેલું છે આજે ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ક્યાંય દેખાતી નથી. તેમ છતાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના મોટા નેતા અહીં પ્રચાર કરવા નથી આવતા આ કોંગ્રેસ પાર્ટીના ફ્રસ્ટ્રેશન લેવલને દેખાડે છે. જ્યાં સુધી મેધા પાટકરજીનો સવાલ છે. હું તો એટલું જ કહીશ કે સૌરાષ્ટ્રને લાંબા સમય સુધી પિડાવું પડ્યું છે અને તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીને ઉપવાસ પર ઉતરવું પડયું હતું. ગ્રાઉન્ડ લેવલ પર આવી આંદોલન કરવું પડવું છે કે અમે સરદાર સરોવર ડેમની ઉંચાઈ વધારીએ જેથી જનતાનું કલ્યાણ થાય તે બાદ કોંગ્રેસ પાર્ટી આજે મેધા પાટકરને લઈને ફરે છે. વર્ષ 2014માં આ જ આમ આદમી પાર્ટી મેધા પાટકરનેટ ટિકિટ આપતી હતી. મેધા પાટકર એક વ્યક્તિ નથી તે વિકાસને અવરોધ કરનારો વિચાર છે અને આ વિચાર લઈને જે વ્યક્તિ યાત્રાએ નિકળે તે યાત્રા ક્યારેય ભારત જોડો યાત્રા હોઈ શકે નહી. તે યાત્રા હંમેશા જ ભારત તોડો યાત્રા હોય છે.
સવાલ : AAPના હવાલાકાંડ, કોંગ્રેસના 75 લાખ કેશ સુરતમાં પકડાયા, આ ઈમાનદાર છે, ભ્રષ્ટાચારી છે, તમે કંઈ રીતે જુઓ છો?
જવાબ : જુઓ, શોલે ફિલ્મનો ડાયલોગ છે. અમિતાભ બચ્ચન માસી પાસે ધર્મેન્દ્ર માટે બસંતીનો હાથ માંગવા ગયા હતા, તો ત્યાં જઈને કહે છે ને કે, માસી જોઈ લો આ છોકરો છે તો સારો પણ થોડો દારૂ પીવે છે, પણ છે સારો, ચોરી કરે છે પણ છે સારો, તેવી રીતે જ આમ આદમી પાર્ટીની પણ કહાની છે, થોડી મસાજ કરાવી લે છે, રેપિસ્ટ પાસે મસાજ કરાવીને તેને ફિઝિયો થેરેપિસ્ટ કહે છે પણ છે ઘણાં સારા, એક્સાઈઝ પોલીસીમાં કૌભાંડ કરે છે, પણ છે ઘણાં સારા, તેમના ઘણાં મંત્રી સસ્પેન્ડ થયાં છે, વિડીયો, સ્ટિંગ બન્યા છે, પણ છે ઘણાં સારા, આ જે પોતાનું મહિમામંડન કરવા લાગ્યા છે. જનતાજનાર્દન બધુ જાણે છે. જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનો સવાલ છે સંસ્કૃતમાં એક એક સારો મહાવરો છે. आकाशात्पतितं तोयं यथा गच्छति सागरम्, सर्वदेवनमस्कार: केशवं प्रति गच्छति આકાશમાંથી પાણી પડે તેને અંતે સમુદ્રમાં જ જવાનું છે. આપણે કોઈ પણ દેવતાને નમસ્કાર કેમ ના કરીએ અંતે તો તે કેશવ પ્રત્યેજ નમસ્કાર જવાનું છે. તેવું જ કોંગ્રેસ માટે કે ભ્રષ્ટાચાર ભારતવર્ષમાં ક્યાંય પણ થાય અંતે તો તેની જવાબદાર કોંગ્રેસ હોય છે. સુરતમાં 75 લાખની હેરફેર સંદીપ નામના રાહુલ ગાંધીના ખાસ વ્યક્તિનો વિડીયો સામે આવે છે. આ સંદીપ નેશનલ સેક્રેટરી છે રાહુલ ગાંધીના ખાસ વ્યક્તિ છે અને જે બીજા ઉદય ગુર્જર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતજીના ખાસ વ્યવક્તિ છે તેમના ખાસ લોકો અહીં આવીને પૈસા માટેનું જે રેકેટ ચલાવે છે તે આજે પકડાયું છે. આ કોંગ્રેસનું ફ્રસ્ટ્રેશન છે.
સવાલ : તમને લાગે છે ગુજરાતની જનતા પૈસાના દમે મત આપશે?
જવાબ : જી બીલકુલ નહી કરે, દેશની બુદ્ધિમાન જનતાઓમાંથી એક ગુજરાતની જનતા છે. તેને ખબર છે ગુજરાતને શું જોઈએ છે. પૈસાના દમે ગુજરાતની જનતા ક્યારેય મત નથી આપતી. ગુજરાતની જનતા તેને જ આશિર્વાદ આપે છે જે વિકાસમુખી હોય છે. ગુજરાતીઓના હિતને રાખીને ગુજરાતને આગળ વધારે છે.
