Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગઢડા તાલુકાના ઢસા ગામની ધો. 10 વિઘાથીનીએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનુ નામ રોશન કર્યું

પોતામાં રહેલી સિદ્ધિઓ અને આવડતને જ્યારે જોવામાં આવે તોજ ખબર પડે આવું જ કંઈક ઢસા ગામની દિકરી દ્રષ્ટિ વિજયભાઈ કારીયાણી એ કરી બતાવ્યું છે. નાનકડા ઢસા ગામની વિઘાથીની દ્રષ્ટિએ કારગિલના હીરો કેપટન વિક્રમ બત્રા  વિશે અંગ્રેજીમાં નિબંધ લખી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનુ નામ રોશન કર્યું . રક્ષા મંત્રાલય અને શિક્ષા મંત્રાલય દ્વારા વિરગાથા 2.0 પ્રોજેક્ટ અંતર્ગત વીર જવાનો ઉપર અલગ અલગ કલાઓ થી
ગઢડા તાલુકાના ઢસા ગામની ધો  10  વિઘાથીનીએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનુ નામ રોશન કર્યું
પોતામાં રહેલી સિદ્ધિઓ અને આવડતને જ્યારે જોવામાં આવે તોજ ખબર પડે આવું જ કંઈક ઢસા ગામની દિકરી દ્રષ્ટિ વિજયભાઈ કારીયાણી એ કરી બતાવ્યું છે. નાનકડા ઢસા ગામની વિઘાથીની દ્રષ્ટિએ કારગિલના હીરો કેપટન વિક્રમ બત્રા  વિશે અંગ્રેજીમાં નિબંધ લખી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનુ નામ રોશન કર્યું . 
રક્ષા મંત્રાલય અને શિક્ષા મંત્રાલય દ્વારા વિરગાથા 2.0 પ્રોજેક્ટ અંતર્ગત વીર જવાનો ઉપર અલગ અલગ કલાઓ થી તેમની વીરગતિ ને વધાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં દેશભરમાંથી ધોરણ 9 અને 10ના વિધાર્થીઓ એ પોતાની આવડત ને આકાર આપી નિબંધ, કવિતા, ચિત્રો, વીડિયો જેવા વિવિધ કલાકૃતિ દ્વારા ભાગ લીધેલ. જેમાં ગઢડા તાલુકાના ઢસાની ધો.10 મા અભ્યાસ કરતી દ્રષ્ટિએ કારગિલના હીરો કેપટન વિક્રમ બત્રા વિશે અંગ્રેજીમાં નિબંધ લખી સમગ્ર રાષ્ટ્રમાં નિબંધ સ્પર્ધામાં ગુજરાતના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામની દ્રષ્ટિ વિજયી બની છે .  
ગઢડા તાલુકાના ઢસા ગામની આર.જે.એચ હાઇસ્કુલમાં અભ્યાસ કરતી ધોરણ 10 ની વિદ્યાર્થીની કારીયાણી દ્રષ્ટિ વિજયભાઈ એ રાષ્ટ્ર કક્ષાએ ક્રમાંક મેળવી ઢસા ગામનું અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું હતું. જયારે દ્રષ્ટિ ને આગામી 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના દિવસે રક્ષા મંત્રલાય દ્વારા દ્રષ્ટિનું સન્માન કરી ને રોકડ પુરસ્કાર રૂપે10000 આપવામાં આવશે. ત્યારે ઢસા શાળા પરિવાર અને વિઘાથીનીના પરીવાર અને ઢસા ગ્રામજનો દ્વારા શુભકામનાઓ પાઠવીને અભિનંદન આપી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય લેવલે વિજય થયેલ દ્રષ્ટિએ પોતાના શાળાના શિક્ષકો અને પરિવારને યશ આપ્યો હતો 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.