Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છમાં G20 સમીટને લઈને ધમધમાટ, ભુજના સ્મૃતિવન રોશનીથી ઝગમગી ઉઠ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narenrda Modi) ડ્રીમ પ્રોજેકટ હેઠળ  470 એકરમાં ભૂકંપ સ્મૃતિવન (Bhuj Smritivan) આકાર પામ્યું છે, જે દેશનો પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક છે 10 વર્ષની લાંબી જહેમત બાદ વિશ્વ કક્ષાનો ભૂકંપ સ્મૃતિવન (Smritivan) કચ્છીવાસીઓ માટે સંવેદના પૂરી પાડનારું બન્યો છે.સ્મૃતિવનવર્ષ 2001માં આવેલા મહાભૂકંપમાં જીવ ગુમાવનારા 13,805 દિવંગત આત્માઓની સ્મૃતિને કાયમ રાખવા સદગતોની નામાવલિ તાલુકા મુજબ અલગ-અàª
કચ્છમાં g20 સમીટને લઈને ધમધમાટ  ભુજના સ્મૃતિવન રોશનીથી ઝગમગી ઉઠ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narenrda Modi) ડ્રીમ પ્રોજેકટ હેઠળ  470 એકરમાં ભૂકંપ સ્મૃતિવન (Bhuj Smritivan) આકાર પામ્યું છે, જે દેશનો પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક છે 10 વર્ષની લાંબી જહેમત બાદ વિશ્વ કક્ષાનો ભૂકંપ સ્મૃતિવન (Smritivan) કચ્છીવાસીઓ માટે સંવેદના પૂરી પાડનારું બન્યો છે.
સ્મૃતિવન
વર્ષ 2001માં આવેલા મહાભૂકંપમાં જીવ ગુમાવનારા 13,805 દિવંગત આત્માઓની સ્મૃતિને કાયમ રાખવા સદગતોની નામાવલિ તાલુકા મુજબ અલગ-અલગ તક્તીરૂપે કંડારી મૂકવામાં આવી છે.  સાથે અહીં અભ્યાસુ લોકો માટે રીજનલ સાયન્સ સેન્ટર, અર્થક્વેક સિવ્યુલેટર સંકુલ, 35 ચેકડેમ સહિતના પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અર્થકેવેક ગેલરીનું નિર્માણ
5 માળના આ સંકુલમાં કુલ 7 અલગ-અલગ ગેલરી છે, જેમાં પુનર્જન્મ, પુનઃપ્રાપ્તિ, પુનર્સ્થાપના, પુનર્નિર્માણ, પુનર્વિચાર,. પુનર્જીવન અને નવીનીકરણનો સમાવેશ થાય છે, જ્યારે ટોચ પર અર્થકેવેક ગેલરી નિર્માણ પામી છે. અહીં મુલાકાતીઓ માટે ઓડિટોરિયમ, પુસ્તકાલય, કેફે અને લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.
G20ને લઈને તૈયારીઓ
હાલમાં જ્યારે જી20 સમીપ યોજાવાની છે ત્યારે વિદેશી સભ્યો અહીં મુલાકાતે આવનાર છે, સ્મૃતિવનમાં જી 20ના લાઈટ બેનર,તેમજ ભુજીયા કિલ્લા પર કલરિંગ જી 20 રોશનીના ઝગમગાટ સાથે જોવા મળે છે. રોશનીના ઝગમગાટ સાથે જાણે દિવાળી જેવો માહોલ ભુજમાં જોવા મળે છે
વિદેશી મહેમાનનો અહીં મુલાકાત લેેશે
G20ને લઈને ભુજ શહેરના માર્ગો શણગારવામાં આવ્યા છે ભુજ શહેરના આરટીઓ સર્કલ જુબેલી સર્કલ શણગારવામાં આવ્યા છે આ સર્કલ ઉપર ફૂલ ઝાડ લગાડવામાં આવ્યા છે, વિદેશી મહેમાનો આવશે જેઓ ભુજ શહેરના સ્મૃતિ વનની મુલાકાત લેશે એરપોર્ટ થી માંડીને સ્મૃતિ વનના માર્ગને સુધારવામાં આવ્યો છે તેમજ સાફ-સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.