Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્રિસમસ-થર્ટી ફર્સ્ટ ફીવર, પોરબંદર ઉમટશે ગોવામાં....

પોરબંદર સહિત વિશ્વ ભરમાં ડિસેમ્બર મહિનામાં લોકો પ્રવાસન સ્થળો પર પરિવાર સાથે તેમજ મિત્ર વર્તુળ સાથે આનંદ માણવા નિકળી પડે છે. હાલ ડિસેમ્બર મહિનો પૂર્ણતાને આરે છે અને નવા વર્ષની શરૂઆતને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ ૧૦ દિવસ દરમિયાન પ્રવાસન સ્થળો પર પર્યટકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગોવા સૌરાષ્ટ્રીઓ માટે થર્ટી ફર્સ્ટનું હોટ ફેવરીટ સ્થળ ગણવામાં આવી રહ્યું છે. પોરબ
ક્રિસમસ થર્ટી ફર્સ્ટ ફીવર  પોરબંદર ઉમટશે ગોવામાં
પોરબંદર સહિત વિશ્વ ભરમાં ડિસેમ્બર મહિનામાં લોકો પ્રવાસન સ્થળો પર પરિવાર સાથે તેમજ મિત્ર વર્તુળ સાથે આનંદ માણવા નિકળી પડે છે. હાલ ડિસેમ્બર મહિનો પૂર્ણતાને આરે છે અને નવા વર્ષની શરૂઆતને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ ૧૦ દિવસ દરમિયાન પ્રવાસન સ્થળો પર પર્યટકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગોવા સૌરાષ્ટ્રીઓ માટે થર્ટી ફર્સ્ટનું હોટ ફેવરીટ સ્થળ ગણવામાં આવી રહ્યું છે. પોરબંદરથી દિલ્હી, હાવડાની ટે્રનો હાઉસફૂલ થઇ રહી છે તેમજ ર૯ તારીખે ગોવા જતી ટે્રન પણ હાઉસફૂલ થઇ ચુકી છે. તેમજ રાજકોટ, અમદાવાદથી ગોવા તરફની તમામ ફ્લાઇટો હાઉસફૂલ જોવા મળી રહી છે. લોકો પોતાના પરિવાર તેમજ મિત્રવર્તુળ સાથે આનંદ માણવા નિકળી રહ્યાં છે.
પોરબંદરથી ઉપડતી ટ્રેનો હાઉસફુલ
ક્રિસમસ અને ન્યૂયર ઉજવવા માટે પ્રવાસન સ્થળો પર ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગોવા તરફનો પ્રવાહ વધુ જોવા મળી રહ્યો છે. ગોવામાં હોટલો, રેસ્ટોરન્ટ ટોટલી ફૂલ થઇ રહ્યાં છે. રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ મોજ માણવા ગોવા તરફ જઇ રહ્યાં છે. પોરબંદર શહેરથી ઉપડતી અથવા આવતી ટ્રેનો પણ હાઉસફૂલ જોવા મળી રહી છે. રેલવેમાંથી મળતી માહિતી મુજબ દિલ્હી, હાવડાની ટે્રનો ટોટલી ફૂલ જોવા મળી રહી છે તેમજ પોરબંદર ખાતે ર૯ તારીખે ગોવા તરફથી ટે્રન જઇ રહી છે તે પણ ટોટલી ફૂલ જોવા મળી રહી છે. ખાસ કરીને લોકો ઓનલાઇન બુકીંગ વધુ પ્રમાણમાં કરી રહ્યાં છે.
રાજકોટ, અમદાવાદથી ફ્લાઈટ
રેલવેમાંથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં ગોવા, હરિદ્વાર, રાયપુર, દિલ્હી, હાવડા, બનારસની ટે્રનોમાં લોકોનો ઘસારો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. આ તમામ ટ્રેનો 10 જાન્યુઆરી સુધી ફૂલ રહેશે તેવું પણ કહી શકાય છે તો ફ્લાઇટોની વાત કરીએ તો પોરબંદરની કમનસી બી કહી શકાય કે હાલ છેલ્લા ૪ માસથી પોરબંદરનું એરપોર્ટ સુમસામ બની ગયું છે. હાલ જો એરપોર્ટ શરૂ હોત તો દિલ્હી, મુંબઇ અને અમદાવાદ તરફના પ્રવાસીઓ પોરબંદરથી ડાયરેકટ ફ્લાઇટ પકડી જઇ શક્યા હોત. પરંતુ ફ્લાઇટો બંધ હોવાથી ના છુટકે રાજકોટ કે અમદાવાદથી ગોવા તરફ પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.
આ ઘસારો 10 જાન્યુઆરી સુધી રહેશે
મળતી માહિતી મુજબ સામાન્ય દિવસોમાં જે ફ્લાઇટના ભાવ નિયત કરેલા હોય છે તેનાથી ૪ ગણા ભાવ હાલ જોવા મળી રહ્યાં છે. આમ છતાં લોકો પોતાના પરિવાર સાથે તથા મિત્રો સાથે આનંદ માણવા ગોવા તરફ બુકીંગ વધુ કરી રહ્યાં છે. ગોવા એ સૌરાષ્ટ્રવાસીઓ માટે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે હોટ ફેવરીટ સ્થળ ગણવામાં આવી રહ્યું છે. ગોવામાં હોટલો, રિસોર્ટ ટોટલી ફૂલ થઇ રહ્યાં છે. આ ઘસારો 10 જાન્યુઆરી સુધી રહેશે તેવું પણ કહી રહાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.