સવાલ : તમે રામમંદિર, 370 વિશે વાત કરો છો, મોંઘવારી, બેરોજગારીની વાત નથી કરતા તેવા આક્ષેપો શું કહેશો?
જવાબ : જુઓ, અમે રામમંદિરની વાત તો કરીશું. 500 વર્ષોથી જે વિષયનો ઉકેલ દુર-દુર સુધી નહોતું જોવા મળ્યું. એક ટીપું પણ લોહી વહેડાવ્યા વિના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ, સૌનો પ્રયાસ આ નીતિને લઈને સૌને સાથે લઈ આજે એક બહુમુલ્ય ભવ્ય રામમંદિર બની રહ્યું છે તો શું અમે તેની ગાથા નહી કહીએ, બીલકુલ કહીશું. કોંગ્રેસના મિત્રો અમેને ચિડવીને ડિબેટમાં કહેતા હતા કે મંદિર વહી બનાયેગેં, તારીખ નહી બતાયેગે. આજે અમે તારીખ પણ જણાવી રહ્યાં છીએ અને મંદિર પણ ત્યાં જ બનાવી રહ્યાં છીએ. જ્યાં સુધી 370નો સવાલ છે. બિલકુલ  અમારા મેનિફેસ્ટોનો ભાગ છે. પંડિત જવાહરલાલ કહેતા હતા કે ઘસતા... ઘસતા... ઘસાશે પણ તેમણે પણ તેને અડ્યું નહી. આજે પહેલીવાર નરેન્દ્ર મોદી જેવા એક વડાપ્રધાન મળ્યા છે જેણે આર્ટિકલ 370ને એક ઝટકે હટાવી દીધી તો સ્વાભાવિક છે તેનો પણ વિષય કહીશું. જ્યાં સુધી તમે બેરોજગારી અને અન્ય વિષયો પર કહ્યું જુઓ આ ગ્લોબલ પેન્ડેમિક કોરોના બાદ વિશ્વમાં જે સ્થિતિ હતી તેનાથી આપણે આજાણ નથી. IMF અને વર્લ્ડ બેંકે પણ સ્પષ્ટપણે કહ્યું કે, સમગ્ર વિશ્વ મંદી તરફ જઈ રહ્યું છે પણ ભારત એકમાત્ર દેશ છે જેમાં સારા નેતૃત્વ અને આર્થિક નીતિઓને કારણે તેનો પાયો મજબુત છે અને મંદી ભારતને અડશે નહી. શું આ કોઈ નાનો વિષય છે? આખું વિશ્વ અમેરીકા, યુરોપ મંદી તરફ જઈ રહ્યું છે. તેવામાં ભારત મજબુતાઈથી ઉભું છે તે દેખાડે છે કે આમારી આર્થિક નીતિઓ મજબુત છે અને તેની પાછળ નરેન્દ્ર મોદીજીનું નેતૃત્વ છે અને એટલું જ નહી મોદીજીએ સત્તા સંભાળી ત્યારે ભારત 11માં સ્થાને હતું આજે પાંચમાં સ્થાને વૈશ્વિક સ્તરે આર્થિકરૂપમાં ઉભું છે તે મોટો કિર્તીમાન છે.
સવાલ : આરોપ લાગે છે કે, ચૂંટણી નજીક આવે ત્યારે જ તમે UCCની વાત કરો છો, દ્વારકામાં બુલડોઝર ચાલે છે, મતોનું ધ્રુવિકરણ કરો છો.
જવાબ : જ્યાં સુધી UCCનો સવાલ છે. આદરણીય અમિતભાઈ શાહજીએ પણ તેનો જવાબ આપ્યો છે અમારા મેનિફેસ્ટોનો વિષય છે પણ સંઘન ચિંતન, દરેક સાથે ડિબેટ કર્યાં બાદ UCC કોઈ હિંદુ-મુસલમાનનો વિષય નથી. UCC અમારા મેનિફેસ્ટોમાં સ્પષ્ટ લખ્યું છે. નારી સશક્તિકરણનો વિષય છે. કેવી રીતે મહિલાઓને અમે વધુ આગળ લાવી શકીએ તેની સાથે કોઈ ભેદભાવ થાય નહી. ત્રિપલ તલાક હટાવવાનું કામ કર્યું છે નરેન્દ્ર મોદીજીએ કોઈએ નહી વિચાર્યું હોય. શું ત્રિપલ તલાક હિંદુ-મુસલમાનનો વિષય છે. શું આ મુસલમાનો પર અત્ચાર હતો બિલકુલ નહી. આ ન્યાયનો વિષય છે અને એક સમુદાયની મહિલાઓ પ્રત્યે ન્યાય કેવી રીતે મળે તેનો વિષય છે. તેથી દરેક વિષયને આપણે હિંદુ-મુસલમાનના ચશ્માથી ના જોઈએ. જ્યાં સુધી બેટ દ્વારકાજીનો સવાલ છે. હું સ્પષ્ટપણે માનું છું કે, જો કોઈ ગેરકાયદે જમીન હડપીને કંઈ પણ કેમ ના બનાવે તેને ફરી રિક્લેઈમ કરવું સરકારનું કામ છે. ભારતવર્ષમાં 12 મહિનામાં 13 ચૂંટણીઓ થાય છે. કયો એવો સમય છે જ્યારે ચૂંટણી નથી થતી હોતી. તેથી શું કામ કરવાનું બંધ કરી દઈએ.
