દીવાન-બલ્લુભાઈ શાળા દ્વારા 116માં સ્થાપનાદિનની વિશિષ્ટ ઉજવણી
દીવાન-બલ્લુભાઈ શાળાની સ્થાપના 6 જાન્યુઆરી 1908ના રોજ એટલે કે 115 વર્ષ પહેલા ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલના નામે માત્ર 102 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સાથે બે શિક્ષકો બળવંતરાય ઠાકોર અને જીવણલાલ દીવાન દ્વારા બાળકોને ઉત્તમ કેળવણી મળી રહે તે હેતુથી કરાયેલ હતી. આજે આ સંસ્થા રાજનગર, પાલડી અને કાંકરિયામાં કાર્યરત છે અને તેમાં બધા મળીને 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.અનોખી ઉજવણીશાળાના સà«
Advertisement
દીવાન-બલ્લુભાઈ શાળાની સ્થાપના 6 જાન્યુઆરી 1908ના રોજ એટલે કે 115 વર્ષ પહેલા ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલના નામે માત્ર 102 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સાથે બે શિક્ષકો બળવંતરાય ઠાકોર અને જીવણલાલ દીવાન દ્વારા બાળકોને ઉત્તમ કેળવણી મળી રહે તે હેતુથી કરાયેલ હતી. આજે આ સંસ્થા રાજનગર, પાલડી અને કાંકરિયામાં કાર્યરત છે અને તેમાં બધા મળીને 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
અનોખી ઉજવણી
શાળાના સ્થાપના દિને રજા રાખવાને બદલે સંસ્થાના આચાર્યશ્રીઓ દ્વારા આ દિવસે સ્વચ્છતા અભિયાન, દાદા-દાદી, નાના-નાનીનું સન્માન કરવું, વૃધ્ધાશ્રમની મુલાકાત, રક્તદાન કેમ્પ, રોગનિદાન કેમ્પ જેવા કાર્યક્રમો યોજીને કરવામાં આવે છે.
રમતોત્સવ
દીવાન-બલ્લુભાઈ શાળા દ્વારા 116માં સ્થાપનાદિનની ઉજવણી નિમિત્તે સ્થાકીય સર્વ શાળા રમતોત્સવનું આયોજન કરાયેલ છે. આ રમતોત્સવમાં રાખેલ ત્રેવીસ જેટલી રમતોમાં ચારથી સત્તર વર્ષની ઉંમરના લગભગ સત્તારસોથી વધુ બાળકો ભાગ લઇ રહ્યા છે. આ રમતોત્સવનુ ઉદ્ધાટન સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી અને GSC બેક તેમજ રેડક્રોસ ગુજરાતના ચેરમેન અજયભાઈ પટેલે કર્યું હતું. જેમાં વાલીઓ પૂર્વ વિદ્યાર્થીઓ, તેમજ શાળાના સાત હજારથી વધુ બાળકો ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
બાળકનો સર્વાંગી વિકાસ મુખ્ય ધ્યેય
શાળાનું મેનેજમેન્ટ સ્પષ્ટ વિચાર ધરાવે છે કે બાળકોને માહિતી આધારિત જ્ઞાન આપવા સાથે તેઓમાં કળા, નૃત્ય, ગાયન, વાદન રમત ગમતના કૌશલ્યોના બીજ રહેલા છે તે વિકસાવવા જોઈએ જે તેઓમાં દેશદાઝ સાથેનો માનસિક, સામાજિક, સાંવેગિક અને શારીરિક વિકાસ કરે છે. સંસ્થા દ્વારા કરાયેલ રમતોત્સવના આયોજન થકી શિક્ષણનું મુખ્ય ધ્યેય બાળકનો સર્વાંગી વિકાસ થાય તેને ન્યાય મળી રહેશે.
આ પણ વાંચો - ટેકનોલોજીની દ્રષ્ટિઃ અંધજન શાળાના વિધાર્થીઓ કરી રહ્યા છે કમ્પ્યુટરનો ઉપયોગ, સ્માર્ટફોનથી કરે છે જાતે ગૃહકાર્ય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.