Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના વિરોધમાં જૈનોની મૌન રેલી

સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના વિરોધમાં સુરત શહેરમાં સકલ જૈન સમાજ દ્વારા આજે ભવ્ય મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સમગ્ર જૈન સમાજના ચાર ફીરકા દિગમ્બર, તેરાપંથ અને સ્થાનક વાસીઓ સાથે સંતો, મહામુનિઓ અને મોટી સંખ્યામાં શ્રાવકો સહિત ૧૫૦૦૦ થી પણ વધારે લોકો મૌન રેલીમાં વિવિધ બેનરો લઈ જોડાયા હતા, જૈન સમુદાયના લોકો દ્વારા સરગમ સોપિંગ સેન્ટર ખાતે થી વિશાળ
સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના વિરોધમાં જૈનોની મૌન રેલી
સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના વિરોધમાં સુરત શહેરમાં સકલ જૈન સમાજ દ્વારા આજે ભવ્ય મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સમગ્ર જૈન સમાજના ચાર ફીરકા દિગમ્બર, તેરાપંથ અને સ્થાનક વાસીઓ સાથે સંતો, મહામુનિઓ અને મોટી સંખ્યામાં શ્રાવકો સહિત ૧૫૦૦૦ થી પણ વધારે લોકો મૌન રેલીમાં વિવિધ બેનરો લઈ જોડાયા હતા, જૈન સમુદાયના લોકો દ્વારા સરગમ સોપિંગ સેન્ટર ખાતે થી વિશાળ રેલી કાઢી કલેક્ટર કચેરી સુધી સમાપન કરવામાં આવી હતી.

સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવાનો વિરોધ 
કેન્દ્ર સરકાર દ્વારા સકલ જૈન સમાજના પવિત્ર તિર્થ સ્થાન સમ્મેત શિખરજી તિર્થસ્થાનને ઇકો ટુરીઝમ સ્થળ જાહેર કરવામાં આવ્યું છે, .જેનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે, આ તિર્થ સ્થળ પર જૈન સમુદાયના 20 સંતોએ મોક્ષ લીધો છે જેથી આ સ્થળ ને અતિ પવિત્ર સ્થાન ગણવામાં આવે છે, આ અંગે જૈન સમાજ ના લોકો એ જણાવ્યું હતું આ જાહેરાતથી સમગ્ર જૈન સમાજ ની આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી છે ,સકલ જૈન સમાજ સુરતનો ઉદ્દેશ માત્ર તેમનો પવિત્ર તિર્થસ્થાન સમ્મેત શિખરજીને ઇકો ટુરીઝમ સ્થળથી હટાવીને ફરી એકવાર પવિત્ર તિર્થ સ્થાન જાહેર કરવામાં આવે તેવી માંગણી સાથે જૈન સમાજ દ્વારા જાહેરાત ના વિરોધમાં આજે જૈનોની મૌન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું,આ રેલી સિટી લાઈટ ના સરગમ શોપિંગ સેન્ટર થી કાઢી અથવા ગેટ ખાતે આવેલી કલેકટર કચેરી ખાતે સમાપન કરવામાં આવી હતી.

15 હજારથી વધુ લોકો રેલીમાં જોડાયા 
આ રેલીમાં જૈન સમાજના ચારેય ફિરકા જોડાયા છે. 15 હજારથી વધુ લોકોએ રેલીમાં જોડાઇ રેલીને સમર્થન આપ્યું છે. રેલીનો ઉદ્દેશ અહિંસક માર્ગે સરકાર પાસે સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત પાછી લેવડાવવાનો છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.