સવાલ : રાહુલ ગાંધી વારંવાર વીર સાવરકર પર સવાલ કેમ ઉભો કરે છે, તેમને રાજકિય લાભ મળી શકે છે?
જવાબ : મને તો આશ્ચર્ય લાગે છે કે રાહુલ ગાંધી ઈતિહાસના વિષયમાં કંઈ જાણતા નથી. ઈતિહાસ અને રાહુલા ગાંધી ડાયવર્સ ક્ષેત્ર છે પણ જે પ્રકારે તેઓ વીર સાવરકર પર તેઓ વારંવાર હુમલો કરે છે તે વીર સાવરકર શું છે. વીર સાવરકરનો અર્થ શું છે તે તેઓ વિચારી પણ શકે નહી. બે-બે આજીવન કારાવાસ કાપવા, આ જેલમાં રહીને પોતાના પરિવારજનોને ગુમાવવા આ  બધી બાબતો રાહુલ ગાંધી સમજી નહી શકે કારણ કે તેઓ એશોઆરમમાં મોટો થયેલા લોકો છે. મને લાગે છે રાહુલ ગાંધી જે રીતે મરાઠીઓનું અપમાન કરે છે મહારાષ્ટ્ર તેનો જવાબ આપશે.
સવાલ : ગુજરાતની સારી બાબતો શું લાગે છે, ગુજરાતમાં થયેલા પાંચ સારા કામ? 
જવાબ : ગુજરાતમાં જ્યારે આવું છું ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર્લી ગુજરાતને મજબુત જોઉં છું.  હું આ વખતે આવ્યો ત્યારે ઘણાં એવા ફ્લાઈઓવર હતા જે આજથી ત્રણ ચાર વર્ષ પહેલા નહોતા પણ આ વખતે મજબુતીથી બનેલા છે. રાજકોટમાં એમ્સ બનવું. વડોદરામાં જહાજ બનાવવાની ફેક્ટરી આ નાની બાબતો નથી. આ વિકાસ ગુજરાત જેટલો થઈ રહ્યો છે તે કહેવામાં આવે એટલો ઓછો છે. ગુજરાતમાં દરેક ઘરે પાણી પહોંચે છે અને સૌરાષ્ટ્રમાં જે પાણીની સમસ્યા હતી ત્યાં મોદીજીએ સફળતાપૂર્વક પાણી પહોંચાડ્યું. આજે સૌરાષ્ટ્રનું એક પરિવર્તિત સ્વરૂપ જોઈ રહ્યો છું તે ગુજરાતનું એક મોટું અચિવમેન્ટ છે.
સવાલ : નવા મતદારો જેણે ભાજપની જ સત્તા જોઈ છે તેમને શું કહેશો?
જવાબ : યુવાનોને આજે સંદેશ આપવાની જરૂર નથી આજનો યુવાન બળવાન, બુદ્ધિમાન અને દરેક વિષયોને સમજે છે અને શું ગ્રહણ કરવું તે પણ જાણે છે તેથી હું સલાહ આપું કારણ કે તેઓ મારાથી વધારે ઈન્ટેલિજન્ટ છે પણ એટલું જરૂર કહીશ કે બહાર આવીને 100% મતદાન કરો. તે દિવસે રજા માણવાની નથી. બહાર આવી મતનો ઉપયોગ કરવાનો છે અને ઘર જઈને તમારે નાસ્તો કરવાનો સવારના નાસ્તા પહેલા મતદાન કરવાનું છે. યુવાનો બુદ્ધિમાન છે તેઓ જાણે છે મોદીજી અને રાહુલજીમાં શું ફરક છે. રાહુલજી શું છે અને મોદીજી શું છે તે યુવાનોને જણાવવાની જરૂર નથી.
સવાલ : કેટલી સીટો આવશે?
જવાબ : હું સંખ્યા નહી જણાવીશ, પણ પ્રચંડ બહુમતી સાથે ભાજપ સરકારમાં આવશે. 8મી તારીખ વધારે દુર નથી આપણે જોઈશું તે દિવસે કેવી રીતે રેકોર્ડ તોડીને પ્રચંડ બહુમતી સાથે ભાજપની સરકાર નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં બનશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×