Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોરબંદરને મળશે ફૂટબોલ ગ્રાઉન્ડ અને વિશ્વ કક્ષાનો સિન્થેટીક ટ્રેક

સરદાર પટેલ રમત સંકુલઆધુનિક સુવિધાથી સજ્જ થશે પોરબંદરને મળશે ફૂટબોલ ગ્રાઉન્ડ અને વિશ્વ કક્ષાનો સિન્થેટીક ટે્રકદરિયાકિનારાના જિલ્લાઓમાં પોરબંદર બનશે ખેલાડીઓ માટે એ.પી. સેન્ટર સ્પોર્ટસ સંકુલને આધુનીક ઇન્ફ્રાસ્ટ્રકચરથી તૈયાર કરવા માટે ૧૦ કરોડ પપ લાખ ફાળવાયાપોરબંદર (Porbandar) શહેરના સરદાર પટેલ રમત ગમત સંકુલને આંતરરાષ્ટ્રી કક્ષાની સિન્થેટીક ટ્રેક અને ફૂટબોલ (Football) ગ્રાઉન્ડ મળશે. રàª
પોરબંદરને મળશે ફૂટબોલ ગ્રાઉન્ડ અને વિશ્વ કક્ષાનો સિન્થેટીક ટ્રેક
  • સરદાર પટેલ રમત સંકુલઆધુનિક સુવિધાથી સજ્જ થશે 
  • પોરબંદરને મળશે ફૂટબોલ ગ્રાઉન્ડ અને વિશ્વ કક્ષાનો સિન્થેટીક ટે્રક
  • દરિયાકિનારાના જિલ્લાઓમાં પોરબંદર બનશે ખેલાડીઓ માટે એ.પી. સેન્ટર 
  • સ્પોર્ટસ સંકુલને આધુનીક ઇન્ફ્રાસ્ટ્રકચરથી તૈયાર કરવા માટે ૧૦ કરોડ પપ લાખ ફાળવાયા
પોરબંદર (Porbandar) શહેરના સરદાર પટેલ રમત ગમત સંકુલને આંતરરાષ્ટ્રી કક્ષાની સિન્થેટીક ટ્રેક અને ફૂટબોલ (Football) ગ્રાઉન્ડ મળશે. રમત ગમત સંકુલમાં ગ્રાઉન્ડની માપણી સહિતની કામગીરી સંપન થઇ ગઇ છે અને હાલ સુત્રમાંથી મળતી માહિતી મુજબ ટેન્ડરીંગની કામગીરી ચાલી રહી છે. 
રમતવીરોને આધુનિક સુવિધા મળશે
પોરબંદરના રમતવીરો માટે સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલમાં અતી આધુનીક સુવિધાનો લાભ મળશે. જેના થકી રમતવીરો પોરબંદરનું ગૌરવ આંતરરાષ્ટ્રીય ક્ક્ષાએ વધારશે. દરિયાઇકાંઠા એટલે કે કોસ્ટલ વિસ્તારમાં સૌ પ્રથમ સિન્થેટીક ટે્રક પોરબંદરના સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલમાં નિર્માણ થવા જઇ રહ્યું છે. આ ઉપરાંત ફૂટબોલ ગ્રાસ ગ્રાઉન્ડનું પણ નિર્માણ સિન્થેટીક ટે્રકની સાથે થશે. જેથી હવે પોરબંદર આંતરરાષ્ટ્રીય કક્ષાએ છવાશે.
નવા ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ 
પોરબંદર સહિત કોસ્ટલ દરિયાકાંઠા વિસ્તારમાં રમત ગમત ક્ષેત્રે સુવિધા આપવા હવે સરકાર આગળ વધી રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં આવેલ સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલમાં અનેક નવા ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. પોરબંદરમાં સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલના નિર્માણ બાદ અનેક પાયાની સુવિધાઓ જોવા મળી રહી છે. પરંતુ હવે સમય જતા નવા ઇન્ફ્રાસ્ટ્રકચરનો લાભ પણ પોરબંદરના રમતવીરોને મળશે. કારણ કે સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલમાં સિન્થેટીક ટ્રેકનું નિર્માણ થશે. 
સિન્થેટીક ટ્રેક બનાવાશે
આ ઉપરાંત ફૂટબોલ ગ્રાસ ગ્રાઉન્ડનું પણ તેની સાથે તૈયાર થશે. અત્યારસુધી દોડવીરો સ્પોર્ટસ સંકુલના ગ્રાઉન્ડમાં જ્યારે દોડ લગાવતા હતા ત્યારે તેમના પગમાં કાંકરા, કાંટાના લીધે રમતવીરોને ઇજાઓ પહોંચતી હતી. પોરબંદરના રમતવીરો પાસે અનેક ક્ષમતાઓ છે. પરંતુ તેનો જોઇએ તેવો લાભ તેઓને મળી શક્યો નથી. પરંતુ હવે આ રમતવીરોને નિષ્ણાંત કોચ મારફત સિન્થેટીક ટ્રેકમાં દોડ લગાવશે. 

