Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનશ્રી માતાના સ્વાસ્થ્ય અંગેની માહિતી મેળવી હોસ્પિટલથી રવાના થયા

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માતાશ્રી હીરાબાની તબિયત ખરાબ થતા તેમને અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદીની માતાની ઉંમર 100 વર્ષથી વધુ છે. મહત્વનું છે કે, આ અંગે જાણકારી મળતા જ વડાપ્રધાન મોદી અમદાવાદ આવવા રવાના થયા હતા. તાજા જાણકારી મુજબ તેઓ હાલ અમદાવાદ એરપોર્ટથી હોસ્પિટલ પહોંચી ગયા છે.Live Update...PM મોદà
વડાપ્રધાનશ્રી માતાના સ્વાસ્થ્ય અંગેની માહિતી મેળવી હોસ્પિટલથી રવાના થયા
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માતાશ્રી હીરાબાની તબિયત ખરાબ થતા તેમને અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદીની માતાની ઉંમર 100 વર્ષથી વધુ છે. મહત્વનું છે કે, આ અંગે જાણકારી મળતા જ વડાપ્રધાન મોદી અમદાવાદ આવવા રવાના થયા હતા. તાજા જાણકારી મુજબ તેઓ હાલ અમદાવાદ એરપોર્ટથી હોસ્પિટલ પહોંચી ગયા છે.
Live Update...

PM મોદી અમદાવાદની યુએન હોસ્પિટલમાં તેમની માતાશ્રીના સ્વાસ્થ્ય અંગે માહિતી વીધા બાદ હવે અહીંથી નીકળ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, તેઓ હવે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા છે. 

વડાપ્રધાન મોદી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટસ પહોંચી ગયા છે. જ્યા તેમણે તેમના માતાશ્રી હીરાબાના સ્વાસ્થ્યને લઇને ડોક્ટર પાસેથી માહિતી લીધી.
Advertisement

PM મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર પહોંચ્યા, જ્યાં તેમની માતા હીરાબેન મોદી દાખલ છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ હીરાબેન માટે ટ્વીટ કર્યું
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કર્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાની તબિયત ખરાબ હોવાના સમાચાર મળ્યા. આ ઘડીમાં અમે બધા તેમની સાથે છીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય."
Advertisement

રાહુલ ગાંધીએ હીરાબેનના જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની માતાના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, "માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અમૂલ્ય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું તમારી માતાના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું."

તબિયત ખરાબ થતા હીરાબાને કરાયા દાખલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીની તબિયત લથડતા તેમને બુધવારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને 'યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર'માં દાખલ કરવામાં આવ્યા છે. કેન્દ્રના જણાવ્યા અનુસાર 100 વર્ષીય હીરાબેન મોદીની હાલત સ્થિર છે. આ વર્ષે જૂનમાં તેમણે પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પગ ધોયા અને તેમના આશિર્વાદ લીધા. વળી, વડાપ્રધાન મોદી આજે તેમની બિમાર માતાને મળવા હોસ્પિટલ પહોંચ્યાના અહેવાલો વચ્ચે, હોસ્પિટલની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Advertisement

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલમાં પહોંચ્યા
ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના સ્વાસ્થ્યની ખબર લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. થોડા સમય બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

હોસ્પિટલે હેલ્થ બુલેટિન બહાર પાડ્યું
હોસ્પિટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનની તબિયતને લઈને હેલ્થ બુલેટિન બહાર પાડ્યું છે. જેમાં હીરાબેનની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. 

વડાપ્રધાનના ભાઈ પ્રહલાદ મોદીને ગઈકાલે અકસ્માત નડ્યો હતો
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો કર્ણાટકના મૈસુરમાં અકસ્માત થયો હતો, જેમાં પ્રહલાદ મોદીની સાથે તેમની પુત્રી, વહુ અને પૌત્ર પણ ઘાયલ થયા હતા. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને વધુ ઈજા થઈ નથી. તમામની સ્થિતિ સ્થિર છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તબિયત લથડી ત્યારે તેમની માતા તેમના અમદાવાદના ઘરે હતા. તેને કફની સમસ્યા જણાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં તેમને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પીએમ મોદીના સંબંધીઓ તેમની સાથે હાજર છે. બીજી તરફ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા છે. તેઓ ડોક્ટરોને મળ્યા અને તેમની તબિયતની અપડેટ લીધી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.