Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વતનમાં વડાપ્રધાન: ભુજમાં PMશ્રી નરેન્દ્ર મોદીએ કર્યું સ્મૃતિવનનું લોકાર્પણ, તમામ ગેલેરીની કર્યુ સ્વનિરીક્ષણ

દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતની બે દિવસની મુલાકાત છે. ગુજરાત મુલાકાતના બીજા દિવસે તેમજ ભુજમાં વડાપ્રધાનનો ત્રણ કિલોમીટરનો ભવ્ય રોડ શો સવારે સવારે 10 વાગ્યે થી શરુ થઇ ગયો છે. હાલમાં ભુજના રસ્તાઓ પર વડાપ્રધાનની એક ઝલક મેળવવા મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો તિરંગા સાથે સ્વાગત કરી રહ્યાં છે. જનમેદનીને જોઇને હાથ હલાવી વડાપ્રધાનશ્રી ખુશખુશાલ મુદ્રમાં જનà
વતનમાં વડાપ્રધાન  ભુજમાં pmશ્રી નરેન્દ્ર મોદીએ કર્યું સ્મૃતિવનનું લોકાર્પણ  તમામ ગેલેરીની કર્યુ સ્વનિરીક્ષણ

દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતની બે દિવસની મુલાકાત છે. ગુજરાત મુલાકાતના બીજા દિવસે તેમજ ભુજમાં વડાપ્રધાનનો ત્રણ કિલોમીટરનો ભવ્ય રોડ શો સવારે સવારે 10 વાગ્યે થી શરુ થઇ ગયો છે. હાલમાં ભુજના રસ્તાઓ પર વડાપ્રધાનની એક ઝલક મેળવવા મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો તિરંગા સાથે સ્વાગત કરી રહ્યાં છે. જનમેદનીને જોઇને હાથ હલાવી વડાપ્રધાનશ્રી ખુશખુશાલ મુદ્રમાં જનમેદનીનું અભિવાદન ઝીલી રહ્યાં છે. વડાપ્રધાન આજે સવારે ભુજમાં આરટીઓ સર્કલથી માધાપર સામેના ભુજિયા કિલ્લાના સાંનિધ્યમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરી રહ્યાં છે. જાણો પળેપળની અપડેટ ગુજરાત ફર્સ્ટ સાથે 


ગઈકાલે તેઓએ અમદાવાદમાં ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ સાંજે માતા હીરાબાને મળ્યાં હતા. ત્યારે આજે તેઓ કચ્છની મુલાકાતે આવ્યાં છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે ભુજિયા ડુંગર પર રૂ. 400 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા વિશ્વકક્ષાના ભૂકંપ સ્મૃતિવનનું લોકાર્પણ કરશે.

Advertisement





વડાપ્રધાન શ્રીનો આજનો કાર્યક્રમ
- સવારે 10.00 કલાકે ભુજ રોડ શો
- સવારે 10 કલાકે સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ
- સવારે 11.00 કલાકે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમ
- સાંજે 5.00 કલાકે ગાંધીનગર મહાત્મા મંદિરમાં કાર્યક્રમ
- રાત્રે 9.00 કલાકે દિલ્હી જવા રવાના

 વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શેર કરી ભૂજની ઝલક 
Advertisement


વતનમાં વડાપ્રધાન મોદી
વડાપ્રધાન શ્રી બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે ત્યારે આજે ભુજમાં મોટી સંખ્યામાં જનમેદની તેમનાસ્વાગતમાં ભુજના રસ્તાપર જોવા મળી રહી છે. આજે ભુજ માટે ખાસ દિવસ છે. વડાપ્રધાન બન્યાબાદ તેમની આ છઠ્ઠી ભુજ મુલાકાત છે. 2001માં આવેલ ભયાનક ભૂકંપની સ્મૃતિ આજે ફરી ભુજવાસીઓના મનમાં જાગૃત થઈ ગઈ. જો કે આજે પીએમ મોદીના હસ્તે સ્મૃતિ વન તથા વીર બાળક સ્મારકનું આજે લોકાર્પણ કરવામાં આવનાર છે. સ્મૃતિ વન ભૂકંપને લગતું મ્યુઝિયમ છે જ્યારે વીર બાળક સ્મારકમાં 185 બાળકો તથા 20 શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપતું મેમોરિયલ છે, આ બાળકો રેલી દરમિયાન જ ભૂકંપ આવતા દટાઈ ગયા હતા. 



 વડાપ્રધાનશ્રીના આજના મહત્તવના કાર્યક્રમો
- વડાપ્રધાનશ્રી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
- કુલ અંદાજે રુપિયા 4748 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
- રુપિયા 1515 કરોડથી વધુના ખાતમુહૂર્ત અને 3232 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
- સ્મૃતિવન મ્યુઝિયમ, સરહદ ડેરીના ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાંટનું લોકાર્પણ કરશે
- રિઝનલ સાયન્સ સેન્ટર, વીજ સબ સ્ટેશન, ડો. બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરનું કરશે લોકાર્પણ
- વીર બાળક સ્મારક, કચ્છ - ભૂજ બ્રાંચ કેનાલ(માંડવી)નું કરશે લોકાર્પણ
- સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત થનાર વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે
- ભૂજ - ભીમાસર રોડ અને માતાનો મઢ ખાતેના પ્રવાસન વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે
                          
સ્મૃતિવન મ્યુઝિયમ
- વડાપ્રધાન શ્રી કરશે સ્મૃતિવનનું લોકાર્પણ 
- ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત સ્મૃતિવન
- ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ
-  પ્રથમ તબક્કામાં 170 એકર વિસ્તારને વિકસિત કરવામાં આવી રહ્યો છે
-  પ્રથમ તબક્કાના ઘટકોમાં 50 ચેકડેમનું નિર્માણ કરાયુ
- ચેકડેમ પર કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી લગાવાઈ
- સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવેનું નિર્માણ
-  1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ તૈયાર
- 300 વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ અને 3 લાખ વૃક્ષોનું વાવેતર
- રિયલટાઇમ ભૂકંપનો અનુભવ કરાવવા વિશેષ થિયટેરનું  નિર્માણ
-  વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકીનું એક સ્મૃતિવનમાં
- ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી કરાવશે ભૂકંપનો અનુભવ
- ડિજીટલ મશાલથી ભૂકંપમાં જીવ ગુમાવનારને અપાશે શ્રદ્ધાંજલિ
 



Advertisement
Tags :
Advertisement

.