Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પૂર્વ IPSને રાહત, વર્તમાન IPS ચર્ચામાં, ATSની તપાસ પૂર્ણ

રાજ્ય પોલીસ બેડા સહિત રાજ્યભરમાં ચર્ચા જગાવનારા એફિડેવિટકાંડમાં પૂર્વ આઈપીએસનો 8 કરોડનો તોડ કરવા કાવતરૂ રચાયો હોવાનો એન્ટી ટેરરિઝમ સ્કવૉડે (ATS) ઘટસ્ફોટ કર્યો છે. પોલીસ વિભાગની શાખને બદનામ કરવા ચાલી રહેલા કાવતરામાં કોણ-કોણ સામેલ છે તેની હકિકત જાણવા ગૃહ વિભાગની સૂચનાથી રાજ્ય પોલીસ વડા દ્ધારા એટીએસને તપાસ સોંપવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં એટીએસની ટીમે બે પત્રકાર (Two Journalist), ભાજપનàª
પૂર્વ ipsને રાહત  વર્તમાન ips ચર્ચામાં  atsની તપાસ પૂર્ણ
રાજ્ય પોલીસ બેડા સહિત રાજ્યભરમાં ચર્ચા જગાવનારા એફિડેવિટકાંડમાં પૂર્વ આઈપીએસનો 8 કરોડનો તોડ કરવા કાવતરૂ રચાયો હોવાનો એન્ટી ટેરરિઝમ સ્કવૉડે (ATS) ઘટસ્ફોટ કર્યો છે. પોલીસ વિભાગની શાખને બદનામ કરવા ચાલી રહેલા કાવતરામાં કોણ-કોણ સામેલ છે તેની હકિકત જાણવા ગૃહ વિભાગની સૂચનાથી રાજ્ય પોલીસ વડા દ્ધારા એટીએસને તપાસ સોંપવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં એટીએસની ટીમે બે પત્રકાર (Two Journalist), ભાજપના એક નેતા (BJP Leader) સહિત પાંચ શખ્સોને ઓળખી કાઢી તપાસ પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. આ મામલે એટીએસના મહિલા પીએસઆઈએ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશન (Gandhinagar Sector 7 Police Station) ખાતે ફરિયાદ નોંધાવી છે. આ મામલે આગળની તપાસ ગાંધીનગર પોલીસ કરશે.
સિનિયર IPSની ચર્ચાઓ શરૂ
ગાંધીનગર જિલ્લાની મહિલાએ કરેલા એફિડેવિટ કમ ડેકલેરેશનમાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારના જે બંગ્લોઝનો ઉલ્લેખ કરાયો છે તેને લઈને એક વિવાદી સિનિયર આઈપીએસ (Senior IPS) ચર્ચામાં આવ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા બંગ્લોઝમાં થોડાક મહિનાઓ પૂર્વે 45 વર્ષીય શખ્સે ઉચ્ચ પોલીસ અધિકારી (Senior Police Officer) હોવાની ઓળખ આપી મહિલા પર જુદાજુદા સમયે બે વખત બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર બળાત્કાર કરનારો શખ્સ એક સિનિયર આઈપીએસ સાથે ગાઢ સબંધો ધરાવતો હોવાની વાત છે. પોલીસ અધિકારી-કર્મચારીઓની બદલી તેમજ કરોડોના તોડકાંડને લઈને સરકારની નજરમાં આવી ગયેલા આઈપીએસ અધિકારી મોટાભાગના વહીવટ ચાંદખેડાના બંગ્લો કમ ઓફિસમાંથી પાર પાડતા હોવાની ચર્ચા ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. જમીન વિવાદ સહિતના મોટા કેસોમાં કરોડો રૂપિયાનો વહીવટ "ગુપ્તતા"થી પાર પાડતા આ આઈપીએસની માહિતી પણ સરકાર સુધી પહોંચી ચૂકી છે.
