Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

થર્ટી ફર્સ્ટનો પોલીસનો એક્શન પ્લાન, નવા વર્ષની ઉજવણીમાં પોલીસની રહેશે બાજ નજર

પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવે છે કે, આગામી 31 ડિસેમ્બરના તહેવારની અલગ- અલગ જગ્યાઓએ ઉજવણી કરવામાં આવનાર હોય જે અનુસંધાને પોરબંદર દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગપોરબંદર જિલ્લામાં નશો કરીને નિકળનારાને ચેક કરવા બ્રેથ એનેલાઇઝર્સનો ઉપયોગ કરવામાં આવશે તેમજ નશો કર્યો હોવાની નાનકડી આશં
થર્ટી ફર્સ્ટનો પોલીસનો  એક્શન પ્લાન  નવા વર્ષની ઉજવણીમાં પોલીસની રહેશે બાજ નજર
પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવે છે કે, આગામી 31 ડિસેમ્બરના તહેવારની અલગ- અલગ જગ્યાઓએ ઉજવણી કરવામાં આવનાર હોય જે અનુસંધાને પોરબંદર દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ
પોરબંદર જિલ્લામાં નશો કરીને નિકળનારાને ચેક કરવા બ્રેથ એનેલાઇઝર્સનો ઉપયોગ કરવામાં આવશે તેમજ નશો કર્યો હોવાની નાનકડી આશંકા પણ પડશે તો દરેક વ્યકિતને હોસ્પિટલમાં બ્લડ આલ્કોહોલ ટેસ્ટ માટે મોકલવામાં આવશે અને ત્યાં રિર્પોટ મુજબ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ
પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસ, હોટલ, કલબ, કાફે તેમજ અન્ય જગ્યાઓ પર 31 ડિસેમ્બરની પાર્ટી કે ઉજવણી થવાની હોય ત્યાં સવારથી જ પોલીસને સ્ટેન્ડ ટુ ના આદેશ આપી દેવામાં આવ્યા છે. ઉપરાંત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન વાહન ચેકીંગ કરી આવારા તત્વોને કાયદાની ભાષામા સમજાવવામાં આવશે.
11 ચેક પોસ્ટ ઉભી કરાઈ
પોરબંદર જિલ્લામાં 11 જેટલી ચેક પોસ્ટો ઉભી કરવામાં આવનાર છે તથા પોરબંદર જિલ્લાના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર ચેકપોસ્ટ ગોઠવી દેવામાં આવી છે. રાત્રીના બાર વાગ્યા બાદ આવશ્યક કારણો વગર લોકો અવર-જવર કરશે તો તેનું સઘન ચેકીંગ કરવામાં આવશે. 31 ડિસેમ્બરની પાર્ટી કે ઉજવણીવાળી જગ્યાઓ પર પોલીસ બાઇકથી પેટ્રોલીંગ કરીને વોચ રાખશે. ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય ડિવાયએસપી તેમજ શહેર વિસ્તારમાં શહેર ડિવાયએસપી, એસઓજી, એલસીબીની ટીમો દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવશે.
CCTV દ્વારા નજર
પોરબંદર પોલીસ દ્વારા નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અંતર્ગત લગાડવામાં આવેલા CCTV કેમેરા દ્વારા પૂરતી વોચ રાખવામાં આવશે. જેથી અસામાજીક તત્વો દ્વારા ઉજવણી દરમિયાન કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી તહેવારની ઉજવણીમાં ખલેલ ન પહોંચાડી શકે.
કંટ્રોલ રૂમમાં જાણ કરવા અનુરોધ
જિલ્લામાં ક્યાંય પણ આવારા કે અસામાજીક તત્વો દ્વારા કોઇ ગેરકાયદેસર કામગીરી કરવામાં આવે તો જિલ્લા પોલીસના કંટ્રોલ નંબર ૦૨૮૬-૨૨૪૦૯૨૨ તથા મો.૮૯૮૦૦૦૯૮૧૫ પર જાણ કરવા અનુરોધ કરાયો છે. જાણ કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.