૪૦૦ મીટર એરિયામાં સિન્થેટીક ટ્રેક તેમજ ફૂટબોલ ગ્રાઉન્ડ
સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલમાં હાલની પરિસ્થિતીએ જોઇએ તો સ્પોર્ટસ સંકુલની અંદર ઇન્ડોર બેડમિન્ટન હોલ આવેલ છે જેમાં ૪ બેડમિન્ટન ગ્રાઉન્ડ કાર્યરત છે. જેમાં સવારથી સાંજ સુધી ખેલાડીઓ બેડમિન્ટનની તાલીમ મેળવે છે. તો હવે સ્પોર્ટસ સંકુલના ગ્રાઉન્ડમાં સિન્થેટીક ટે્રકનું નિર્માણ થશે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ જે ગ્રાઉન્ડનું નિર્માણ થશે તે ૪૦૦ મીટરમાં તૈયાર થશે અને ૪૦૦ મીટરના સિન્થેટીક ટે્રકના વચ્ચેના ભાગમાં ફૂટબોલ ગ્રાસ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે. જેના થકી ખેલાડીઓને યોગ્ય તાલીમ મળી રહેશે. 

દરિયાકાંઠા વિસ્તારમાં રમતવીરોનું એ.પી. સેન્ટર બનશે
આ જે સિન્થેટીક ટ્રેક બનશે તે રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તાલીમ લેતા હોય તે પ્રકારનું નિર્માણ થશે. પોરબંદર માટે આ ખૂબ મોટા સમાચાર કહી શકાય કે દરિયાકાંઠા વિસ્તારમાં રમતવીરોનું એ.પી. સેન્ટર બનશે. હાલ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સ્પોર્ટસ સંકુલને આધુનીક ઇન્ફ્રાસ્ટ્રકચરથી તૈયાર કરવા માટે ૧૦ કરોડ પપ લાખ જેથી રકમ સરકારે ફાળવી છે. હાલ ટેન્ડરની કામગીરી પણ ચાલી રહી છે એટલે કહી શકાય કે ટુંકા ગાળામાં સિન્થેટીક ટે્રકની કામગીરી શરૂ થઇ શકે છે.
સિન્થેટીક ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ વગેરે આધુનીક ઇન્ફ્રાસ્ટ્રકચર સ્પોર્ટસ સંકુલને મળશે
પોરબંદર શહેરના સાંદીપનિ નજીક આવેલ સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલની મુલાકાત દરમિયાન જિલ્લા રમત વિકાસ અધિકારી ડો. મનિષકુમરા જીલણિયાએ જણાવ્યું હતું કે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પોરબંદર સરદાર પટેલ સ્પોર્ટ સંકુલના ખેલાડીઓ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતની સુવિધાઓ આપવામાં આવશે. હાલ સ્પોર્ટસ સંકુલની અંદર બેડમિન્ટન, જુડો, રાયફલ શૂટીંગ, ટેબલ ટેનીસ વગેરેની તાલીમ આપવામાં આવે છે. સરકાર દ્વારા સ્પોર્ટસ સંકુલ માટે સિન્થેટીક ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ વગેરે આધુનીક ઇન્ફ્રાસ્ટ્રકચર સ્પોર્ટસ સંકુલને મળશે.
 જિલ્લા કક્ષાના ૧૦૦થી વધુ ખેલાડીઓને નિયમીત ટ્રેનીંગ મળશે
 દરિયાકાંઠા વિસ્તારમાં સૌ પ્રથમ સિન્થેટીક ટ્રેક બનશે. આ ટ્રેક બની ગયા બાદ જિલ્લા કક્ષાના ૧૦૦થી વધુ ખેલાડીઓને નિયમીત ટ્રેનીંગ મળશે. આ ઉપરાંત ખેલાડીનો નિષ્ણાંત કોચ દ્વારા માર્ગદર્શન, તાલીમ આપવામાં આવશે. પોરબંદર સ્પોર્ટસ સંકુલમાં સિન્થેટીક ટે્રક બન્યા બાદ ઘણા ફાયદાઓ ખેલાડીઓને મળશે. આ ઉપરાંત ફૂટબોલ ગ્રાઉન્ડ પણ ખેલાડીઓને મળશે જેના થકી ભવિષ્યમાં ફૂટબોલ ટીમમાં પોરબંદરના ખેલાડીઓ ભાગ લેશે તેવું જણાવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.