પૂર્વ IPSને કેમ ટાર્ગેટ કરાયા
ચકચારી એફિડેવિટકાંડમાં મહિલાના ખભે બંદૂક રાખી 8 કરોડનો તોડ કરવાનું કાવતરૂં રચવામાં મુખ્ય ભૂમિકા ભાજપના નેતા જી.કે.પ્રજાપતિ ઉર્ફે જે.કે.દાદા (G K Prajapati) એ નિભાવી હતી. થોડાક દિવસો પહેલા મીડિયામાં એક પોલીસ અધિકારીએ કરોડો રૂપિયાનો તોડ કર્યો હોવાની વાત સામે આવી હતી. આ અધિકારી એક સિનિયર આઈપીએસના વહીવટદાર હોવાની વાત સંત્રીથી લઈને મંત્રી સુધીના લોકો જાણતા હતા. જેથી પ્રજાપતિએ મહિલા સાથે બનેલી ઘટનામાં ફેરફાર કરી પૂર્વ આઈપીએસના નામનો ઉલ્લેખ કરાવી દઈ કરોડો રૂપિયા ખંખેરવા એફિડેવિટ બનાવડાવી હતી. પૂર્વ આઈપીએસ (Retired IPS) પાસે રહેલા કરોડો રૂપિયામાંથી તેઓ 8 કરોડ રૂપિયા આસાનીથી આપી દેશે તેવી અપેક્ષાએ આરોપી પ્રજાપતિએ સુરતના હરેશ જાદવ સાથે મળીને સમગ્ર કાવતરૂ રચ્યું હતું. નિવૃત્ત આઈપીએસનો તોડ કરવા માટે ગાંડા કચરાભાઈ પ્રજાપતિની સાથે મહેન્દ્રસિંહ ઉર્ફે રાજુ જેમીની પણ જોડાયો હતો. ત્યારબાદ એફિડેવિટમાં લગાવાયેલા આરોપ ગાંધીનગરના પત્રકાર આશુતોષ પંડ્યા (Journalist Ashutosh Pandya) અને કાર્તિક જાની (Journalist Kartik Jani) ની મદદથી મીડિયામાં પ્રસિદ્ધ કરી આઈપીએસની બદનામી કરવાની ગોઠવણ થઈ હતી. જે પેટે 5 લાખ રૂપિયાનો વ્યવહાર પણ કરાયો હતો.
પોલીસ અધિકારીની સંડોવણી ?
પૂર્વ આઈપીએસ અધિકારીને બદનામ કરવા ચોક્કસ તત્વો દ્ધારા એક એફિડેવિટ કમ ડેકલેરેશન વાઈરલ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાવતરામાં પોલીસ અધિકારીનો હાથ હોવાની વાતો સામે આવી હતી. "જો" અને "તો" વાળી આ વાતમાં કેટલાક પોલીસ અધિકારીઓના નામ પોલીસ બેડામાં ખાનગી રીતે ચર્ચામાં રહ્યાં હતા. ગૃહ વિભાગે પણ પોલીસ અધિકારીઓ વચ્ચે એકબીજાને બદનામ કરવા ચાલી રહેલી ગંદી રમત પર રોક લગાવવા આ તપાસ કરાવવાનો નિર્ણય લીધો હતો. એફિડેવિટકાંડમાં એટીએસે તપાસ પૂર્ણ કરી આ પ્રકરણમાં પોલીસ અધિકારીની સંડોવણીની વાત પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. જો કે, સમગ્ર મામલો ચકડોળે ચઢાવવામાં કોઈ પોલીસ અધિકારીએ બદલો (IPS Revenge) લેવા ભૂમિકા ભજવી હોવાની વાત હજુ પણ ચર્ચામાં છે. ગાંધીનગર પોલીસની તપાસ હવે કઈ દિશામાં આગળ વધે છે અને અન્ય કેટલા આરોપીઓની સંડોવણી સામે આવે છે તે આગામી સમય બતાવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.